મારે જાણવું એ છે કે અમે શું કરીએ તો સફળ ઇન્ટરકોર્સ થઈ શકે? કઈ પોઝિશન અમારા માટે બેસ્ટ રહેશે? પેનિટ્રેશન દરમ્યાન મને ખૂબ ઍન્ગ્ઝાયટી રહે છે. કૉન્ફિડન્સ વધે એ માટે શું કરવું?

પૉઝિશન દર્શાવવા માટેની પ્રતીકાત્મક તસવીર
હું ૨૭ વર્ષનો છું. ગર્લફ્રેન્ડ સાથે છેલ્લા બે મહિનામાં મેં બે વાર ઇન્ટિમસી વધારવાનો પ્રયત્ન કર્યો, પણ અમે એકેય પોઝિશનમાં કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી શકતાં નથી. ફીમેલ સુપિરિયર તેને નથી ફાવતું અને મેલ સુપિરિયરમાં કમ્ફર્ટેબલ નથી. તેને મારા શરીરનો વધુ ભાર સહન નથી થતો. વાત કદાચ સાચી પણ હશે. મારું વેઇટ ૧૦૮ કિલો છે. અમે એ પછી ઇન્ટરકોર્સ કરવાને બદલે ઓરલી જ ઑર્ગેઝમ ફીલ કરાવ્યું. મારે જાણવું એ છે કે અમે શું કરીએ તો સફળ ઇન્ટરકોર્સ થઈ શકે? કઈ પોઝિશન અમારા માટે બેસ્ટ રહેશે? પેનિટ્રેશન દરમ્યાન મને ખૂબ ઍન્ગ્ઝાયટી રહે છે. કૉન્ફિડન્સ વધે એ માટે શું કરવું? - કાંદિવલી
બૉડીની ફલેક્સિબિલિટી સારી હોય તો પણ સેક્સ્યુઅલ લાઇફની શરૂઆતમાં થોડીક ગડમથલ તો રહે જ. તમારું તો વજન પણ ઘણું વધારે છે. જે વ્યક્તિનું વજન વધારે હોય તેણે સમાગમ દરમ્યાન ઉપરની પોઝિશનમાં ન રહેવું જોઈએ. એનાથી સામેવાળી વ્યક્તિને વધુ વજનને કારણે ઇન્ટરકોર્સનો આનંદ નહીં પણ પીડા થવાની શક્યતા વધારે રહે છે. મેદસ્વી વ્યક્તિઓ સ્પૂન પોઝિશન કે ડૉગી પોઝિશન અપનાવી શકે છે, પણ આ તો શૉર્ટ ટર્મ અને ઇન્સ્ટન્ટ ઉકેલ થયો.
ADVERTISEMENT
તમારી ઉંમર જોતાં લાગે છે કે તમારે લાંબા ગાળાનું વિચારવું જોઈએ. તમે ખરેખર તમારી સેક્સલાઇફ માટે ગંભીર હો અને એ લાંબા સમયની ઇચ્છતા હો તો તમારે બીજા કોઈ શૉર્ટકટ અપનાવવાને બદલે વજન ઘટાડવા પર ધ્યાન પરોવવું જોઈએ.
યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ કરીને ફિટ ઍન્ડ ફાઇન બની શકો છો. ઓબેસિટીને કારણે અત્યારે માત્ર પોઝિશનમાં તકલીફ પડી રહી છે; પણ બહુ નજીકના સમયમાં બની શકે કે ઓબેસિટીને લીધે તમને હાઇપરટેન્શન, કૉલેસ્ટરોલ અને ડાયાબિટીઝ જેવા લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર્સ પણ જોવા પડે જે બીજી સેક્સ સંબંધી સમસ્યાઓ પેદા કરશે. એટલે યાદ રાખજો કે સારી સેક્સલાઇફ માટે કઈ પોઝિશન અપનાવવી એના કરતાં પણ વધુ અગત્યનું છે ફિઝિકલી ફિટ રહેવું. આ જ વાત તમે તમારી ગર્લફ્રેન્ડને પણ સમજાવજો અને તેને પણ વેઇટ ઉતારવા માટે પ્રોત્સાહન આપજો.

