લોકલથી માંડીને ગ્લોબલ ક્વિઝીન અહીં તમે ટ્રાય કરી શકશો

પ્રતીકાત્મક તસવીર
દુનિયાભરની જુદી-જુદી વાનગીઓ એક જ જગ્યાએ ખાવાનો મોકો બની શકે છે લોખંડવાલામાં યોજાનારો ફેસ્ટિવલ. લોકલથી માંડીને ગ્લોબલ ક્વિઝીન અહીં તમે ટ્રાય કરી શકશો. ઇટાલિયન પિત્ઝાથી માંડીને જૅપનીઝ સુશી સુધી, તિબેટિયન મોમોઝથી લઈને અરેબિક હમસ સુધી, મુમ્બૈયા સ્નૅક્સથી માંડીને ફ્રેન્ચ ડિઝર્ટ સુધીની તમામ વસ્તુઓની સાથે કૉકટેલ્સની વિશાળ રેન્જ, જુદા-જુદા પ્રકારના વાઇન પણ અહીં ટ્રાય કરી શકાશે. ગાર્ડનમાં ફરતાં-ફરતાં આ મેળામાં ૧૦૦ કરતાં વધુ સ્ટૉલનું જુદું-જુદું ફૂડ માણવાનું, શૉપિંગ કરવાનું, જુદા-જુદા સ્ટૉલ પર જઈને રમતો રમવાનું અને સ્ટેજ-પ્રોગ્રામ જોવાનું મન હોય તો આ ફેસ્ટિવલ ઘણો કામનો છે.
ક્યારે? : ૨૧ મે
સમય : બપોરે ૩થી રાત્રે ૧૧ સુધી
ક્યાં? : લોખંડવાલા ગાર્ડન, અંધેરી
કિંમત : ૧૦૦ રૂપિયા એન્ટ્રી-ફી
રજિસ્ટ્રેશન : જરૂરી નથી. સીધા પહોંચી શકો છો.