Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > મૅસ્ટરબેશન શરીરને સાચવે, પણ મનને ભટકાવી દે છે

મૅસ્ટરબેશન શરીરને સાચવે, પણ મનને ભટકાવી દે છે

Published : 23 February, 2026 03:09 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

પૉર્ન જોવું કે પછી મૅસ્ટરબેશન કરવું ખરાબ નથી, પણ જો એ નિયમિત જોવામાં આવે અને નિયમિત આ પ્રક્રિયા કરવામાં આવે તો મગજ હાઈ લેવલના ડોપમીનનું આદિ બની જાય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


હમણાં મને પાંત્રીસેક વર્ષની એક લેડી મળી. તે લેડીનો પ્રશ્ન થોડો વિચિત્ર હતો. તે લેડીનું કહેવું હતું કે તેને છેલ્લા થોડા સમયથી પૉર્ન જોવાની અને એ જોયા પછી મૅસ્ટરબેશનની આદત પડી ગઈ છે અને હવે તેને રિયલ પાર્ટનર સાથે રહેવાની કે ઇન્ટિમેટ થવાની જરૂર નથી લાગતી. આ જે સિચુએશન છે એને ડીસેન્સિટિઝેશન કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે ઇમોશન્સમાં ઘટાડો. સેક્સોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટ આને એક પ્રકારની બીમારી ગણાવે છે અને એના માટે ટ્રીટમેન્ટ પણ છે, પરંતુ આપણે વાત બીજા વિષય પર કરવાની છે.

પૉર્ન જોવું કે પછી મૅસ્ટરબેશન કરવું ખરાબ નથી, પણ જો એ નિયમિત જોવામાં આવે અને નિયમિત આ પ્રક્રિયા કરવામાં આવે તો મગજ હાઈ લેવલના ડોપમીનનું આદિ બની જાય છે જે પ્રૅક્ટિકલ લાઇફમાં ધીમે-ધીમે મળવાનું શરૂ થતું હોય છે. આ પ્રકારની લતને કારણે માણસમાં ઇમોશનલ ડમ્બનેસ આવવાની શરૂ થઈ જાય છે અને એની આડઅસર તમામ પ્રકારના સંબંધોમાં દેખાવાની શરૂ થઈ જાય છે. મૅસ્ટરબેશનની ખાસ વાત એ છે કે એ શરીરને સંતોષ આપે છે, પણ મનને એકલું પાડી દે છે.



જો એક પાર્ટનરને આવી આદત હોય અને એ પછી જ્યારે ઇન્ટિમેટ રિલેશનશિપ માટે તેનો સાથી તેને મળે એ સમયે ડોપમીન લેવલ ધીમું હોવાથી આદત ધરાવતા પાર્ટનરમાં ઇરિટેશન કે પછી એ પ્રક્રિયા જલદી પતાવવાની માનસિકતા આવી શકે છે. જો એને એ પછી પણ રોકવામાં ન આવે તો એક તબક્કો એવો પણ આવી શકે કે ઑપોઝિટ ટચથી પણ ઇરિટેશન આવવા માંડે અને પરિણામે સંબંધોમાં માનસિક અંતર વધવા માંડે અને પછી રિલેશનશિપ તૂટવા પર આવી જાય. સામા પક્ષે આવી આદત ધરાવતા પાર્ટનરને પણ ડિપ્રેશનનો પૂરેપૂરો ભય રહે છે.


પૉર્ન આર્ટિફિશ્યલ છે, શૂટિંગ છે અને મૅસ્ટરબેશન કલ્પના છે. આ બન્નેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી એટલે એના દ્વારા જનરેટ થતા ડોપમીનની લાઇફ ક્ષણજીવી છે. દારૂ જેવી. જેવો નશો ઊતર્યો કે તરત જ એ દિશામાં મન આગળ દોડવા માંડ્યું. વન્સ ઇન વાઇલ, આ પ્રક્રિયાને રોમાંચ તરીકે લઈ શકાય, પણ જો એ દર બીજા અને ત્રીજા દિવસે જીવનમાં આવે તો ચેતી જવું જોઈએ.

આનાથી બચવાનો સૌથી સરળ રસ્તો છે ડિજિટલ ડિટૉક્સ. એ પ્રકારના સોર્સ અને એ પ્રકારનું કન્ટેન્ટ આપનારાઓથી અંતર કરો. યોગ અને મેડિટેશન જેવી પ્રવૃત્તિ તરફ વળો અને એનાથી પણ સૌથી સારો રસ્તો છે કે જો પાર્ટનર હોય તો તેની સાથે વાત કરો અને તમારી શારીરિક જરૂરિયાત વિશે તેને અવગત કરો. આ સૌથી સમજદારીનું પગલું છે. નહીં તો વાત છેક કાઉન્સેલર કે થેરપિસ્ટ સુધી પહોંચી શકે છે. બહેતર છે કે ડિજિટલ ડિટૉક્સ કરવું અને મેલ/ફીમેલ પાર્ટનર સાથે એની ચર્ચા કરવી.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 03:09 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK