ક્લિક કરો અને જાણો તમારી આજ

Published: 18th November, 2012 03:58 IST

તમારા પરિવારના લોકો તમારી પાસેથી ઘણાં બધાં અટેન્શનની અપેક્ષા સેવી રહ્યા છે. ગણેશજી કહે છે કે તેમના પર જરૂર ધ્યાન આપો, પરંતુ સાથે તમે જે કામ ઘરે લઈને આવ્યા છો એને પણ પૂરાં કરો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમારા પરિવારના લોકો તમારી પાસેથી ઘણાં બધાં અટેન્શનની અપેક્ષા સેવી રહ્યા છે. ગણેશજી કહે છે કે તેમના પર જરૂર ધ્યાન આપો, પરંતુ સાથે તમે જે કામ ઘરે લઈને આવ્યા છો એને પણ પૂરાં કરો. થોડો સમય તમારાં બાળકો સાથે વિતાવશો અને તેમને જીવનની કેટલીક મહત્વની બાબતો શીખવશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે દિમાગનો ઉપયોગ કરવો રહેવા જ દો અને કારણ કે આજે કેટલુંક પાગલપન કરીને તમે તમારો દિવસ એન્જૉય કરવાના છો, કારણ કે ક્યારે કઈ વાતને લીધે તમારો મૂડ બગડે એ કહેવાય નહીં, માટે બસ જે છે એને એન્જૉય કરો. પ્રિયજનના પેમ્પરિંગને પણ માણો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજનો દિવસ અનેક ઉતાર-ચઢાવથી ભરપૂર હશે. છતાં એને લીધે તમે હસવાનું કે મસ્તી કરવાનું જરાય નહીં ભૂલો, એમ ગણેશજી કહે છે. નાણાકીય રોકાણ કરો ત્યારે ગણતરીપૂર્વકનું જોખમ લેજો. સાવધાની, આ શબ્દને ખાસ અત્યારે મગજ સામે રાખજો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમારો ઉત્સાહ આજે હિલોળે ચઢશે. બસ, એટલું ધ્યાન રાખજો કે તમારા મગજ પર હૃદયનો પ્રભાવ વધી ન જાય. નહીં તો મુસીબતમાં ફસાશો. શાંતિથી પરિવાર સાથે થોડી હળવાશભરી ક્ષણો વિતાવશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગ્રહો અત્યારે તમારી પૂરેપૂરી તરફેણમાં છે, માટે એક ખૂબ સારા સમાચાર મળે એવી શક્યતા ગણેશજી દર્શાવી રહ્યા છે. તમારા જીવનસાથી પ્રત્યે તમારો શાfવત પ્રેમ તમે દર્શાવીને તેને પ્રેમમાં તરબોળ કરી દીધા છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

પ્રેમના મામલે ગ્રહદશાએ થોડી ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી કરી છે. ગણેશજી સૂચવે છે કે કોઈની લાગણીને દૂભવશો નહીં. થોડી શંકાશીલતા અને સાવચેતી જરૂરી છે. એને લીધે પહેલેથી જ થોડી સાવધાની રાખવામાં આવે તો આખું માર્કેટ પડી ભાંગે તોય તમે આબાદ રીતે બચી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગમે એ પરિસ્થિતિમાં સ્વબચાવ એ જ તમારો આજનો મંત્ર છે, એમ ગણેશજી જણાવી રહ્યા છે. આજે તમને તમારી પર્સનાલિટીનો સૉફ્ટર બાજુ શોધી કાઢશો. તમારી આજુબાજુના લોકો પાસેથી મળતા મહત્વને તમે એન્જૉય કરો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

અત્યારે તમે વીકએન્ડના રિલૅક્સ મૂડમાં છો, પરંતુ થોડો સમય માટે તમે તમારા પ્રોફેશનલ સમસ્યા વિશે વિચારશો. ગણેશજી કહે છે કે રિલૅક્સ રહેવા માટે એક સ્પાની મુલાકાત લો. તમારા પ્રિયપાત્ર સાથેનો તમારો રોમૅન્ટિક સંબંધ વધુ ગાઢ બનશે. જોકે ગણેશજી કહે છે કે લગ્ન કરવાનો આઇડિયા યોગ્ય નથી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી આગાહી કરી રહ્યા છે કે મોરલ અને મટીરિયલ સપોર્ટ તમને અનએક્સેપેક્ટેડલી મળશે અને એનાથી તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશે. નાની-નાની વાતમાં મળતી નિષ્ફળતાને કારણે નિરાશ થવાની જરૂર નથી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજે કોઈની નવી શરૂઆત કે નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી દૂર રહેજો. એના કરતાં જે બાબતો ઑલરેડી સાબિત થઈ ચૂકી છે એના પર જ આગળ વધજો, એવી સલાહ ગણેશજી આપે છે. તમારી ચાર્મિંગ પર્સનાલિટીને કારણે તમારા ફૅન-લિસ્ટમાં હજી થોડા લોકોનો ઉમેરો થશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજે તમે થોડા મહત્વાકાંક્ષી બની ગયા છો. જાત પર વધુ પડતો ભરોસો મૂકીને કંઈ કરશો નહીં, કારણ કે એનાથી પસ્તાવાનો મોકો આવશે, એવી ચેતવણી ગણેશજી આપે છે. કોઈ પણ વ્યવસાય કરો તો ખૂબ સમજી-વિચારીને આગળ વધજો. તમારા ઓપિનિયન પર બહારની બાબતોનો પ્રભાવ ન પડે એનું ધ્યાન રાખજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી અનુભવી રહ્યા છે કે તમારી સ્વસ્થતાને હાનિ પહોંચાડે એવી કોઈ ઘટના બનશે. કોઈ પણ નવી શરૂઆત કરવાનું આજે ટાળજો. સાંજે રિલૅક્સિંગ મ્યુઝિક સાંભળતી વખતે ડિનર લો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK