Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પિરિયડ્સ એ કુદરતે સ્ત્રીને આપેલું વરદાન

પિરિયડ્સ એ કુદરતે સ્ત્રીને આપેલું વરદાન

08 March, 2019 01:31 PM IST |

પિરિયડ્સ એ કુદરતે સ્ત્રીને આપેલું વરદાન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેજલ પટેલ

પુરુષ અને સ્ત્રીમાં સૌથી મોટો ભેદ પાડનાર પરિબળ હોય તો એ છે હૉર્મોન્સ. સ્ત્રીને સ્ત્રીત્વ બક્ષે છે કેટલાંક સ્ત્રી-હૉર્મોન્સ. આ જ હૉર્મોન્સ તેને માતૃત્વનો અવર્ણનીય અનુભવ આપે છે તો આ જ હૉર્મોન્સ તેને દર મહિને માનસિક અને શારીરિક રીતે જબરજસ્ત ઉતારચઢાવમાંથી પસાર કરે છે. સ્ત્રીની નજાકત, સલૂકાઈ, સંવેદના, લાગણીશીલતા પણ સ્ત્રી-હૉર્મોન્સને જ આભારી છે, જ્યારે અવારનવાર ચિડાઈ જવું, ફરિયાદો કરવી, હતોત્સાહ થઈ જવું, અબળા હોવાનું ફીલ કરવું એ પણ હૉર્મોન્સને આભારી છે. આમ તો છોકરા-છોકરી બન્નેના જીવનમાં પ્યુબર્ટી કાળ દરમ્યાન હૉર્મોન્સમાં ઉછાળ આવે છે, પરંતુ છોકરીના જીવનમાં દર મહિને ખાસ પ્રકારે હૉર્મોન્સનું ચક્ર ચાલતું રહે છે. આ ચક્ર એટલે માસિકચક્ર. ૨૮થી ૩૦ દિવસની એક સાઇકલ પૂરી થાય એટલે પિરિયડ્સ આવે અને એક ચક્ર પૂરું થાય. આજે વીમેન્સ ડે છે ત્યારે વાત કરવી છે આ ચક્રની કે જે સ્ત્રીને ખાસ બનાવે છે અને એ ચક્ર છે તો જ આ વિશ્વમાં પેઢીઓનું ચક્ર ચાલતું રહે છે.



માસિકચક્ર એ માત્ર સ્ત્રીના શરીરમાં બદલાતાં હૉર્મોન્સની સાઇકલ નથી. વૈજ્ઞાનિકોએ પણ હવે સ્વીકાર્યું છે કે સ્ત્રીના પિરિયડ્સની સાઇકલ ૨૮થી ૩૦ દિવસની છે એ કંઈ અમથું જ નક્કી નથી થયું. બ્રહ્માંડની અસર એની પર છે. જાણીતા આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવે કંગના રનૌટ સાથેના ઇન્ટરવ્યુમાં સ્ત્રીઓની માસિકપાળીને બ્રહ્માંડની ગતિવિધિઓ સાથે સાંકળીને કહેલું કે, ‘અધ્યાત્મમાં સ્રૈણ તત્વને ચંદ્ર સાથે અને પૌરુષ તત્વને સૂર્ય સાથે સાંકળવામાં આવ્યું છે. આ બન્ને જ્યારે એકબીજા સાથે તાલમેલ સાથે વર્તે તો જ સૃષ્ટિ ચાલી શકે છે. જેવી આ બન્ને તkવોમાં ગરબડ થાય છે, સૃષ્ટિના સંચાલનમાં ગરબડ થાય છે. હવે જુઓ, ચંદ્ર પૃથ્વીની ફરતે એક ચક્કર લગાવે એમાં એને લગભગ ૨૮થી ૨૯ દિવસ લાગે છે. અમુક તિથિ દરમ્યાન ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક આવી જાય છે. એને જ કારણે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. આ વિજ્ઞાનના આધારે જ સ્ત્રીની માસિકપાળી ૨૮થી ૩૦ દિવસની હોય છે. જ્યારે માસિકપાળીમાં અનિયમિતતા આવે છે ત્યારે આપમેળે સ્ત્રીને પ્રજનન માટે મુશ્કેલીઓ પડવા લાગે છે. એનું કારણ એ છે કે તેના શરીર-મનનો બ્રહ્માંડની ગતિવિધિઓ સાથેનો તાલમેલ ઘટી ગયો છે અને સૃષ્ટિના સર્જનમાં તે ફાળો આપી શકે એવી સ્થિતિમાં નથી રહેતી.’


પિરિયડ્સને જોવાનો વેદ અને વિજ્ઞાનને જોડતો આ દૃષ્ટિકોણ આપણે સમજી શકતા ન હોવાથી દર મહિને આવતા મેન્સ્ટ્રુએશનને અછૂત વિષય બનાવી દીધો છે. માસિક આવે ત્યારે છુપાવવાની કોશિશ થાય છે. ૨૧મી સદીમાં પણ ભારતના ગામડાંઓમાં પિરિયડ્સ દરમ્યાન પ્રૉપર હાઇજિનની સજાગતા નથી. થોડા દિવસ પહેલાં ગુણીત મોન્ગાની ‘પિરિયડ એન્ડ ઑફ સેન્ટેન્સ’ નામની શૉર્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ઑસ્કર્સ જીતી. પિરિયડ્સ બાબતે જાગૃતિ ફેલાવવા માટે ભૂતપૂર્વ મિસ વલ્ર્ડ માનુષી છિલ્લરે પણ બીડું ઝડપેલું. એ બધું યાદ કરવાનું તાત્પર્ય એ કે હજીયે આપણે સ્ત્રીની મેન્સ્ટ્રુઅલ સાઇકલને વૈજ્ઞાનિક અભિગમથી સ્વીકારવાની જરૂર છે.

હવે છોકરીઓ અંદરોઅંદર પિરિયડ્સ વિશે વાત કરી શકે છે, પણ પુરુષોથી એ છુપાવે છે. આ એવું જગજાહેર સત્ય છે જેના અસ્તિત્વની જાણ બધાને છે છતાં કોઈ પણ કારણ વિના એને અન્ડર ધ કાર્પેટ જ રાખવામાં આવે છે. કદાચ એટલે જ માસિકને લગતી ખોટી માન્યતાઓ અને ભ્રમણાઓ વિશે સ્ત્રી સ્પષ્ટતાના અભાવે એકલી જ પીડાય છે. હૉમોર્નલ બદલાવોને હૅન્ડલ કરવામાં મુશ્કેલી અનુભવે છે. આ બાબતે જાગૃતિ લાવવામાં સ્ત્રીઓનો જ ફાળો બહુ મહત્વનો છે એમ જણાવતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘દરેક સ્ત્રીના જીવનમાં માસિકચક્ર અત્યંત મહત્વની બાબત છે. સ્ત્રીના શારીરિક-માનસિક અને ઇમોશનલ સ્વાસ્થ્ય પર માસિકની સીધી અસર પડે છે. માસિકચક્રની શરૂઆત થાય ત્યારે, દર મહિનાની માસિકપાળી વખતે તેમ જ જ્યારે આ ચક્ર પૂરું થવાના આરે હોય એમ ત્રણેય તબક્કામાં એ સ્ત્રીના સ્વાસ્થ્ય પર એની અસર પડે છે.’


પ્રાથમિક સમજણ જરૂરી

ત્રીસ વર્ષ પહેલાં માસિકધર્મની શરૂઆત છોકરી ૧૫-૧૬ વર્ષની થાય ત્યારે થતી હતી, આજે એની શરૂઆત ૧૨-૧૩ વર્ષે થઈ જાય છે એમ જણાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘આજકાલ ન્યુટ્રિશન સારું થયું છે અને બાળકીનો ગ્રોથ ઝડપથી થતો હોવાથી માસિકની શરૂઆત પહેલાં કરતાં વહેલો થઈ જાય છે. જોકે પિરિયડ્સ એ કંઈ ગંદી બાબત નથી એટલી સમજણ બાળકીને પહેલો પિરિયડ આવે એ પહેલાં ખબર પડી જવી જોઈએ. આ કામ બીજા કોઈ દ્વારા તેને ખબર પડે એના કરતાં તેની જ મમ્મી પાસેથી તેને સમજણ મળવી જોઈએ. પિરિયડ્સ શરૂ થાય એ પહેલાં છોકરીના શરીરમાં બદલાવો આવે છે. પેટ, છાતી અને જાંઘનો ઉભાર વધે છે અને શરીર પર વાળ ઊગવાનું શરૂ થાય છે. આ લક્ષણો પરથી મમ્મીને ખબર પડવી જોઈએ કે હવે દીકરીને પિરિયડ્સ વિશેની સમજણ આપવાનો સમય થઈ ગયો છે.’

હંમેશાં સાચી સમજણથી જે વાતની શરૂઆત થાય છે એ બાબતે આપમેળે સ્વસ્થ અભિગમ બંધાય છે એ વાત યાદ રાખવી જોઈએ.

માસિકચક્રના વિવિધ તબક્કા

હવેની યંગગલ્ર્સ કૉમ્પિટેટિવ વલ્ર્ડમાં પણ અગ્રેસર રહેવા લાગી છે. આવા સમયે તેમને માસિકને લઈને આવતા હૉમોર્નલ બદલાવો કનડે છે. તેમને લાગે છે કે પિરિયડ્સને કારણે તેમનું શરીર-મન ફુલ કૅપેસિટીમાં મહિનાના ત્રીસેય દિવસ કામ નથી કરી શકતું. ડૉ. જયેશ શેઠ કહે છે, ‘યંગ ગલ્ર્સ અને ખાસ કરીને પ્રોફેશનલ વલ્ર્ડમાં ઊંચી મહkવાકાંક્ષાઓ ધરાવતી સ્ત્રીઓ હોય છે તેમને પિરિયડ્સને કારણે મહિના દરમ્યાન આવતા હૉમોર્નલ ચડાવ-ઉતારને કારણે ખૂબ તકલીફ થાય છે. હૅક્ટિક લાઇફસ્ટાઇલમાં તેમને ખૂબ ટ્રાવેલિંગ કરવાનું હોય છે, ગેમ્સ કે સ્પર્ધાત્મક વાતાવરણમાં હંમેશાં બેસ્ટ પફોર્ર્મ કરવાનું હોય છે ત્યારે માસિકધર્મને તેઓ લિમિટેશન માની બેસે છે. જો ગલ્ર્સ ૨૮-૩૦ દિવસના ચક્રમાં આવતા હૉમોર્નલ બદલાવોને સમજીને સ્વીકારી લે તો એ તેમના માટે બહુ જ મોટો પ્લસ પૉઇન્ટ બની જાય.’

બ્લીડિંગ ફેઝ : માસિકના પહેલા દિવસે પ્રોજેસ્ટેરોન હૉમોર્ન સાવ જ ઘટી જાય છે જેને કારણે યુટ્રસની અંદર તૈયાર થયેલી લાઇનિંગ તૂટે છે. પ્રોજેસ્ટેરોન એ ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી હૉમોર્ન પણ ગણાય છે અને એમાં અચાનક શાર્પ ડ્રૉપ આવવાથી અકળામણ, ચીડિયાપણું અને લો ફીલ થાય છે. આ સમયગાળા દરમ્યાન શારીરિક-માનસિક એનર્જી મહિનાની સરખામણીએ લોએસ્ટ પૉઇન્ટ પર હોય છે. આ આખા વીક દરમ્યાન થાક, એનર્જીલેસ ફીલ થતું હોવાથી નૉર્મલ દિવસો કરતાં વધુ આરામ કરવાનું મન થાય છે. આ ત્રણ-ચાર દિવસ દરમ્યાન બહુ સારું ફીલ ન થાય એ નૅચરલ છે એટલે ધીરજ રાખીને એનર્જીનો ઓછો વેડફાટ થાય એ રીતે દિવસ પ્લાન કરવો.

ફૉલિક્યુલર ફેઝ : મેન્સ્ટ્રુએશન શરૂ થાય એના બીજા જ દિવસથી ફૉલિક્યુલર ફેઝ શરૂ થાય છે. ફૉલિકલ સ્ટિમ્યુલેટિંગ હૉમોર્ન ઝરવાનું શરૂ થઈ જાય છે જે ઓવરીની ત્વચામાં આવેલા ફૉલિકલ્સને ઈંડું તૈયાર કરવા માટે સ્ટિમ્યુલેટ કરે છે. આ ફેઝ દરમ્યાન ઇસ્ટ્રોજન હૉર્મોન્સનું પ્રમાણ વધવા લાગે છે. એનાથી તમારી એનર્જી બુસ્ટ થાય છે. મૂડ પણ આપમેળે સારો રહે છે.

ઓવ્યુલેટરી ફેઝ : આ એ તબક્કો છે જે દરમ્યાન સ્ટિમ્યુલેટ થયેલા ફોલિકલમાંથી ઈંડું મૅચ્યોર થઈને છૂટું પડે છે. સામાન્ય રીતે માસિક શરૂ થયા પછીના ૧૨થી ૧૬મા દિવસની અંદર આ તબક્કો આવે છે. આ સમયગાળા દરમ્યાન ઇસ્ટ્રોજન હૉમોર્ન એની પીક પર હોય છે. આ છૂટું પડેલું એગ બહુ ઓછા સમય માટે સર્વાઇવ થાય છે. જો તમે બાળકનું પ્લાનિંગ કરતા હો તો આ સમયગાળા દરમ્યાન ફિઝિકલ રિલેશન રાખવાનો પ્રયત્ન કરવો અને જો પ્રેગ્નન્સી અવૉઇડ કરતા હો તો આ તબક્કા દરમ્યાન પ્રોટેક્શન ન વાપરવાની ભૂલ ન કરવી.

લેટ્યુઅલ ફેઝ: આ તબક્કો સૌથી ક્રિટિકલ છે. આ સમયગાળાને હવે ભ્પ્લ્ એટલે કે પ્રીમેન્સ્ટ્રુઅલ સિમ્પ્ટમ્સ તરીકે પ્રચલિત છે. માસિક આવવાનું હોય એના અઠવાડિયા પહેલાંથી ફરીથી ઇસ્ટ્રોજન હૉર્મોન્સમાં ઓટ આવવાનું શરૂ થઈ જાય છે. બૉડીમાં ફરીથી પ્રોજેસ્ટેરોન હૉર્મોન્સનું પ્રમાણ વધવા લાગે છે. આ ઉતારચડાવને કારણે બ્લોટિંગ, માથું દુખવું, ઍન્ગ્ઝાયટી, મૂડ સ્વિંગ્સ, અમુક ચોક્કસ ચીજો ખાવાનું ક્રેવિંગ વગેરે થવા લાગે છે. અકારણ રડવું, અકારણ ગુસ્સે થવું, અકારણ હતાશ થવું એ આ ફેઝની સાઇડ-ઇફેક્ટ્સ છે.

આ પણ વાંચો : ડૉક્ટરની સલાહ વગર વિટામીનની ગોળી લેવાથી થઈ શકે છે થાઈરૉઈડ

માસિક પહેલાંનો તબક્કો ક્રિટિકલ

મોટા ભાગે માસિક આવવાનું હોય એ પહેલાંનો તબક્કો બહેનોને બહુ જ અકળાવનારો હોય છે એમ જણાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘આ દરમ્યાન ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ બદલાવો હૅન્ડલ કરવાનું સહેલું બને એ માટે થોડીક કાળજી કરી લો તો આ પ્રીમૅન્સ્ટ્રુઅલ ફેઝને પણ હૅન્ડલ કરી શકાય છે. આ સમયગાળા દરમ્યાન જો બહેનો ઘઉં અને અનાજની ચીજો ન લે અને માત્ર ફળો-શાકભાજી અને લિક્વિડ ડાયટ પર રહે તો ઇરિટેબિલિટી નોંધનીય હદે ઘટી જાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2019 01:31 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK