Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > યાર, બહુ ગરમી છે... પ્રેમમાં જરા બ્રેક આપો

યાર, બહુ ગરમી છે... પ્રેમમાં જરા બ્રેક આપો

29 March, 2024 08:00 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ડેટિંગ પાર્ટનરને ડિચ કરી નવી કંપની એન્જૉય કરવાનો વેસ્ટર્ન ટ્રેન્ડ ભારતમાં પણ આવી ગયો છે

પ્રતીકાત્મક તસવીર

સંબંધોનાં સમીકરણ

પ્રતીકાત્મક તસવીર


મૉડર્ન જમાનાના પ્રેમમાં સ્થિરતા ઓછી હોય છે. સંબંધોનાં સમીકરણો સતત બદલાતાં રહે છે. એવામાં આજકાલ સમર શેડિંગના નામે એક લેટેસ્ટ ડેટિંગ ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ કહે છે કે ગરમીની સીઝનમાં જૂના પ્રેમને સાઇડલાઇન કરીને કંઈક નવું એક્સ્પ્લોર કરો. એ નવી વ્યક્તિ પણ હોઈ શકે કે નવી પ્રવૃત્તિ પણ. ઉનાળાની ગરમીમાં ડેટિંગ પાર્ટનરને સાઇડલાઇન કરી નવી કંપની એક્સ્પ્લોર કરવાનો આ ટ્રેન્ડ યંગસ્ટર્સને કૂલ લાગી રહ્યો છે ત્યારે જરા સમજીએ એની આંટીઘૂંટી

વેસ્ટર્ન કલ્ચરની ​ગિફ્ટ એવા ડેટિંગ ટ્રેન્ડથી ઇન્ડિયન યંગસ્ટર્સ પણ ખૂબ પ્રભાવિત છે જ. એકમેકને સમજવા માટે શરૂ થતા ડેટિંગની પણ હવે તો જાતજાતની વ્યાખ્યા થવા માંડી છે. ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ, ઓપન રિલેશનશિપ, સિચુએશનશિપ, કૅઝ્‍યુઅલ રિલેશનશિપ જેવાં વિવિધ પ્રકારનાં ડેટિંગ ઓછાં હતાં કે હવે એમાં વધુ એક ‘સમર શેડિંગ’ ડેટિંગનો વાયરો શરૂ થયો છે. એક ડેટિંગ ઍપે કરેલા સર્વેના રિપોર્ટ મુજબ ઉનાળાની સીઝનમાં ૬૭ ટકા લોકો પ્રેમસંબંધોને કાં તો પડતા મૂકે છે કાં પછી તેમને સાઇડલાઇન કરીને પડતા મૂકવામાં આવ્યા હોય છે. આ રિપોર્ટ પછી જાણે રિલેશનશિપમાં પ્રેમભર્યા સંબંધોને ઉનાળામાં વિરામ આપવાનો અનઑફિશ્યલ ટ્રેન્ડ શરૂ થયેલો.  જે હવે સમર શેડિંગના નામે છેલ્લા બે વર્ષથી ચલણમાં આવ્યો છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં શરૂ થયેલો આ ટ્રેન્ડ સોશ્યલ મીડિયાના માધ્યમથી હવે ઇન્ડિયાના યુથ સુધી પહોંચી ગયો છે. સોશ્યલ મીડિયા પર સમર શેડિંગના ટ્રેન્ડને ઘણા લોકો કૂલ ગણાવી રહ્યા છે, તો બીજી બાજુ ઘણા લોકો એની નેગેટિવ ઇફેક્ટને પણ હાઇલાઇટ કરી રહ્યા છે. 

સમર શેડિંગ એટલે શું? 
નામને જ સમજીએ તો ગરમીની સીઝનમાં શેડિંગ કરવું. સાપ જેમ કાંચળી ઉતારીને નવું કલેવર ધારણ કરે એમ જો તમને લાગતું હોય કે પ્રેમસંબંધોમાં મુશ્કેલી લાગી રહી છે તો થોડા સમય માટે એ સંબંધને શેડમાં મૂકી દેવો. જૂની વસ્તુ કે વ્યક્તિને શેડ કરવાથી તમને નવી તાજગી મહેસૂસ થશે, જે નવા સંબંધોને પાંગરવા માટે મોકળું મેદાન આપશે. ડેટિંગના આ નવા કન્સેપ્ટમાં શું હોય છે એ વિશે જણાવતાં રિલેશનશિપ કન્સલ્ટન્ટ દીપિકા શાહ કહે છે, ‘આમાં તમારા ડેટિંગ પાર્ટનર સાથે થોડા સમય માટે અથવા હંમેશ માટે દૂરી બનાવીને મેન્ટલ પીસ, પર્સનલ ગ્રોથ, મી ટાઇમ, ફૅમિલી-ફ્રેન્ડ્સ સાથે ટાઇમ સ્પેન્ડ કરવાની અને ટેમ્પરરી હુકઅપ્સની વાત છે, જે ​માઇન્ડને રિલૅક્સ ફીલ કરાવે છે.’સમર જ કેમ?
અલબત્ત, સહજ સવાલ થાય કે આવું તો કોઈ પણ સમયે કરી શકાય. એ માટે વળી સમર સીઝન જ શું કામ પસંદ કરવામાં આવે છે? તો આનો જવાબ આપતાં દીપિકા શાહ કહે છે, ‘સમર સીઝન એટલે બૅગ પૅક કરીને વેકેશન પર જઈને ફ્રીડમ એન્જૉય કરવાનો સમય. વેકેશન પર જઈએ એટલે તમને નવા-નવા લોકો સાથે ઇન્ટરૅક્ટ થવાનો ચાન્સ પણ મળે. આવા સમયે ઘણા લોકો કોઈ પણ જાતની સિરિયસ કમિટમેન્ટ કે અટેચમેન્ટ વગર લાઇફમાં બસ ફન કરવા ઇચ્છતા હોય છે. એટલે તેઓ તેમના કૅઝ્‍યુઅલ રિલેશનને થોડી વાર માટે સાઇડમાં મૂકીને નવી કંપની એક્સ્પ્લોર કરે છે. બીજું કારણ એ પણ છે કે વેધરના હિસાબે વ્યક્તિના મૂડ પણ ઇફેક્ટ થાય છે, જેમ કે વિન્ટરમાં તમને કફિંગ સીઝનનો ડેટિંગ ટ્રેન્ડ જોવા મળશે. એ સીઝનમાં સિંગલ્સ પણ રિલેશનશિપમાં આવવાની ટ્રાય કરે છે, જેથી તેઓ કડકડતી ઠંડીમાં ગરમ બ્લેન્કેટની અંદર કોઝી થઈ શકે. આવા રિલેશનશિપમાં શૉર્ટ ટર્મ કમિટમેન્ટ હોય છે એટલે જનરલી એને સિચુએશનશિપની કૅટેગરીમાં રાખવામાં આવે છે. વિન્ટર ખતમ થયા બાદ જ્યારે સમર આવે ત્યારે સમર શેડિંગ ડેટિંગ શરૂ થાય છે. સમર સીઝનમાં વ્યક્તિ ચિયરફુલ અને કૂલ મૂડમાં હોય છે એટલે ​​​​​​​​​તેઓ કોઈ પણ જાતના ઇમોશનલ ઇન્વૉલ્વમેન્ટ વગર ફક્ત એક કૅર-ફ્રી એન્જૉયમેન્ટ કરવા ઇચ્છે છે.’ 


સારી અને નરસી બન્ને બાજુ છે
સમર શેડિંગ બેધારી તલવાર જેવું છે જેની પૉઝિટિવ અને નેગેટિવ બન્ને ઇફેક્ટ થઈ શકે છે. આ વિશે સમજાવતાં દીપિકા શાહ કહે છે, ‘જો તમે કોઈ સાથે ટૉક્સિક રિલેશનશિપમાં છો તો તમારા માટે સમર શેડિંગ એમાંથી બહાર આવવાની એક સોનેરી તક છે. તમે આવા રિલેશનશિપમાંથી બ્રેક લઈને મેન્ટલ પીસ માટે ફ્રેન્ડ્સ કે ફૅમિલી સાથે વેકેશન પર જઈ શકો અને રિલૅક્સ ફીલ કરી શકો. એવી જ રીતે જો તમે જેની સાથે રિલેશનમાં છો એ વ્યક્તિ એને કૅઝ્‍યુઅલ માનતી હોય, પણ તમારે માટે એ સિરિયસ છે તો એવા કેસમાં સમર શે​ડિંગને કારણે તમારું હાર્ટ બ્રેક થઈ શકે છે. તમારો પાર્ટનર તમને મૂકીને નવી કંપની એન્જૉય કરવા માટે વેકેશન પર ઊપડી જાય તો તમારી સાથે દગો થયો હોવાની લાગણી તમને થઈ શકે છે.’
મોટા ભાગે લોકો સમર શેડિંગ ટ્રેન્ડમાં પાર્ટનરને ચીટ કરવા લાગે છે, જે ખોટું છે. હકીકતમાં 

તમે સાઇડલાઇન થઈ રહ્યાં છો?
જો તમારા પાર્ટનરને વિશ્વાસમાં લઈને સહમતિથી જો તમે થોડાક સમય માટે એકમેકને સાઇડલાઇન કરો અથવા તો જીવનમાં બીજી પ્રવૃત્તિઓ કે વ્યક્તિઓને મહત્ત્વ આપો તો વાંધો નથી આવતો. આ સમય કદાચ લર્નિંગ એક્સપિરિયન્સ પણ બની શકે. જોકે સમર શેડિંગની નકારાત્મક બાબત એ છે કે એવી વસ્તુ છે જે તમારો પાર્ટનર તમને કહીને નહીં કરે. તો આવા કેસમાં કઈ રીતે ખબર પડે કે તમારો પાર્ટનર તમને સાઇડલાઇન કરી રહ્યો છે? આ વિશે દીપિકા કહે છે, ‘આ વસ્તુ તમારે તમારા પાર્ટનરના બિહેવિયર પરથી જજ કરવાની હોય છે, જેમ કે તમારો પાર્ટનર તમારી સાથે ચૅટ કરવાનું ઓછું કરી દે, ફ્રેન્ડ્સ સાથે વધુ ટાઇમ સ્પેન્ડ કરે, વીક-એન્ડ પર તમારા વગર જ બહાર હરવા-ફરવા નીકળી જાય. તો આવા કેસમાં બન્ને પાર્ટનર્સે સાથે બેસીને ક્લિયર કમ્યુનિકેશન કરવું જોઈએ કે તેઓ તેમના રિલેશનશિપને અહીં જ એન્ડ કરવા માગે છે કે થોડો બ્રેક લઈને પછી એને આગળ વધારવા ઇચ્છે છે.’


હાર્ટબ્રેકને પૉઝિટિવ માઇન્ડસેટ સાથે કરો હૅન્ડલ
સમર શેડિંગને કારણે જેનું હાર્ટ બ્રેક થયું છે તેમને એ સિચુએશનમાં કઈ રીતે ડીલ કરવું જોઈએ એ વિશે દીપિકા શાહ કહે છે, ‘સૌથી પહેલાં તો તમારે તમારું માઇન્ડ સેટ પૉઝિટિવ રાખવું જોઈએ. તમારે એમ વિચારવું જોઈએ કે સારું થયું કે તમે વધુ સિરિયસ થઈ જાઓ એ પહેલાં જ તે તમને છોડીને ચાલ્યો ગયો. તમારે આ ટાઇમ વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે સ્પેન્ડ કરવો જોઈએ અને વેકેશન પર જવું જોઈએ. શું ખબર ત્યાં તમારા વાઇબ કોઈ પર્સન સાથે મૅચ થઈ જાય?’ 

ફન કરતાં પહેલાં આ વસ્તુ ડિસ્કસ કરી લેજો


સમર શેડિંગમાં તમે જેમની સાથે ફન અને એન્જૉયમેન્ટ કરવા ઇચ્છો છો તેમની સાથે પણ કેટલીક બાબતોને લઈને પહેલાં જ ચોખવટ રાખીએ તો આગળ જઈને કો​ઈ ગેરસમજ ન થાય. આ વિશે દીપિકા શાહ કહે છે, ‘બન્ને લોકોએ પહેલેથી જ ડિસ્કસ કરી લેવું જોઈએ કે બન્ને કોઈ જાતના સિરિયસ કમિટમેન્ટ વગર ફક્ત મ્યુચ્યુઅલ એન્જૉયમેન્ટ માટે સમર શેડિંગ રિલેશનશિપમાં આવી રહ્યાં છે. બન્નેએ એકબીજાની ફીલિંગ્સ અને લિમિટ સેટ કરી હોય એને રિસ્પેક્ટ આપવી જોઈએ. સમર શેડિંગનો ફેઝ પૂરો થયા બાદ એ પણ જાણી લેવું જોઈએ કે બન્ને એ રિલેશનશિપને આગળ વધારવા માગે છે કે પોતપોતાના રસ્તે જવા માગે છે.’

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2024 08:00 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK