કૉન્ડોમ સરકી પડવાનું કારણ એની સાઇઝ ન હોય, કેમ કે એની ઇલૅિસ્ટસિટી એવી હોય છે કે એ સરકી ન જાય
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૨૩ વર્ષની છે. એન્ગેજમેન્ટ થઈ ગયા છે. ફિયાન્સેનું ભણવાનું ચાલતું હોવાથી દોઢેક વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી અમે ઘણો કન્ટ્રોલ રાખ્યો, પણ છેલ્લા દોઢ મહિનામાં અમારાથી બે વાર સંયમ તૂટ્યો. પહેલી વાર અમારી પાસે નિષેધનું કોઈ સાધન ન હોવાથી મેં સ્ખલન બહારની તરફ કરેલું અને એ પછીના અઠવાડિયે જ તેના પિરિયડ્સ ચાલુ થઈ ગયા, પણ એ દરમ્યાન અમને બન્નેને ખૂબ ટેન્શન હતું. એ ટેન્શનને લીધે જ હું બીજી વાર કૉન્ડોમ લઈને ગયેલો, પણ ખબર નહીં મૂવમેન્ટ દરમ્યાન એ સરકી ગયું હશે એટલે સ્ખલન પછી ભરેલું કૉન્ડોમ વજાઇનલ કૅવિટીમાં ભરાઈ ગયું, જેને હાથેથી મારે બહાર કાઢવું પડેલું. પ્રૉપર સાઇઝ માટે શું કરવું? આવા સંજાગોમાં ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી જાઈએ?
મલાડ
ADVERTISEMENT
કૉન્ડોમ સરકી પડવાનું કારણ એની સાઇઝ ન હોય, કેમ કે એની ઇલૅિસ્ટસિટી એવી હોય છે કે એ સરકી ન જાય. કૉન્ડોમ નીકળી જવાનું કારણ એ બરાબર પહેરાયું ન હોય એ હોઈ શકે છે. બજારમાં મળતાં મોટા ભાગનાં કૉન્ડોમ્સ એકદમ ફ્લૅક્સિબલ હોય છે. કૉન્ડોમ હંમેશાં પેનિસ બરાબર ઉત્તેજિત થઈ જાય એ પછી જ પહેરવું જોઈએ. પેનિસની ટિપ પરથી ઉપર તરફ કૉન્ડોમને અનરોલ કરતા જવું. છેક પેનિસના મૂળ સુધી અનરોલ કરીને લઈ જવામાં ન આવે તો ક્યારેક મૂવમેન્ટ દરમ્યાન કૉન્ડોમ સરકી જઈ શકે છે. ધારો કે કૉન્ડોમ સરકીને બહાર નીકળી જાય અથવા તો યોનિમાર્ગમાં ફસાઈ જાય તો એવા સમયે સ્પર્મ અંદર જતું રહે એવી શક્યતા રહે છે. જો તમને જરા પણ શંકા હોય કે સ્પર્મ વજાઇનામાં ગયું હશે તો એવા સંજાેગોમાં રાહ જોવાને બદલે તમારે ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લઈ લેવી જોઈએ. કૉન્ડોમ પ્રૉપરલી પહેરતાં શીખી લેવું પણ જરૂરી છે, કેમ કે વારંવાર ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવી હિતાવહ નથી. અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ટાળવી હોય તો કૉન્ડોમ વિના સેક્સ કરવાનું જોખમ ન જ લેવું. ખાસ કરીને અરેન્જ્ડ મૅરેજમાં આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. કબૂલ કે વીર્યસ્ખલન બહાર કરવાની પુલ-આઉટ મેથડ છે, પણ એ સેફ નથી જ નથી. ક્યારેક સ્પર્મનું એકાદ ટીપું અંદર પડી જાય તો સમસ્યા સર્જાઈ શકે છે.


