Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > મૅસ્ટરબેશનમાં વધુ સમય ટકી રહેવા શું કરવું જોઈએ?

મૅસ્ટરબેશનમાં વધુ સમય ટકી રહેવા શું કરવું જોઈએ?

11 December, 2023 10:16 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

તમે જ્યારે હસ્તમૈથુન કરતા હો ત્યારે મનમાં કોઈ ફૅન્ટસી ચાલતી હશે, જે તમને વધુપડતા એક્સાઇટ કરી દે છે એટલે સ્ખલન વહેલું થઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર

કામવેદ

પ્રતીકાત્મક તસવીર


મૂળ હું સુરતનો, પણ છેલ્લાં ચારેક વર્ષથી મીરા રોડમાં રહું છું. મારી ઉંમર ૨૮ વર્ષ છે. લગ્નને બે વર્ષ થયાં છે. લગ્ન પહેલાં હું હસ્તમૈથુન કરતો હતો ત્યારે મને ઝડપથી વીર્યસ્ખલન થઈ જતું. મને ડર હતો કે લગ્ન પછી પત્ની સાથે સમાગમ કરતી વખતે પણ શીઘ્રસ્ખલન થઈ જશે કે શું? જોકે એવું ન થયું. સમાગમ વખતે આપમેળે ઇન્દ્રિયમાં ઉત્તેજના વધુ ટકવા લાગી. ફોરપ્લે દરમ્યાન પણ કોઈ જ વાંધો નહોતો આવતો. સમાગમનો ગાળો પણ નૉર્મલ રહેવા લાગ્યો. જોકે હમણાંથી શીઘ્રસ્ખલનની સમસ્યા ફરી શરૂ થઈ છે. પત્ની પ્રેગ્નન્ટ હોવાથી સમાગમમાં છુટ્ટી છે અને હસ્તમૈથુનથી સંતોષ લઉં છું. લગ્ન પહેલાં જે સમસ્યા હતી એ ફરીથી થવા માંડી છે. સમાગમની સરખામણીએ હસ્તમૈથુનમાં ખૂબ ઝડપથી વીર્ય નીકળી જાય છે. હું આઠથી દસ દિવસે એક જ વાર હસ્તમૈથુન કરું છું. ફ્રીક્વન્સી વધારે ન હોવા છતાં શીઘ્રસ્ખલન થઈ જાય છે. તો શું આ કોઈ આંતરિક તકલીફની શરૂઆત હશે? 
મીરા રોડ


તમે લગ્ન પહેલાં હસ્તમૈથુન કરતા હતા ત્યારે પણ ઝડપથી સ્ખલન થતું હતું અને અત્યારે કરો છો ત્યારે પણ અને જ્યારે તમે સમાગમ કરો છો ત્યારે શીઘ્રસ્ખલનની તકલીફ નથી થતી. આ પરિસ્થિતિ મુજબનો બદલાવ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી. એક વાત સમજવી જોઈએ કે વ્યક્તિ અચાનક ખૂબ જ ઉત્તેજના અનુભવતી હોય તો શીઘ્રસ્ખલન થાય. તમે જ્યારે હસ્તમૈથુન કરતા હો ત્યારે મનમાં કોઈ ફૅન્ટસી ચાલતી હશે, જે તમને વધુપડતા એક્સાઇટ કરી દે છે એટલે સ્ખલન વહેલું થઈ જાય છે. કેટલાક લોકો માટે હકીકત કરતાં કલ્પના વધુ ઉત્તેજના પેદા કરનારી હોય છે. તમારી વાતો સાંભળતાં એવું લાગે છે કે તમે એમાંના એક છો એટલે જ તમને સમાગમ કરતાં એની કલ્પનાથી વધુ એક્સાઇટમેન્ટ થાય છે. ઉત્તેજનાનો આવેગ વધુ એટલી ઝડપથી ચરમસીમાએ પહોંચી જવાય એવું બને. તમારે જો મૅસ્ટરબેશન વખતે સ્ખલનને લંબાવવું હોય તો સ્ટૉપ ઍન્ડ સ્ટાર્ટ ટેક્નિકનો પ્રયોગ કરો. હવે હસ્તમૈથુન દરમ્યાન જ્યારે તમને લાગે કે સ્ખલન થવામાં છે ત્યારે હાથની મૂવમેન્ટ અટકાવી દો. ઉત્તેજના થોડીક ઓસરશે. અડધી મિનિટનો ગૅપ લો અને ફરી તમને ગમતી ક્રિયા શરૂ કરો. એમ કરવાથી સ્ખલન લંબાશે અને આનંદ પણ વધશે.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2023 10:16 AM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK