આજની તમારી રાશિ શું કહે છે?

Published: 1st November, 2012 03:39 IST

જે કરો એમાં સંપૂર્ણ સ્વતંત્રતાની તમારી ચાહને કારણે આજે તમે દિવસની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે કરશો એમ ગણેશજી કહે છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


જે કરો એમાં સંપૂર્ણ સ્વતંત્રતાની તમારી ચાહને કારણે આજે તમે દિવસની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે કરશો એમ ગણેશજી કહે છે. જોકે પરિવારને લગતી કેટલીક બાબતોને લઈને આજે થોડા ચિંતિત રહેશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે સમયના ખૂબ પાક્કા છો માટે તમારા બધા જ ટાસ્ક સમયસર પૂરા કરી શકશો. એને કારણે અનેક લોકોની પ્રશંસાના હકદાર બનશો એવું ગણેશજી અનુભવી રહ્યા છે. કલાત્મક બૅકગ્રાઉન્ડ ધરાવતા લોકો માટે આજનો દિવસ બેમિસાલ જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે તમારું લક્ષ્ય નક્કી કરવામાં માસ્ટર છો. જોકે આ વખતે તમારી એનર્જીને યોગ્ય દિશામાં વાળવી પડશે. ચેક કરો કે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો એનાથી થોડું પણ તમે તમારા લક્ષ્યની નજીક પહોંચ્યા છો. જો જવાબ હામાં ન આવે તો પોતાનામાં જરૂરી ફેરફાર લાવો. જોકે ઓવરઑલ તમારો દિવસ સારો જશે એમ ગણેશજી જણાવે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


એક સરપ્રાઇઝ ગિફ્ટ કે અનપેક્ષિત ગમતી ઘટના તમને આનંદિત કરી મૂકશે તેમ જ દિવસના પાછલા ભાગમાં તમારા પ્રિયજન પાસેથી થોડો વધુપડતો લાડ-પ્યાર મળવાને કારણે સોનામાં સુગંધ ભળશે. ગણેશજી તમને સદાય ખુશ રહો એવા પ્રેમપૂર્વક આર્શીવાદ આપે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ગણેશજી કહે છે કે તમારામાં રહેલો નેતાગીરીનો ગુણ તમને લોકોમાં જાણીતા બનાવી દેશે. જોકે એ પછી પણ તમે ખુશ નહીં રહી શકો જો તમે તમારા કુદરતી આવેશ અને ડર પર કાબૂ નહીં રાખી શકો તો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારા મનમાં વર્ષોથી ધરબાયેલી કેટલીક લાગણીઓ પાછી એક વાર માનસપટલ પર આવશે. એને કારણે તમે એકદમ બેચેન બની જશો. જોકે ગણેશજી જણાવે છે કે આ સમય છે તમારા જીવનમાં ઊભા થયેલા અસંતુલનને બૅલેન્સ કરવાનો એ વાત ભૂલશો નહીં.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


એન્જૉય, કારણ કે એક અત્યંત ખુશનુમા દિવસ તમારી રાહ જોઈ રહ્યો છે. કામના સ્થળે માત્ર તમારા બધા આઇડિયા અપ્રૂવ જ નહીં થાય, પરંતુ તમે તમારા બધા ટાસ્ક પણ આસાનીથી પાર પાડી શકશો. ગણેશજી તો એમ પણ કહે છે કે અંગત જીવન પણ જાણે સોળે કળાએ ખીલી જશે. એક અત્યંત લકી દિવસ છે આજનો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે પાક્કા વકોર્હોલિક છો એમાં કોઈ બેમત નથી. જોકે આ બધી બાબતોમાં તમે તમારી પર્સનલ લાઇફ સાવ જ ભૂલી જાઓ એ નહીં ચાલે એવી સલાહ ગણેશજી આપે છે. તમારા જીવનસાથી સાથેના મતભેદો દૂર કરો અને ખૂબ જ શાંતિથી કામ લો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજના જેવો દિવસ ભાગ્યે જ આવતો હોય છે. આજે અનેક લોકો દ્વારા મળનારા સરપ્રાઇઝને કારણે તમે ખુશ હશો, પરંતુ સાથે અચાનક આવી ચડેલા લોકોને કારણે તમે તમારા મિત્રો સાથે યોજેલી પાર્ટીની મજા બગડી જશે. ઑફકોર્સ, એને લીધે તમારા મિત્રોનો મૂડ બગડશે એમ ગણેશજી જણાવે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


કામ અને કારકિર્દી અત્યારે તમારું મુખ્ય ફોકસ છે. જોકે તમારા અતિ વ્યસ્ત દિવસની પૂર્ણાહુતિ મિત્રો સાથે શાંતિથી સંગીત સાંભળતાં-સાંભળતાં થશે એમ ગણેશજી જણાવે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારી ક્રીએટિવિટી જાણે સોળે કળાએ ખીલી છે અને તમને મળેલા સપોર્ટમાં તમે બેસ્ટ પફોર્ર્મ કરી શકશો. કદાચ આજે કામના સ્થળે ધાર્યા કરતાં કંઈક વિપરીત જ પરિણામ આવશે. જોકે એને કારણે નિરાશ ન થતાં એવી સલાહ ગણેશજી આપે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


કદાચ તમે જેની અપેક્ષા કરી હતી એના કરતાં અનેકગણું કુદરત પાસેથી તમને પ્રાપ્ત થયું છે જેને લીધે તમારો કુદરત પરનો વિશ્વાસ બમણો થઈ ગયો છે. જોકે પ્રવાહમાં વધુ તણાઈને તમારી કિસ્મતને વારંવાર અજમાવવાની જરૂર નથી એમ ગણેશજી સૂચવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK