Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > પર્સનલી મળાતું નથી એટલે સેક્સ ચૅટની આદત પડી છે, ખોટું નથીને?

પર્સનલી મળાતું નથી એટલે સેક્સ ચૅટની આદત પડી છે, ખોટું નથીને?

06 June, 2023 03:03 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

તમે કશું ખોટું કરો છો એવું કહેવાને બદલે હું એવું કહીશ કે તમને તમારા આ પાર્ટનર પર કેટલો ભરોસો છે એ અતિજરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

કામવેદ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


મારી એજ થર્ટીની છે, હું એક કૉર્પોરેટ કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ છું. અત્યારે હું લૉન્ગ-ડિસ્ટન્સ રિલેશનથી જોડાયેલી છું. મારો બૉયફ્રેન્ડ દિલ્હીમાં છે. અમે ૩૦-૪૦ દિવસે વિધાઉટ ફેલ મળવાનું રાખીએ છીએ. થોડા સમયથી અમારી પર્સનલ મીટિંગ ઓછી થઈ ગઈ છે, પણ અમે મેસેન્જર થ્રુ એકબીજા સાથે જોડાયેલાં રહીએ અને એકેક કલાકની અપડેટ લેતાં રહીએ, આપતાં રહીએ. અમને છેલ્લા થોડા સમયથી સેક્સ-ચૅટની આદત પડી છે. અમે એકબીજાને ફોટો પણ શૅર કરીએ છીએ. સેક્સ-ચૅટને લીધે સારું પણ લાગે છે અને હું ઑર્ગેઝમ પર પહોંચું પણ છું, પરંતુ એ બધું કરી લીધા પછી મને મનમાં ડંખ રહે છે. ક્યારેક ડર પણ લાગે.

અંધેરી



તમારો સવાલ સેક્સોલૉજી કરતાં સાઇકોલૉજીને લગતો વધારે છે. તમારી જે એજ છે એ એજ પર ફિઝિકલ પ્લેઝરની આવશ્યકતા હોય એ સ્વાભાવિક છે અને એવા સમયે તમે લૉન્ગ-ડિસ્ટન્સથી જોડાયેલા છો એ તમારી જરૂરિયાતની વીકનેસ છે. તમે કશું ખોટું કરો છો એવું કહેવાને બદલે હું એવું કહીશ કે તમને તમારા આ પાર્ટનર પર કેટલો ભરોસો છે એ અતિજરૂરી છે. જો તમને એક પર્સન્ટની પણ શંકા હોય તો તમારે આ પ્રકારની વાતો મેસેન્જરમાં કરવાની બંધ કરી દેવી જોઈએ. તમારા જ કહેવા મુજબ, તમે એક જાણીતી કંપનીમાં રીસ્પેક્ટેડ પોઝિશન પર છો એટલે તમે સમજી શકો છો કે તમારી આવી ચૅટ કે ફોટોગ્રાફ્સ બહાર આવે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ જવાબ તમને મેં માત્ર ધારણાઓના આધારે આપ્યો છે.


જો તમને તમારા પાર્ટનર પર લગીરે શંકા ન હોય, તમને તેના પર પૂરો વિશ્વાસ હોય અને તમારો આ વિશ્વાસ ઈશ્વરીય શ્રદ્ધાના સ્તરનો હોય તો તમે કરો છો એ કશું ખોટું નથી. અગાઉ આ જ કૉલમમાં કહ્યું છે કે સેક્સ બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે એટલે કે મનમાં હોય છે. મનથી તમે પ્લેઝર મેળવો તો તમે કશું ખોટું કરતાં નથી. આ પ્રકારની ચૅટથી નબળા સમયે અન્ય વ્યક્તિ તરફ ઢળવાની શક્યતા પણ ઘટી જતી હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2023 03:03 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK