શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ!

Published: 21st May, 2019 14:42 IST | ભાવિની લોડાયા - કચ્છી કોર્નર | કચ્છ

આપ સૌ વાચકોની પારાવાર લાગણીઓની પ્રેરણા એ જ આપણા સમાચારપત્રની સફળતા. માટે આવો આપ સૌના સહિયારા પ્રયાસથી, સાથ અને સહકારથી ‘કચ્છી કૉર્નર’ના હેતુને સુંદર સફળ શિખરો સર કરાવીએ.

કચ્છડો બારેમાસ
કચ્છડો બારેમાસ

બારેમાસ મીઠડું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગપ્રસિદ્ધ છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં કચ્છીઓની ઓળખ અનેરી છે. ‘મેઠા માડું ને મેઠી ભાષા’ વિવિધતામાં એકતા એટલે કચ્છી. દેરાવાસી, સ્થાનકવાસી, દશા ઓસવાલ, વીસા ઓસવાલ, વાગડ, પાટીદાર સમાજ, લેવા પટેલ, રાજગોર સમાજ, ક્ષત્રિય, બ્રાહ્મણ, લોહાણા, ભાનુશાલી, સુમરા, લંઘા વગેરે અનેક જુદો-જુદો લહેજો ધરાવનાર અનેક જ્ઞાતિઓની એકમાત્ર ભાષા એટલે કચ્છી, જેણે વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. દરેક ક્ષેત્રમાં ગૌરવ વધારનાર કચ્છી માડું પોતાની કચ્છિયત અને કચ્છી ખુમારી જાળવીને આગળ વધી રહ્યા છે. આમ વ્યક્તિગત અને સામાજિક રીતે સર્વશ્રેષ્ઠ કામગીરી બજાવનાર સમગ્ર કચ્છી જ્ઞાતિઓ જ્યારે સાથે મળી ‘અસીં કચ્છી ન પણ પાં કચ્છી’ થઈશું એટલે કચ્છી ભાષાનો રણકાર એક બુલંદ અવાજે ગુંજશે.

‘ મડે મેલધા હાણે મિડ-ડે’જે આંગણ નારી ને નર,
થીંધો હાણે મેળાવડો હર મંગળવાર જે વાર.
‘કચ્છી કૉર્નર’જે મેળે મેં ગાલ્યું થીંધી અપાર,
હાણે અવસર અચીંધા વારંવાર,
વાંચકેજો પ્રેમ મેલધો પારાવાર.’

આ પણ વાંચો : કૉલમ : કચ્છનાં રણ, રેત અને પાણી

આપ સૌ વાચકોની પારાવાર લાગણીઓની પ્રેરણા એ જ આપણા સમાચારપત્રની સફળતા. માટે આવો આપ સૌના સહિયારા પ્રયાસથી, સાથ અને સહકારથી ‘કચ્છી કૉર્નર’ના હેતુને સુંદર સફળ શિખરો સર કરાવીએ. (લેખિકા)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK