Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > વાયેગ્રાની એકને બદલે બે ગોળી લઉં તો સેક્સનો આનંદ મળે છે

વાયેગ્રાની એકને બદલે બે ગોળી લઉં તો સેક્સનો આનંદ મળે છે

05 January, 2022 01:19 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મને છેલ્લાં બારેક વર્ષથી બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝની તકલીફ છે અને વાઇફની બ્લડ-પ્રેશરની દવા ચાલુ છે. અમે બન્ને નિયમિત દવાઓ લઈએ છીએ અને મહિનામાં બે વાર સમાગમ કરીએ છીએ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર ૬૧ વર્ષની છે. મને છેલ્લાં બારેક વર્ષથી બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝની તકલીફ છે અને વાઇફની બ્લડ-પ્રેશરની દવા ચાલુ છે. અમે બન્ને નિયમિત દવાઓ લઈએ છીએ અને મહિનામાં બે વાર સમાગમ કરીએ છીએ. જોકે એ માટે હું વાયેગ્રા લઉં છું. હમણાંથી વાયેગ્રા પછી પણ યોગ્ય કડકપણું આવતું નથી. આવે તો લાંબો સમય ટકતું નથી એટલે અમે મારું ડાયાબિટીઝ અને વાઇફનું બ્લડ-પ્રેશર ચેક કરાવ્યું તો ખબર પડી કે એ કન્ટ્રોલમાં નથી. એ પછી મેં એક્સપરિમેન્ટ ખાતર વાયેગ્રાની બે ગોળીઓ ચાલુ કરી તો ઉત્તેજના સારી આવી અને સમાગમ પણ શક્ય બન્યો. શું અમે આવું રેગ્યુલરલી કરી શકીએ? વાઇફની પણ ઈચ્છા એવી છે કે હું વાયેગ્રાની બે ગોળી લઉં પણ એવું કરવાથી મને કે તેને કોઈ નુકસાન થાય ખરું? 
ભાઈંદરના રહેવાસી

એક વાત સમજી લો કે તમારે ડાયાબિટીઝને અને વાઇફે બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવાનું છે અને એ બહુ જરૂરી છે. વાયેગ્રાનો ડોઝ વધારવા જેવા નિર્ણયો જાતે ન લેવા જોઈએ અને ધારો કે એવું તમે કર્યું અને તમને એમાં ઇલાજ મળી પણ ગયો તો એ ટેમ્પરરી ઉકેલ માત્ર છે, પણ જો ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર તમે કન્ટ્રોલમાં લાવશો તો તમારી સેક્સ લાઇફ વ્યવસ્થિત ગોઠવાશે અને એ કાયમી ઉકેલ જેવું હશે. માત્ર સેક્સ્યુઅલ લાઇફ જ નહીં, ઓવરઑલ શરીર માટે પણ એ ખૂબ ફાયદાકારક છે. 
શારીરિક આનંદ ખાતર જાતે જ વાયેગ્રાનો ડોઝ વધારવાની માનસિકતા ગેરવાજબી છે. તમે ફોરપ્લે થકી પણ સેક્સનો આનંદ મેળવી શકો છો અને મહર્ષિ વાત્સાયાને પણ એવાં જ કોઈ દૃષ્ટિકોણ સાથે સમાગમ પહેલાંની ક્રીડાને મહત્ત્વ આપ્યું છે. જે ઉંમરે તમે છો એ જોતાં એક જ પ્રામાણિક સલાહ આપવાની કે તમે હેલ્થના ભોગે કોઈ જાતના એક્સપરિમેન્ટ નહીં કરો. ડાયાબિટીઝ-બ્લડ પ્રેશર જેવી તકલીફ હોય ત્યારે વાયેગ્રા જેવી દવાનો ડોઝ કોઈ પણ જાતની સલાહ વિના જાતે જ વધારી દેવો એ મુર્ખામી છે. વહેલી તકે ફૅમિલી ડૉક્ટરને મળો અને તેઓ જે પ્રિસ્ક્રાઇબ કરે એને જ ફૉલો કરો.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2022 01:19 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK