Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બાજરા-પટેટો રોટી

25 November, 2011 08:10 AM IST |

બાજરા-પટેટો રોટી

બાજરા-પટેટો રોટી


 



(મીતા ભરવાડા)

સામગ્રી


  • એક કપ બાજરીનો લોટ
  • બે બાફેલા અને છૂંદેલા બટાટા
  • પા કપ સમારેલી મેથી
  • બે સમારેલાં લીલાં મરચાં
  • બે ચમચી સમારેલું લીલું લસણ
  • અડધી ચમચી લાલ મરચું
  • અડધી ચમચી લાલ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • એક ચમચી તેલ
  • ઉપર લગાવવા માટે ઘી


રીત

બાજરીના લોટમાં પાણી નાખીને લોટ બાંધો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં સમારેલી મેથી નાખીને સાંતળો. પછી એમાં લીલું લસણ અને લીલાં મરચાં નાખીને ફરી સાંતળો. એમાં લાલ મરચું, ચાટ મસાલો, છૂંદેલા બટાટા અને મીઠું મિક્સ કરો. પછી બાજરીના લોટના લૂઆ કરીને જાડી રોટલી વણો. એના પર પૂરણ પાથરી બીજી રોટલીથી કવર કરો અને કિનારી દબાવો. એક નૉનસ્ટિક તવી ગરમ કરી તૈયાર કરેલી સ્ટફ રોટીને બન્ને તરફ શેકો. એને નીચે ઉતારી ઘી લગાવીને પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2011 08:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK