Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > FBએ યુઝર્સને એપ ઇન્સ્ટોલ કરવા પૈસા આપ્યા, પછી લીધો તેમનો અંગત ડેટા

FBએ યુઝર્સને એપ ઇન્સ્ટોલ કરવા પૈસા આપ્યા, પછી લીધો તેમનો અંગત ડેટા

30 January, 2019 08:08 PM IST |

FBએ યુઝર્સને એપ ઇન્સ્ટોલ કરવા પૈસા આપ્યા, પછી લીધો તેમનો અંગત ડેટા

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


ફેસબુકે યુઝર્સને એવી એપ ઇન્સ્ટોલ કરવા માટે પૈસા ચૂકવ્યા જેના દ્વારા કંપનીએ તેમનો અંગત ડેટા મેળવ્યો. ટેકક્રંચે પોતાના રિપોર્ટમાં આ વાતની જાણકારી આપી છે. ટેકક્રંચના રિપોર્ટ પ્રમાણે, ફેસબુકે કથિત રીતે એન્ડ્રોઈડ અને આઇઓએસ યુઝર્સને તેમના ડિવાઈસમાં 'ફેસબુક રિસર્ચ' એપ ઇન્સ્ટોલ કરવા માટે 2016થી લઈને અત્યાર સુધી દર મહિને યુઝર્સને 20 ડોલર (આશરે 1400 રૂપિયા)ની સાથે-સાથે રેફરલ ફી પણ આપી.

આ રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે ફેસબુકે આ બધામાં પોતાની સીધી ભાગીદારી દર્શાવવાથી બચવા માટે 'એપલોજ', 'બીટાબાઉન્ડ' અને 'યુટેસ્ટ' જેવા પ્રોગ્રામ ચલાવ્યા, જેને 'પ્રોજેક્ટ એટલસ' નામ આપવામાં આવ્યું.



આ પણ વાંચો: એપલની રેવન્યુ 5% ઘટી, 17 વર્ષોમાં પહેલીવાર ડિસેમ્બર ક્વાર્ટરમાં નબળું પ્રદર્શન


ટેકક્રંચે પોતાના રિપોર્ટમાં એક સિક્યોરિટી એક્સપર્ટનો હવાલો આપીને લખ્યું છે કે ફેસબુક રિસર્ચ એપની મદદથી ફેસબુકે યુઝર્સનો પર્સનલ ડેટા મેળવ્યો. જેમાં સોશિયલ મીડિયા એપ્સના ખાનગી મેસેજ, ફોટો, વીડિયો, ઈ-મેઇલ, વેબ સર્ચ અને વેબ બ્રાઉઝિંગ એક્ટિવિટી જેવી ખાનગી જાણકારીઓ સામેલ છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ એપની મદદથી ફેસબુકે યુઝરના ફોનમાં ઇન્સ્ટોલ્ડ અન્ય લોકેશન ટ્રેકિંગ એપ્સ દ્વારા તેમના લોકેશનની જાણકારી પણ ટ્રેક કરી.

બીજી બાજુ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ફેસબુકના પ્રવક્તાએ એ વાત સ્વીકારી છે કે તેમની કંપની લોકોનો ડેટા ભેગો કરવા માટે પ્રોગ્રામ ચલાવી રહી છે. ફેસબુકરના પ્રવક્તાએ જણાવ્યું કે ઘણી કંપનીઓની જેમ અમે પણ લોકોને રિસર્ચમાં ભાગ લેવા માટે આમંત્રિત કરીએ છીએ. તેના દ્વારા અમે એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે અમે વધુ શું સારું કરી શકીએ છીએ? આ રિસર્ચ દ્વારા ફેસબુક એ સમજવાની કોશિશ કરે છે કે લોકો પોતાના મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરે છે? જોકે પ્રવક્તાએ એ પણ જણાવ્યું કે આ ડેટાને બીજાની સાથે શેર નથી કરવામાં આવતો અને લોકો જ્યારે ઇચ્છે ત્યારે આ રિસર્ટમાંથી પાછા હટી શકે છે. 


ફેસબુકના આ પગલાંથી યુઝર્સની પ્રાઇવસીનું ઉલ્લંઘન હોવાની સાથે-સાથે એપલની પોલિસીનું ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે કારણકે કેટલાક આઇફોન યુઝર્સ પણ આ એપને પોતાના ડિવાઈસમાં ઇન્સ્ટોલ કરી રહ્યા છે. એપલે ગયા વર્ષે ફેસબુકની ઓનાવા સિક્યોરિટી એપને એપસ્ટોર પરથી હટાવી હતી કારણકે આ એપલની પ્રાઇવસી પોલિસીનું ઉલ્લંઘન કરી રહી હતી. એપલે આ એપને હટાવતી વખતે કહ્યું હતું કોઇપણ એપને યુઝરના ફોનમાં ઇન્સ્ટોલ બીજી એપ વિશે જાણકારી ન લેવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2019 08:08 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK