Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > સેક્સની માગ કરું તો વાઇફ ધર્મધ્યાન યાદ દેવડાવે છે

સેક્સની માગ કરું તો વાઇફ ધર્મધ્યાન યાદ દેવડાવે છે

07 June, 2023 04:36 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

વાઇફને ફિઝિકલ રિલેશનમાં ઇન્ટરેસ્ટ ન હોય તો તેને એ દિશામાં વાળવાનું કામ કરો અને એ ધીરજ સાથે કરો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

કામવેદ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


મારી ઉંમર પ૯ વર્ષની છે, હું નિવૃત્ત બિઝનેસમૅન છું. હું ઘરે નિવૃત્ત લાઇફ માણું છું, પણ આ નિવૃત્તિ મારી બગડી હોય એવું મને લાગે છે. પહેલાં તો એટલી ભાગદોડ રહેતી કે ઘરે રહેવાનો સમય નહોતો મળતો, પણ હવે સમય મળે છે તો એકાંતમાં વાઇફ સાથે સેક્સ માણવાનું મન બહુ થાય, પણ મારી વાઇફને ઇચ્છા થતી નથી. તેને એવું લાગે છે કે હું જે ડિમાન્ડ કરું છું એ ગેરવાજબી છે અને હવે મારે ધર્મધ્યાન તરફ વળી જવું જોઈએ. હું પ્રયત્ન કરું કે મન ભગવાનના નામમાં રહે, પણ એવું કરું એવા સમયે પણ મનમાં પેલો સેક્સભાવ તો અકબંધ રહે એટલે વધારે પાપભાવ કનેડે છે. શું તમને એવું લાગે છે કે હવે આ પ્રકારના વિચારો મનમાં ન આવવા જોઈએ?

બોરીવલી



સેક્સને કોઈ ઉંમર હોતી નથી એટલે એવું માનવું ભૂલભરેલું છે. આ આપણે ત્યાં પ્રવર્તતી ગેરમાન્યતા છે કે બાળકો મોટાં થઈ જાય એટલે શારીરિક સંબંધો વિશે બોલવું, વિચારવું કે પછી એની માગ કરવી એ ખોટી વાત કહેવાય. હા, માનમર્યાદા અને ઔચિત્ય ઉંમરની સાથે આવવા જોઈએ એ પણ એટલું જ જરૂરી છે. તમારી વાતમાં કોઈ પ્રકારનો વિનયભંગ થતો હોય એવું લાગતું નથી એટલે એ બાબતમાં તમે નિશ્ચિંત રહો.સેક્સ એ પાપ નથી.


વાઇફને ફિઝિકલ રિલેશનમાં ઇન્ટરેસ્ટ ન હોય તો તેને એ દિશામાં વાળવાનું કામ કરો અને એ ધીરજ સાથે કરો. ફોર-પ્લે વિશે તમે જાણતા હશો. ફોર-પ્લે એટલે કે સેક્સ પહેલાંની ક્રીડાથી તેના મનમાં સેક્સ માટેના ભાવ જગાડશો તો તેને પણ એમાં રસ પડશે અને તે પોતાની તૃિપ્ત માટે સહકાર આપવાનું શરૂ કરે એવું બની શકે. આપણે ત્યાં જોવા મળ્યું છે કે મોનોપૉઝ પહેલાંનાં દોઢ-બે વર્ષ અને મોનોપૉઝ પછીનો પણ એટલો જ સમયગાળો એવો હોય છે જેમાં સ્ત્રીનો સ્વભાવ થોડો ચીડિયો થઈ જાય તો અમુક સ્ત્રીઓને સેક્સ પ્રત્યેની રુચિ બિલકુલ ઝીરો થઈ જાય. તમે વાઇફનો મોનોપૉઝનો પિરિયડ ચાલતો હોઈ શકે. આ કુદરતી પ્રક્રિયા છે એટલે એના વિશે વધારે ચિંતિત થવાની જરૂર નથી. તેને શારીરિક સંબંધોમાં નવેસરથી જાગ્રત કરવાનું કામ પણ ફોર-પ્લે કરશે એટલે એના પર ધ્યાન આપો.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2023 04:36 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK