ફોનની બેટરી વારેવારે થાય છે લૉ, આ ટિપ્સનો કરો ઉપયોગ
સ્માર્ટ ફોન યુઝર્સની સૌથી વધુ ફરિયાદ બેટરી બેકઅપને લઈને હોય છે. મોટા ભાગના યુઝર્સ સ્માર્ટ ફોનમાં જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેને કારણે બેટરી બમણી વપરાય છે. આજે અમે તમને આપીશું એવી ટિપ્સ જેની મદદથી તમે તમારા સ્માર્ટફોનની બેટરી 40 ટકા સુધી વધારી શકો છો.
1. સ્માર્ટફોનમાં બેટરીનો સૌથી વધુ વપરાશ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા સમયે થાય છે. જો તમે ફોનમાં ઈન્ટરનેટ નથી વાપરી રહ્યા તો ડેટા કનેક્શન બંધ કરી દો. આમ કરવાથી બેટરીની 20 ટકા ક્ષમતા વધી જાય છે.
2. ઈન્ટરનેટ માટે મોબાઈલ ડેટાના બદલે વાઈફાઈનો ઉપયોગ કરવો. વાઈફાઈથી ઈન્ટરનેટ વાપરવા પર બેટરી 5 ટકા ઓછી વપરાય છે.
3. જ્યારે તમે ટ્રાવેલ કરી રહ્યા હો, ત્યારે ફોનને એરપ્લેન મોડ પર રાખો. કારણ કે ટ્રાવેલિંગ દરમિયાન વારંવાર નેટવર્ક સર્ચ થવાને કારણે બેટરીનો ઉપયોગ વધી જાય છે. જો તમે ફોન એરપ્લેન મોડ પર રાખશો તો તે વારંવાર નેટવર્ક સર્ચ નહીં કરે જેને પગલે બેટરીનો ઉપયોગ ઓછો થશે.
4. રાતના સમયે ફોનનો ઉપયોગ કરો ત્યારે બ્રાઈટનેસ ઓછી રાખો. વધુ બ્રાઈટનેસને કારણે ફોનની બેટરી વધુ વપરાય છે.
5. પ્રયત્ન કરો કે સ્માર્ટ ફોન તડકામાં કે બીજે ક્યાંય ગરમ ન થાય. જો ફોન ગરમ થાય તો પણ બેટરીનો ઉપયોગ વધી જાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એમેઝન-ફ્લીપકાર્ટના સેલમાં સ્માર્ટફોનની સસ્તી ઓફર્સનો ઉઠાવો લાભ
6. તમારા સ્માર્ટ ફોનને ક્યારેય ફૂલ ચાર્જ ન કરો. ફૂલ ચાર્જ કરવાથી બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થાય છે. ફોનને હંમેશા 80 ટકા સુધી ચાર્જ કરો. વધુ ચાર્જ થવા પર ફોન ઓવરહિટ થાય છે, અને બેટરી ડિસ્ચાર્જ થવાની શક્યતા વધી જાય છે.
આ તમામ ટિપ્સનો ઉપયોગ કરશો તો બેટરીનો વપરાશ ઘટશે. અને તમારા ફોનની બેટરી લાંબી ચાલશે.

