કરીનાનો આ કર્લી વાળ અને આંખોમાં ખૂબ કાજલ લગાવેલો છમ્મકછલ્લો ગીતમાં જોવા મળેલો લુક ખૂબ ટ્રેન્ડમાં છે. તેની નથણી પહેરવાની સ્ટાઇલ હવે યુવતીઓમાં ક્રેઝ બને તો નવાઈ નહીં. તો જોઈએ આ થોડો સિમ્પલ પણ ખૂબ ગ્લૅમરસ એવો લુક કઈ રીતે અપનાવી શકાય.
વાળમાં સૉફ્ટ કર્લ્સ માટે
તમારા વાળ સહન કરી શકે એવી હેર પ્રોડક્ટ્સ વાળમાં વાપરો. વર્ટિકલ કર્લ અને સૉફ્ટ કર્લ કરવા માટે હૉટ કલ્ર્સ વાપરી શકાય. બધા વાળને એકસાથે ઉપર બાંધીને પછી થોડી-થોડી લટોને ગાંઠવાળી યુ પિન કે બૉબ પિનની મદદથી દબાવો અને એના પર હળવેથી હેર-સ્પ્રે લગાવો. આ રીતે વાળમાંથી પિન્સ કાઢ્યા પછી વાળમાં સરસ કલ્ર્સ તૈયાર થશે. પોનીના ભાગના વાળને એમ જ રહેવા દઈ સાઇડના અને આગળના થોડા વાળને ટેઇલ કૉમ્બથી ફેસ પર બહાર કાઢતાં સારી હેરસ્ટાઇલ તૈયાર થશે.
સુંદર આંખો માટે
અહીં કરીનાની આંખોને ખૂબબધા કાજલ તેમ જ આઇ-લાઇનરથી ડિફાઇન કરવામાં આવી છે. સૌથી પહેલાં તો આંખોને ડિફાઇન કરવા માટે ઉપર અને નીચેની બાજુની આઇ-લિડ પર બ્લૅક કાજલ પેન્સિલ લગાવો. ત્યાર બાદ જાડું લાઇનર લગાવો. વધારે ડ્રામેટિક લુક માટે કાજલને થોડું મર્જ પણ કરી શકાય. આંખોની ઉપર અને આઇબ્રોની નીચે શિમર આઇ-શૅડો લગાવીને લુક ન્યુટ્રલ રાખો. છેલ્લે મસ્કરા લગાવી લુક કમ્પ્લીટ કરો.
લિપ્સ
અહીં કરીનાએ રેડ લિપ્સ પસંદ નથી કર્યા, કારણ કે એનાથી લાલ રંગનો વપરાશ વધુપડતો લાગત. રેડના લાઇટ કોરલ શેડ પર ટ્રાન્સપરન્ટ ગ્લૉસ લગાવવામાં આવ્યો છે. રેડ કે ઑરેન્જ જેવા શેડનો ગ્લૉસ પણ લગાવી શકાય. લિપસ્ટિકને બરાબર મૅચ કરતા લિપલાઇનરથી હોઠને આઉટલાઇન આપો અને જો ખૂબ બ્રાઇટ કે બોલ્ડ લિપકલર યુઝ કરવા હોય તો મેટ કે ક્રીમી શેડ્સ લગાવવા તેમ જ આખા હોઠ પર લિપકલર બરાબર બ્લેન્ડ કરવો. જો રેડ લિપસ્ટિક વાપરવી હોય તો બીજો કોઈ પણ પ્રકારનો મેક-અપ કરવો નહીં.
ગાલ
ફાઉન્ડેશનની મદદથી ફેસને ઈવન લુક આપો. ગાલ પર થોડું બ્લશ લગાવી શકાય, પણ લિપસ્ટિકથી જ મૅચ થતા એવા સેમ ગ્રુપના કલર્સનું બ્લશ જ વાપરવું. અહીં કરીનાએ કોરલ શેડનું બ્લશર લગાવ્યું છે.
વાળની દેખભાળ
આ લુકનો મહત્વનો ભાગ તમારા વાળ છે એટલે સારી હેરસ્ટાઇલિંગ પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરવું સલાહભર્યું છે તેમ જ વાળને જ્વેલરીથી દૂર રાખવા
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK