આ જ ઘરેડમાં હવે કૅનેડાની એક સ્ટાર્ટઅપ કંપનીએ સૅલ્મન ફિશનો પણ પ્લાન્ટ બેઝ્ડ અવતાર તૈયાર કર્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વેજિટેરિયન બનવું હોય, પરંતુ જો રોજિંદા જીવનમાં નૉન-વેજ ખાવાની આદત પડી ગઈ હોય તો ઈંડાં અને મીટ જેવી વાનગીઓના પ્લાન્ટ બેઝ્ડ ઑપ્શન્સ માર્કેટમાં મળવા લાગ્યા છે. આ એવી ચીજો છે જે ઈંડાં અને મીટ જેવો સ્વાદ જરૂર આપે છે, પરંતુ એ સંપૂર્ણપણે વનસ્પતિજન્ય ચીજોમાંથી બનાવવામાં આવી હોય છે. આ જ ઘરેડમાં હવે કૅનેડાની એક સ્ટાર્ટઅપ કંપનીએ સૅલ્મન ફિશનો પણ પ્લાન્ટ બેઝ્ડ અવતાર તૈયાર કર્યો છે. અત્યાર સુધી સીફૂડનો વેજિટેરિયન અવતાર બન્યો નહોતો, પરંતુ ટૉરોન્ટોની ન્યુ સ્કૂલ ફૂડ્સ નામની કંપનીએ સીફૂડનો પણ વિકલ્પ તૈયાર કરી દીધો છે. આ કંપની વનસ્પતિના મિશ્રણમાંથી સૅલ્મન ફિશ જેવું જ ટેક્સ્ચર, ફીલ અને સ્વાદ ધરાવતા ફિશ જેવા ટુકડા તૈયાર કરે છે. કંપનીનો દાવો છે કે આ ટુકડાને રાંધવાની રીત પણ ઓરિજિનલ ફિશ જેવી જ છે. ન્યુ સ્કૂલ ફૂડ્સનો દાવો છે કે તેમણે તૈયાર કરેલી પ્રોડક્ટમાં મસલ ફાઇબર જેવો લુક અને ફીલ આપવામાં આવ્યાં છે, એટલું જ નહીં, એમાં પ્રોટીન અને ઓમેગા થ્રી ફૅટી ઍસિડન્ટ્સનું પ્રમાણ પણ રિયલ સૅલ્મન ફિશ જેટલું જ રાખવામાં આવ્યું છે.