Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > WhatsApp યૂઝર્સને મળશે આ નવું ફીચર, આ રીતે કરશે કામ

WhatsApp યૂઝર્સને મળશે આ નવું ફીચર, આ રીતે કરશે કામ

28 November, 2023 08:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

WhatsApp users will get this new feature: હવે યૂઝર્સ ચેટમાં મોકલેલા ફોટો અને વીડિયોને વ્યૂ વન્સ સાથે મોકલી શકે છે. આ ફીચર પહેલા ડેસ્કટૉપ અને વેબ વર્ઝન પર હતું પણ કેટલાક સિક્યોરિટી રિઝન્સને કારણે ખસેડી દેવામાં આવ્યું હતું.

વૉટ્સએપ (ફાઈલ તસવીર)

વૉટ્સએપ (ફાઈલ તસવીર)


WhatsApp users will get this new feature: Whatsappએ  પોતાના  Desktop અને Web Versionમાં View Once ઑપ્શન લૉન્ચ કર્યું છે. આમાં હવે યૂઝર્સ ચેટમાં મોકલેલા ફોટો અને વીડિયોને વ્યૂ વન્સ સાથે મોકલી શકે છે. આ ફીચર પહેલા ડેસ્કટૉપ અને વેબ વર્ઝન પર હતું પણ કેટલાક સિક્યોરિટી રિઝન્સને કારણે ખસેડી દેવામાં આવ્યું હતું. લેટેસ્ટ એપ વર્ઝનમાં તે ફીચર ઉપલબ્ધ થશે.


WhatsApp users will get this new feature: Whatsappનો ઉપયોગ લોકો વિશ્વભરમાં કરે છે. આ જ કારણે આમાં સમય સાથે સુધારા પણ કરવામાં આવી રહ્યા છે. આજે તમને એવા જ ફેરફાર વિશે જણાવવાનું છે જે કંપનીએ તાજેતરમાં જ કર્યા છે. હવે ડેસ્કટૉપ અને વેબ વર્ઝન પર પણ વ્યૂ વન્સનું ઑપ્શન આપવામાં આવી રહ્યું છે. જો કે, પહેલા પણ આ ફીચર યૂઝર્સને મળી ચૂક્યું છે, પણ કેટલાક સિક્યોરિટી રીઝન્સને કારણે તેને ખસેડી દેવામાં આવ્યું હતું.



WhatsApp users will get this new feature: Whatsappએ કેટલાક સમય પહેલા જ Disappearing Messages ફીચર્સ ઈન્ટ્રોડ્યૂસ કર્યા હતા જેને ઑન કર્યા પછી તમે મોકલેલા મેસેજ તમે પસંદ કરેલા સમયમાં ડિલીટ કરી દેવામાં આવશે. હવે યૂઝર્સ ચેટમાં ફોટો અને વીડિયોને પણ વ્યૂ વન્સ સાથે પણ મોકલી શકે છે. લેટેસ્ટ ફીચર હવે એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સ માટે જ અવેલેબલ છે. જો કે, આ ફીચર પહેલા પણ ડેસ્કટૉપ અને વેબ વર્ઝન માટે ઑફર કરવામાં આવ્યું હતું. જો કે, સિક્યોરિટી કારણોસર તેને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.


WhatsApp users will get this new feature: હવે ફરી એકવાર યૂઝર્સને આ ફીચર ઑફર કરવામાં આવશે. રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચર હવે કેટલાક પસંદગી પામેલા યૂઝર્સ માટે અવેલેબલ કરાવવામાં આવી રહ્યું છે. લેટેસ્ટ એપ વર્ઝનમાં આ મળી શકે છે. આથી તમે પહેલા એ જોઈ લો કે તમે લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કર્યું હોય. ત્યાર બાદ યૂઝર્સને આ ઑપ્શન મળવાનું છે. તેથી તમે ઈચ્છો તો યૂઝર્સને કોઈપણ ડેટા વ્યૂ વન્સ સાથે આપી દેવામાં આવશે.

WhatsApp users will get this new feature: થોડોક સમય પહેલા WhatsAppએ એક બીટા વર્ઝનમાં નવા કલર્સ અને એક્સેન્ટ્સ સાથે રીડિઝાઈન ઇન્ટરફેસનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. આ આઈઓએસ અને એન્ડ્રૉઈડ બન્ને માટે હતું. ગૂગલ પ્લે સ્ટોર પરથી WhatsApp એન્ડ્રૉઈડ 2.23.20.76 અપડેટ કરી આ અપડેટ ઑફર કરવામાં આવી હતી. આમાં ન્યૂ બૉટમ-ટૅબ ઇન્ટરફેસ પણ હતું. લેફ્ટ સાઈડ કમ્યૂનિટી આઈકન સાથે એક નાનકડા ટૅબમાં ચેટ, કૉલ, સ્ટેટસ ટૅબને કારણે તમારે માટે આ યૂઝ કરવું પણ સરળ થઈ ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2023 08:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK