Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ડૉક્ટરની સલાહ વગર વિટામીનની ગોળી લેવાથી થઈ શકે છે થાઈરૉઈડ

ડૉક્ટરની સલાહ વગર વિટામીનની ગોળી લેવાથી થઈ શકે છે થાઈરૉઈડ

07 March, 2019 06:36 PM IST |

ડૉક્ટરની સલાહ વગર વિટામીનની ગોળી લેવાથી થઈ શકે છે થાઈરૉઈડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાક, સુસ્તી અને નબળાઈની સમસ્યામાં લોકો વિટામીનની ગોળીઓ લેવા લાગે છે.

સલાહ વગર વિટામીનની ગોળીઓ લેવાથી થાઈરૉઈડ અને એવા અન્ય રોગો થઈ શકે છે.



થાઈરોઈડને કારણે હાર્ટ અટેક અને મોટાપાની સમસ્યા થઈ શકે છે.


થાક, સુસ્તી અને નબળાઈ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે આજકાલ બજારમાં ઘણી બધી વિટામિન્સની ગોળીઓ (મલ્ટીવિટામિન્સ) સરળતાથી મળી જાય છે. આ વિટામિન સપ્લીમેન્ટ્સ અથવા હોર્મોન વધારનાર દવાઓનું સેવન લોકો ડૉક્યરની સલાહ વગર, આપમેળે લેવા લાગે છે. કેટલીક વાર આ દવાઓની શરીર પર આડએસર થતી હોય છે અને તેને કારણે તમને અન્ય રોગો પણ થઈ શકે છે. ડૉક્ટરોનું માનવું છે કે સલાહ વગર મલ્ટીવિટામિન કેપ્સુલ અને હોર્મોન્સ વધારનાર દવાઓ ખાવાથી થાઈરોઈડ થવાની સંભાવના વધી જાય છે.

જાણો થાઈરૉઈડના શરૂઆતના લક્ષણો


આયોડિનનું સેવન, હોર્મોનયુક્ત દવાઓના સેવનથી આ હાઈપરથાઈરૉઈડિઝ્મ થઈ શકે છે. તેના લક્ષણ છે -

1. વધુ પરસેવો થવો
2. આંખની આસપાસ સોજો
3. આંખની કીકીઓમાં અંતર અસામાન્ય થવું
4. હાર્ટ રેટ વધવો
5. વાળ પાતળા થવા
6. ત્વચા નાજુક થવી

થાઈરૉઈડ કઈ રીતે છે હાનિકારક

જો થાઈરૉઈડની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ કેટલી જીવલેણ રોગોનું કારણ બની શકે છે. ગંભીર પરિસ્થિતિમાં અચાનક હાર્ટઅટેક, કાર્ડિયક અરેસ્ટ, એરિથમિયા (હાર્ટબીટ અસામાન્ય થવી), ઑસ્ટિયોપોરોસિસ, કાર્ડિયક ડાયલેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય ગર્ભાવસ્થામાં આમ થવાથી ગર્ભપાત, અયોગ્ય સમયે પ્રસવ, ગર્ભનો અયોગ્ય વિકાસ જેવા અનેક લક્ષણોની શક્યતા છે.

આ પણ વાંચો : ઍન્ટિડિપ્રેસન્ટ્સ અને સ્લીપિંગ પિલ્સ ક્યારે લેવાય?

કઈ રીતે બચી શકાય આ રોગથી

થાઈરૉઈડથી બચવા માટે જરૂરી છે કે તમે ડૉક્ટરની સલાહ વગર કોઈપણ દવા ન લેવી. આયોડિનયુક્ત ખોરાકનું સેવન ઘટાડવું. માર્કેટમાં મળતા આયોડિનયુક્ત મીઠામાંથી તમારા શરીરને જરૂર પૂરતું આયોડિન મળી રહે છે. ડૉક્ટર આ બિમારીથી બચાવ માટે જીવનશૈલીમાં બદલાવની સલાહ આપે છે જેના પરિવારમાં આ બિમારી પારંપરિકરૂપે આવી હોય.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2019 06:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK