બજારમાં જાતજાતનાં સેક્સ-ટૉય્ઝ મળે છે જે મૅસ્ટરબેશન માટે વાપરી શકાય એવાં હોય છે
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૨૬ વર્ષ છે. હું કૉર્પોરેટ જૉબ કરું છું. બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. મૅસ્ટરબેશનમાં વેરિએશન્સ એન્જૉય કરું છું. વાઇબ્રેટર ઉપરાંત અન્ય ચીજો પણ ક્યારેક અંદર નાખવાની આદત છે. જોકે એ પછી મને ખૂબ જ વાઇટ ડિસ્ચાર્જ અને ઈચિંગ થાય છે. ખણી કાઢવાથી ફોલ્લીઓ થાય છે અને એમાં પસ ભરાય છે. કશું જ કર્યા વિના ફોલ્લીઓ બે-ચાર દિવસમાં મટી પણ જાય છે. શું વાઇબ્રેટર કે બીજી કોઈ ચીજ વાપરવાથી ઇન્ફેક્શન થઈ શકે?
વિલે પાર્લે
ADVERTISEMENT
બજારમાં જાતજાતનાં સેક્સ-ટૉય્ઝ મળે છે જે મૅસ્ટરબેશન માટે વાપરી શકાય એવાં હોય છે. જોકે એ ચીજોની યોગ્ય સફાઈ જાળવવી જરૂરી છે. એટલું જ નહીં, એ બીજા કોઈ સાથે શૅર પણ ન કરવાં જોઈએ. જો તમે વાઇબ્રેટર એક્સક્લુઝિવલી તમારા માટે જ રાખો અને મૅસ્ટરબેશન પહેલાં અને પછી એ સાધન અને પ્રાઇવેટ પાર્ટ બન્નેને સ્વચ્છ પાણીથી સાફ કરો તો ઇન્ફેક્શન થવાના ચાન્સિસ નહીં રહે. હવે આવીએ બીજી વાત પર.
તમે એવું પણ કહ્યું છે કે તમે વાઇબ્રેટર્સ ઉપરાંત રોજબરોજની ચીજો ઇન્સર્ટ કરતાં રહો છો અને એનો આનંદ લો છો. તમને ખાસ કહેવાનું વાઇબ્રેટર ઇન્જેક્ટ કરવા માટે જ બન્યાં છે અને રોજબરોજમાં વપરાતી ચીજવસ્તુ એના જે-તે ઉપયોગ માટે બની છે એટલે એ ચીજવસ્તુઓને વજાઇનામાં નાખવી જરાય સેફ નથી. એનાથી તમે ઉપાધિ ઊભી કરી શકો છો. એટલે જો તમને વાઇબ્રેટરની જરૂર હોય તો તમે માત્ર સેક્સ-ટૉય્ઝનો જ ઉપયોગ કરો અને અન્ય ચીજવસ્તુઓને પ્રાઇવેટ પાર્ટથી દૂર રાખો. કહ્યું એમ સેક્સ-ટૉય્ઝમાં અનેક પ્રકારની વરાઇટીઓ આવે છે જેનો તમે પૂરતો આનંદ લઈ શકો છો અને એમાં તમને વેરિએશનનો પણ અનુભવ થશે.
હવે વાત કરીએ તમે જેનો જવાબ નથી માગ્યો એ વાતનો. સેક્સનો આનંદ મળી જવાથી લાઇફમાં એકલા રહેવા વિશે પૉઝિટિવ થવું એ જરા વધારે પડતું છે. મૅસ્ટરબેશન પાર્ટનરની કમીને રોકી શકે, પણ પૂરી ન કરી શકે. એટલે માત્ર સેક્સનો આનંદ મળી જવાના હેતુથી એવું માનવું યોગ્ય નથી કે મૅરેજ ન થાય તો ચાલે.


