તમારી આજ કેવી રહેશે, જાણો તમારી રાશિ

Published: 23rd September, 2012 03:32 IST

આજે લોકો તમારો આભાર માની રહ્યા છે કે નમી-નમીને તમારું અભિવાદન કરી રહ્યા છે તો સમજી લો કે તમે કરેલી મહેનત આખરે રંગ લાવી.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે લોકો તમારો આભાર માની રહ્યા છે કે નમી-નમીને તમારું અભિવાદન કરી રહ્યા છે તો સમજી લો કે તમે કરેલી મહેનત આખરે રંગ લાવી. હવે બને એટલા વધુ ઑર્ગેનાઇઝ થવાની કોશિશ કરજો તેમ જ લોકોના અટેન્શનને એન્જૉય કરો. તમારા જીવન પ્રતિ ર્દીઘદૃષ્ટિ સેવી આગળ વધો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

તમારો પરિવાર આજે તમારી સાથે બેહદ ખુશ છે, એવું ગણેશજી અનુભવી રહ્યા છે. એને એન્જૉય કરો તેમ જ તમારા એજન્ડાથી વિપરીત કોઈ ડીલ થતી હોય તો અત્યાર પૂરતી એને પોસ્ટપોન્ડ કરી દો. ભલે તમારી આજુબાજુનું વાતાવરણ ખૂબ હળવું અને આનંદિત હોય તોય તમે થોડા સાવચેત રહેજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

વિજાતીય લોકો સાથેનું આજનું ઇન્ટરેક્શન ખૂબ મહત્વનો વળાંક લેશે. જેનાથી તમે ખુશ થઈ જશો. બધી પરિસ્થિતિ માટે તૈયાર રહેજો. વિદ્યાર્થીઓ માટે એકદમ શ્રેષ્ઠ સમય છે. તમારાં બાળકોના અભ્યાસને લગતી સમસ્યાઓનો આજે નિવેડો લાવી દેશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમારી સામે કેટલાક એવા સંજોગો ઊભા થશે, જેમાં તમારે ખૂબ નમ્રતાપૂર્વક પણ તમારો મક્કમ નિર્ધાર લોકો સમક્ષ વ્યક્ત કરવો પડશે, એમ ગણેશજી સૂચવે છે. સાંજ સુધીમાં તમે કેટલીક નકામી બાબતોને હૅન્ડલ કરવામાં કંટાળી ગયા હશો છતાં રિલૅક્સ રહેજો. જ્યારે કેટલીક ગૂંચવણભરી સ્થિતિ ઊભી થાય ત્યારે પોતાના નિર્ધારમાં મક્કમ રહેવાની સાથે થોડા ફલેક્સિબલ પણ રહેવું જોઈએ.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

પ્રવાસ પર જવા માટે હવે પૅકિંગ શરૂ કરી દો. તમારા સનગ્લાસિસ અને સનસ્ક્રીન લેવાનું ભૂલતા નહીં. આજનો દિવસ પરિવાર અને મિત્રો સાથે ઘણો બધો ફન અને એન્જૉય કરાવતા જશે. આજે થોડા ગાંડા કાઢવાની છૂટ છે. કોઈને નુકસાન ન કરે પણ બધાને ખુશહાલ કરી દે એવી રમૂજી કરો તો ફિકર નૉટ. તમારી પ્રિય વ્યક્તિ સાથે આજુબાજુના અદ્ભુત વાતાવરણને એન્જૉય કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારા ગોલ સુધી પહોંચવા માટે તમારામાં રહેલી મક્કમતા અને દૃઢ નિર્ધાર જ કાફી છે. તમારી અત્યારની માનસિક સ્થિતિ મુજબ તમે મૅનેજમેન્ટને લગતા સેંકડો ઇશ્યુ તમારી કુશળતાથી એક ઝટકામાં પૂરા કરી દેશો. વિલંબમાં મુકાયેલા અનેક પ્રોજેક્ટને પૂરા કરવા માટે આજે સક્રિય બનશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

લગ્નના ભણકારા જોરશોરથી સંભળાઈ રહ્યા છે અને ઘણા જોરશોરથી સંભળાઈ રહ્યા છે, એમ ગણેશજી આંખ મીંચકારીને જણાવી રહ્યા છે. તમારામાં રહેલી પ્રભાવકતા આજે જાણે સોળે કળાએ ખીલી જશે અને તમને લોકો સાથે વાત કરવામાં તેમ જ લોકોને એન્ટરટેઇન કરવામાં મદદરૂપ નીવડશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે આનંદપ્રમોદ કરવામાં આજનો દિવસ પસાર થઈ જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

કોઈની વાતમાં આવ્યા વિના એક મિત્ર પર ભરોસો મૂકવાનું આજે તમને ફળ મળશે. કેટલાક વિશ્વાસપાત્ર મિત્રો સાથે મળીને થોડીક ભેજાગેપ મસ્તીઓ કરીને ખુશ રહો. તમને મળેલી સફળતાનાં ફળ હવે ચાખી રહ્યાં છો. લોકો પાસેથી મળનારી પારાવાર પ્રશંસાને એન્જૉય કરો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારા પ્રિયજનને ખુશ રાખવામાં આજે તમે બિઝી રહેશો તેમ જ ઘરમાં ચાલી રહેલી નાની-મોટી અવ્યવસ્થા દૂર કરવામાં આજે સફળ રહેશો. ઘણી વાર આવી નાની વાતો તમને પાર વગરનો આનંદ આપી જાય છે. એક જ ઢાંચામાં આગળ વધી રહેલા જીવનને તમારી ગમતી રીતે જીવવા માટે ઉત્સુક બન્યા છો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

સ્વસ્થ થઈ જાઓ, કારણ કે દરેક વખતે તમે ધારો એ જ પ્રમાણે થાય એ જરૂરી નથી, એ ગણેશજી યાદ અપાવે છે. તમારી ફળદ્રુપ કલ્પનાશક્તિને કારણે લોકોમાં ક્રેઝી લાગે એવા આઇડિયાઝને જન્મ આપે છે. તમારાં સપનાંઓને પાંખો આપીને આગળ વધજો અને પૉઝિટિવ રહેજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ઘર ખરીદવા માટે કે એક ગાડીની ખરીદી કરવા માટેની ડીલ ફાઇનલ કરવાનો આજે બેસ્ટ દિવસ છે, એમ ગણેશજી કહે છે. કોઈ બ્રોશર કે કૅટલૉગ કે વેબસાઇટ જેના પર સર્ચ કરવું હોય એ કરો. તમારા ખિસ્સાને પરવડે એ બધું જ ખરીદો તો કોઈ વાંધો નથી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમારા મનને આકર્ષિત કરે એ બધું જ કરવામાં આજે કુદરત તમારી ફેવરમાં છે. તમે ધારેલો ટાસ્ક આજે પૂરો કરી દો પછી થોડી ધમાલ-મસ્તી કરજો. તમને ગમતા લેખકનું પુસ્તક આજથી વાંચવાની શરૂઆત કરો અને થોડી રિલૅક્સિંગ ક્ષણો વિતાવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK