ભાઈને મેં સવાલ કર્યો કે આવું પૂછવાનું કારણ શું? તો જવાબ મળ્યો કે મૅરિડ એવા એ ભાઈને ઇન્ટિમેટ રિલેશન માટે સહેજ પણ મન નથી થતું. તેમની ઉંમર જાણીને તમને પણ નવાઈ લાગશે. એ મહાશયની ઉંમર માત્ર ૩૯ વર્ષની હતી.
પ્રતીકાત્મક તસવીર
હમણાં મુંબઈના એક ફંક્શનમાં એક ભાઈ મળ્યા. વાત-વાતમાં અચાનક જ એ ભાઈએ એક પ્રશ્ન કર્યો કે એવી કઈ એજ કે જ્યારે ઇન્ટિમેટ થવાનું મન ન થાય? બાયોલૉજિકલ એવી કોઈ ઉંમર ક્યારેય પુરવાર નથી કે ફલાણા કે ઢીંકણા વર્ષના થઈએ એટલે ફિઝિકલ રિલેશનની ઇચ્છાઓ બંધ થઈ જાય પણ હા, બૉડીમાં હૉર્મોનલ ચેન્જિસ શરૂ થયા પછી ઇચ્છા ઓછી થવા લાગે. પણ આ વાત વ્યક્તિએ-વ્યક્તિએ અલગ હોઈ શકે છે. એટલે એ ભાઈને મેં સવાલ કર્યો કે આવું પૂછવાનું કારણ શું? તો જવાબ મળ્યો કે મૅરિડ એવા એ ભાઈને ઇન્ટિમેટ રિલેશન માટે સહેજ પણ મન નથી થતું. તેમની ઉંમર જાણીને તમને પણ નવાઈ લાગશે. એ મહાશયની ઉંમર માત્ર ૩૯ વર્ષની હતી.



