એક ક્લિક પર જાણો તમારું રાશિફળ

Published: 7th November, 2014 03:30 IST

તમારે પોતાનો દુરાગ્રહી સ્વભાવ છોડી દેવો તથા સ્વજનોની ઇચ્છાઓનો સ્વીકાર કરવો અને તેમને સાંભળી લેવાનો પ્રયાસ કરવો.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમારે પોતાનો દુરાગ્રહી સ્વભાવ છોડી દેવો તથા સ્વજનોની ઇચ્છાઓનો સ્વીકાર કરવો અને તેમને સાંભળી લેવાનો પ્રયાસ કરવો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમારા મનમાં લાગણીઓનું ઘોડાપૂર આવવાનું હોવાથી સાવધાન રહેવું, કારણ કે એને લીધે તમે બિનજરૂરી તકલીફમાં મુકાઈ જાઓ એવું બની શકે. તમારે ચિત્ત શાંત રાખવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમે ભરપૂર આત્મવિશ્વાસને લીધે તમામ કાર્યો એકદમ સહેલાઈથી પાર પાડી શકશો. તમારી ઈર્ષા કરતા અને તમારું નીચાજોણું કરાવવા માગતા અમુક સહયોગીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજે આખો દિવસ તમે લાગણીઓનાં બે અંતિમો વચ્ચો ઝોલાં ખાશો. તમારે ફક્ત એટલું ધ્યાન રાખવું કે તમારા લીધે કોઈનું મન દુભાય નહીં.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહો કે પછી કોઈ તમારા તરફ ધ્યાન જ આપતું ન હોય એવી સ્થિતિ હોય, તમને એ બન્ને સ્થિતિમાં સારું લાગશે. જોકે તમારો ઝુકાવ સૌને ખુશ રાખવા તરફ હશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

સમગ્ર બ્રહ્માંડ આજે તમારી તરફેણમાં છે તેથી આજના દિવસનો મહત્તમ ઉપયોગ કરી લેવો. સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો. તમારે બિનજરૂરી ખર્ચને ટાળવાની જરૂર છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે તમે વ્યવસાયી કામકાજને બાજુએ રાખીને અંગત જીવન પર, ખાસ કરીને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરશો. આજે તમે સંતાનોને ખુશ કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

તમારે રગશિયા ગાડા જેવી જિંદગીમાંથી બહાર આવવાની જરૂર છે. તમારા ગ્રહમાન અનુકૂળ હોવાથી વિજાતીય વ્યક્તિ તમારા જીવનમાં આવશે અને તમારો ઉમંગ વધારશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમે પોતાના જ કાર્યને દાખલારૂપ બનાવીને પોતાની હાથ નીચેના માણસોને તેમની જવાબદારીઓ પૂરી કરવા માટેનું માર્ગદર્શન આપો એ સારું રહેશે. જોકે આમ કરતી વખતે જક્કી વલણ અપનાવવું નહીં. તેમને પોતાના વિચારો માંડવાની છૂટ આપવી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજની ઘટનાઓ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે. અમુક બનાવોને લીધે તમારો પિત્તો જાય એવી પણ શક્યતા છે. કંઈ પણ થાય, તમારે શાંતિ રાખવી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજે ઘણાબધા બનાવો બને એવા યોગ છે. અમુક વખતે તમે સંજોગોને સંભાળી નહીં શકો. જોકે ગ્રહમાન તમારી તરફેણમાં હોવાથી તમારે આત્મવિશ્વાસપૂવર્‍ક આગળ વધવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે તમે ઓછામાં ઓછી મહેનત કરીને વધુમાં વધુ કામ કરવા માટે પોતાની કુશળતાને કામે લગાડશો. આરોગ્યની સમસ્યા પર ધ્યાન આપવાની તમારી ઇચ્છા હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK