Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જુઓ તમારી આજની રાશિ

21 October, 2014 03:30 AM IST |

જુઓ તમારી આજની રાશિ

જુઓ તમારી આજની રાશિ







એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારા વ્યવસાયી કે અંગત જીવનને લગતા સારા સમાચારને લીધે તમે આનંદિત થઈ જશો. તમે નિષ્ઠાપૂર્વક કરેલાં કાર્યોનાં ફળ આજે મળશે. સાંજના સમયે તમે આનંદપ્રમોદ કરી શકશો.


ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે દરેક વ્યવહારમાં પુષ્કળ દબાણ હેઠળ આવશો. છતાં તમે ઠંડા મગજથી કામ લેતા હોવાથી આ આકરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી શકશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારી સામે કોઈ અણધાર્યા પડકારો આવીને ઊભા રહે તો તમારે ચિત્ત શાંત રાખીને કામ લેવું. જૂની સમસ્યાઓના હલ માટે નવા માર્ગ કાઢવા.


કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે કરકસરમાં માનનારી વ્યક્તિ છો. બિનજરૂરી ખર્ચ થાય એ તમને જરાય ગમતું નથી. જોકે આજે તમારે અનિવાર્યપણે અમુક ખર્ચ કરવા પડશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે પોતાને સોંપાયેલી તમામ જવાબદારીઓ સરસ રીતે બજાવશો. સંતોષજનક કાર્ય કરવાને લીધે તમારામાં નવો જુસ્સો આવશે. સાંજનો સમય પરિવારજનો માટે ફાળવજો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આ રાશિના જે જાતકો પ્રેમમાં છે તેમણે અણધાર્યા બનાવોનો સામનો કરવો પડે એવી શક્યતા છે. જોકે એમાં ગભરાવા જેવું કંઈ નથી. પરિણીત યુગલોનું જીવન સરળતાથી આગળ વધશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


બચત કરવાની તમારી આડતને લીધે તમે ભવિષ્યમાં સંપત્તિનું સર્જન કરી શકશો. જોકે તમારે કોઈ પણ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિઓથી જોજનો દૂર રહેવું.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે મુશ્કેલીઓને કોઈ પણ રીતે નિવારી નહીં શકો. તમારે એમનો સામી છાતીએ સામનો કરવો પડશે. જરૂર પડ્યે તમારે સહયોગીઓની મદદ લેવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે બિઝનેસ સંબંધી મીટિંગ્સ માં વ્યસ્ત રહેશો. જો તમે ઘમંડ નહીં કરો તો સફળતા ચોક્કસ મળશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ સાધવા તથા માનસિક શાંતિ મેળવવા માટે સક્રિય થવાની તમને ઇચ્છા થઈ આવશે. તમે મેડિટેશન કરવાનો પ્રયાસ પણ કરી જોશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારે ખરો ફાયદો કઈ સ્થિતિમાં છે એની સમજ કેળવવાની તથા એનો અમલ કરવાની જરૂર છે. 

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે પોતાના વર્તુળના તમામ લોકોને પોતપોતાની ખરી ક્ષમતા જાણવા માટે પ્રેરિત કરશો. તમે થોડું આત્મચિંતન કે મેડિટેશન કરશો તો તમારા લાભમાં રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2014 03:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK