Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > પ્લેટૉનિક રિલેશનશિપ ફિઝિકલ ઍટ્રૅક્શન વિનાની રિલેશનશિપ શક્ય છે ખરી?

પ્લેટૉનિક રિલેશનશિપ ફિઝિકલ ઍટ્રૅક્શન વિનાની રિલેશનશિપ શક્ય છે ખરી?

Published : 03 August, 2026 07:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શું યુવક અને યુવતી માત્ર સારા મિત્રો રહી શકે? પ્લેટૉનિક લવ શું છે, માનસિક જોડાણ ક્યારે શારીરિક આકર્ષણમાં બદલાઈ શકે અને આવા સંબંધોમાં સ્વસ્થ બાઉન્ડરી કેમ જરૂરી છે તે અંગે નિષ્ણાતની સરળ સમજ.

પ્લેટૉનિક રિલેશનશિપ ફિઝિકલ ઍટ્રૅક્શન વિનાની રિલેશનશિપ શક્ય છે ખરી?

પ્લેટૉનિક રિલેશનશિપ ફિઝિકલ ઍટ્રૅક્શન વિનાની રિલેશનશિપ શક્ય છે ખરી?


હમણાં એક યંગસ્ટર મળ્યો. તેણે પોતાની રિલેશનશિપની કેમિસ્ટ્રી વિશે વાત કરતાં કહ્યું, ‘હું એક છોકરી સાથે ચારેક વર્ષથી બહુ ક્લોઝ છું. અમારી વચ્ચે મેન્ટલ અટૅચમેન્ટ ખૂબ સરસ છે, પણ અમારા બીજા ફ્રેન્ડ્સ કહે છે કે યંગ છોકરો અને છોકરી ક્યારેય ‘માત્ર મિત્રો’ ન રહી શકે.’ 
તેનો પ્રશ્ન હતો કે શું આજના સમયમાં ફિઝિકલ રિલેશન વિનાનો પ્રેમ, પ્લેટૉનિક રિલેશનશિપ શક્ય છે કે પછી ક્યારેક ને ક્યારેક ફિઝિકલ રિલેશન સુધી એ રિલેશનશિપ પહોંચી જ જાય? 
પ્લેટૉનિક લવ. આ શબ્દ બોલતાં પહેલાં એને સમજવો જોઈએ. જેમાં વાસના નથી, જેમાં માત્ર મેન્ટલ અને સૉલ લેવલ પર જોડાવાની વાત છે એ પ્લેટૉનિક લવ. સાઇકોલૉજી અને સેક્સોલૉજીની દૃષ્ટિએ પણ આ રિલેશનને સમજવું જોઈએ. 
માનવશરીર અને મનની રચના એવી છે કે ઍટ્રોસેક્સ્યુઅલ ઍટ્રૅક્શન એક નૉર્મલ અને નૅચરલ બાયોલૉજિકલ પ્રોસેસ છે. મેલ અને ફીમેલમાં ઍટ્રૅક્શન માટે જે ડોપમાઇન અને ઑક્સિટોસિન બનાવ્યાં છે એ વિજાતીય લોકોને મેન્ટલ લેવલ પર નજીક લાવવાનું કામ કરે છે અને એટલે જ સમય જતાં એ મેન્ટલ ઍટ્રૅક્શન 
ફિઝિકલ ઍટ્રૅક્શનમાં કન્વર્ટ થઈ શકે છે અને આ વાત એકદમ સહજ છે. આજના સમયમાં પ્લેટૉનિક રિલેશનશિપ પૉસિબલ છે, પણ એ શરતોને આધીન છે અને એટલે જ રૅર ઑફ ધ રૅરેસ્ટ માનવામાં આવે છે. બન્ને વ્યક્તિમાં હાઈ સ્તરની મૅચ્યોરિટી, ક્લૅરિટી અને સેલ્ફ-કન્ટ્રોલ હોય ત્યારે જ એ શક્ય બને છે. 
પ્લેટૉનિક રિલેશનશિપમાં મોટો પડકાર એ છે કે ક્યારે એ ઇમોશનલ ઍટ્રૅક્શન ફિઝિકલ ઍટ્રૅક્શનમાં કન્વર્ટ થઈ જાય એ કહી શકાય નહીં. મારી પ્રોફેશનલ કરીઅરમાં એવા અમુક કેસ આવ્યા છે જેમાં આ પ્રકારની રિલેશનશિપ સમય જતાં ફિઝિકલ ઍટ્રૅક્શનમાં કન્વર્ટ થઈ હોય. એકાદ વાર જ એવું બન્યું હોય, પણ એને લીધે તે બન્નેની રિલેશનશિપ પણ ખરાબ થઈ હોય એટલે સલાહ આપવાની કે ઘરમાં કે બેડરૂમમાં નહીં પણ વિચારો અને વર્તનમાં એક સ્વસ્થ બાઉન્ડરી રાખવી ખૂબ જરૂરી છે. જો દોસ્તીની બાઉન્ડરી ટ્રૅક બદલે તો એમાં કોઈ એકનો વાંક ક્યારેય ગણવો નહીં પણ બન્નેની મ્યુચ્યુઅલ કન્સન્ટ જ માનવી જેથી સંબંધોમાં સ્ટ્રેસ કે કડવાશ આવે નહીં, કારણ કે પોતાની જરૂરિયાત માગવી એ શરીરનું કામ જ છે એટલે સમય આવ્યે એ ડિમાન્ડ કરી શકે છે અને એ એવું કરાવે તો એ વાતને નૉર્મલ જ ગણવી.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK