વ્યક્તિ ૨૦-૨૫ વર્ષે જીવનસાથી શોધે છે ત્યારે પસંદગીનાં તેનાં પરિમાણોમાં અને ૫૦-૫૫ વર્ષની ઉંમરે જીવનસાથીની પસંદગીનાં પરિમાણોમાં આસમાન-જમીનનો તફાવત હોય છે.
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૫૬ વર્ષ છે. પાંચ વર્ષ પહેલાં પત્નીનું અવસાન થઈ ગયું હોવાથી હમણાં વિધુરોના મૅચમેકિંગ મેળામાં ગયેલો. કોઈક યોગ્ય પાત્ર મળી જાય તો પાછલી જિંદગીમાં સાથ રહે. અઠવાડિયે એકાદ વાર હસ્તમૈથુન થઈ શકે છે. યુવાની જેવી સ્ટ્રેન્ગ્થ અને ફ્રીક્વન્સી રહી ન હોવાથી નવા સંબંધમાં પર્ફોર્મ કરવાની ચિંતા રહે છે. બીજી મૂંઝવણ એ છે કે મને જે પાત્ર પસંદ પડ્યું છે એ મારાથી ત્રણેક વર્ષ મોટું છે. મારે જાણવું છે કે શું ૫૮-૫૯ વર્ષની વયે મહિલાઓ સેક્સ-લાઇફમાં ઍક્ટિવ હોય? આમ દેખાવ પરથી તો તે બહેન ઘણાં મૉડર્ન લાગે છે, પણ કદાચ બીજી ઇનિંગ્સમાં મહિલાઓને સેક્સ ન ગમે એવું તો નહીં હોયને? લગ્ન પછી પણ હસ્તમૈથુન જ કરવાનું હોય તો એનો કોઈ અર્થ નહીંને.
ઘાટકોપર
વ્યક્તિ ૨૦-૨૫ વર્ષે જીવનસાથી શોધે છે ત્યારે પસંદગીનાં તેનાં પરિમાણોમાં અને ૫૦-૫૫ વર્ષની ઉંમરે જીવનસાથીની પસંદગીનાં પરિમાણોમાં આસમાન-જમીનનો તફાવત હોય છે.
પાછલી વયે જ્યારે તમે પાર્ટનરની પસંદગી કરો છો ત્યારે માત્ર સેક્સ્યુઅલ લાઇફનો જ વિચાર નથી કરવાનો હોતો. વૃદ્ધાવસ્થામાં પરસ્પરને સાથ-સહકાર અને હૂંફાળા સંબંધની ફીલ મળે એ પણ એટલું જ અગત્યનું છે. પાછલી વયે બે વ્યક્તિ લગ્ન પછીની જરૂરિયાતો બાબતે સ્પષ્ટતા રાખે એ જરૂરી છે. તમે સેક્સ માટે સંબંધ ઝંખતા હો અને સામેવાળી વ્યક્તિ જસ્ટ હૂંફ અને કમ્પૅનિયનશિપ માટે જોડાવા ઇચ્છતી હોય તો ગરબડ સર્જાઈ શકે છે. જેમ યુવાનીમાં પસંદગી વખતે તમે પેટછૂટી વાતચીત કરી લેતા હો છો એમ આ વખતે પણ તમારે પરસ્પરની અપેક્ષાઓ બાબતે નજાકત સાથે વાર્તાલાપ કરી લેવો જાઈએ.
એક વાત યાદ રાખજો કે સેક્સને એક્સપાયરી ડેટ નથી હોતી. મહિલાઓ મેનોપૉઝમાં આવી જાય એ પછી કે મોટી ઉંમરે સેક્સ્યુઅલ સંબંધો ન બાંધે એવું નથી. પ્રત્યેક મહિલાની પોતાની જરૂરિયાત અલગ-અલગ હોય છે. આપણે ત્યાં કહેવાય જ છે કે પુરુષ સેક્સ માટે પ્રેમ આપે અને મહિલા પ્રેમ મેળવવા માટે સેક્સ આપે. આ વાત દરેક ઉંમરે દરેક વ્યક્તિને લાગુ પડી શકે છે. તમે જો પ્રેમ આપશો તો જે ઇચ્છો છો એ મેળવી શકો છો.


