° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


આ હેલ્થ પ્રૉબ્લેમ્સ હોય તો ભૂલથી પણ નહીં કરતા આમળાનું સેવન, લાભને બદલે થશે હાનિ

05 December, 2022 07:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આમળા ફાયદાથી ભરપૂર છે પણ આના નુકસાન પણ ઓછા નથી. જાણો, કોણે ન ખાવા જોઈએ આમળા.

ફાઈલ તસવીર હેલ્થ ન્યૂઝ

ફાઈલ તસવીર

અનેક લોકોને આમળા (Amla) ખાવા ખૂબ જ ગમે છે. આનું સૌથી મોટું કારણ (Reason) છે કે આમળા વિટામિન સીથી (Vitamin C) ભરપૂર હોય છે આથી તમને જો ડાઈજેશન (Digestion) બહેતર બનાવવું છે, તો તમારે આમળાને ચોક્કસ ડાએટમાં (Diet) સામેલ કરવા જોઈએ. સાથે જ જો તમને સ્કિન પ્રૉબ્લેમ (Skin Problem) થઈ રહી છે, તો તમને દરરોજ એક આમળા ચોક્કસ ખાવા જોઈએ. આમળા ફાયદાથી ભરપૂર છે પણ આના નુકસાન પણ ઓછા નથી. જાણો, કોણે ન ખાવા જોઈએ આમળા.

લો બ્લડ શુગર
લો બ્લડ શુગરવાળા લોકોએ પણ આમળાથી અંતર રાખવું જોઈએ. જો તમે સતત આમળા ખાઓ છો, તો આનાથી તમારું બ્લડ શુગર લેવલ બગાડી શકે છે.

શરદી-ઉધરસ
શરદી-ઉધરસ થતા ભોજનનો સ્વાદ ઘટી જાય છે આથી કેટલાક લોકો આને મોઢાનો સ્વાદ બદલવા માટે ખાઈ લે છે જ્યારે શરદી કે ઉધરસમાં આમળા ન ખાવા જોઈએ કારણકે આમળાની તાસીર ઠંડી હોય છે આથી તમારા આમળાનું સેવન ટાળવું જોઈએ.

આ પણ વાંચો : મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવા શું કરવું?

પેટમાં સોજો
જેમને કોઈને કોઈક કારણસર પેટમાં હંમેશાં સોજો રહે છે, તેમણે આમળાનું સેવન ટાળવું જોઈએ. ખાસ તો સવારના સમયે ખાલી પેટે આમળા ખાવાનું ટાળવું જોઈએ. આથી તમારા પેટનો સોજો વધી શકે છે.

આ પણ વાંચો : ગુડવાલી ચાય ખરેખર ગુડ છે?

કિડનીની બીમારી
જો તમને કિડનીની કોઈ સમસ્યા છે તો તમારે આમળા ન ખાવા જોઈએ કારણકે આમ કરવાથી શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે. સોડિયમની માત્રા વધવાથી તમને અનેક હેલ્થ ઇશ્યૂઝ થઈ શકે છે. જેમ કે પેટમાં દુઃખાવો અને શરીરના નીચલા ભાગમાં દુઃખાવો થઈ શકે છે.

05 December, 2022 07:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

હાર્ટમાં ગાંઠ થઈ છે, સર્જરી ટાળી શકાય?

મોટા ભાગે જન્મથી જો કોઈ પ્રકારની જિનેટિક ખામી હોય તો આ પ્રકારની ગાંઠ ઉદ્ભવે એવું બને

01 February, 2023 04:51 IST | Mumbai | Dr. Bipeenchandra Bhamre
હેલ્થ ટિપ્સ

કેમ વડીલોને જ વધુ કબજિયાત થાય છે?

કૉન્સ્ટિપેશન દરેક એજમાં થાય છે, પણ એની ફરિયાદ વડીલો વધુ કરતા હોય છે. પેટ સાફ ન આવવાને કારણે થતી ડિસ્કમ્ફર્ટ વડીલોને વધુ કનડે છે ત્યારે જાણી લો કે પેટ સાફ રહે એ માટે શું કરી શકાય

01 February, 2023 04:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલ્થ ટિપ્સ

યોગ કરતાં-કરતાં અચાનક આંખો ભરાઈ આવી હોય એવું બન્યું છે?

ઇમોશનલ રિલીઝ એ આજના સમયની મુખ્ય જરૂરિયાત છે અને એટલે જ આસન, પ્રાણાયામ કે ધ્યાન કરતાં ક્યારેક આંખો ભરાઈ જાય તો તમારી પ્રૅક્ટિસ ફળી એવું માનજો. આંસુ થકી યોગ કઈ રીતે રક્ષા કરે છે એ જાણો

01 February, 2023 04:10 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK