મમ્મીને કેટલીક ખાસ ભેટ આપીને ‘મર્ધસ ડે’ ઉજવો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
‘મધર્સ ડે’ (Mother’s Day) એટલે કે મમ્મી પર પ્રેમ વરસાવવાનો વિશેષ દિવસ. અનેક દેશોમાં મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘મધર્સ ડે’ (Mother’s Day 2023) `4 મેના રોજ છે. મધર્સ ડે એ માતાના બલિદાન, પ્રેમ અને સમર્પણના મહત્વને પ્રકાશિત કરવાનો અને ઉજવવાનો દિવસ છે. આ દિવસે, બાળકો તેમની માતાને શુભેચ્છાઓની સાથે ગિફ્ટ કે પછી પુષ્પ આપીને લાગણીઓ વ્યક્ત કરે છે. પણ મમ્મીને શું આપવું તે મુંઝવણ હંમેશા રહે જ છે. જો તમે પણ આ મધર્સ ડે પર તમારી મમ્મીને ખુશ કરવા માંગો છો પણ ગિફ્ટ શું આપવી એની મુંજવણ છે તો વાંચો આ આર્ટિકલ…
- જ્વેલરી
ADVERTISEMENT
મમ્મીને ગિફ્ટ આપવા માટે જ્વેલરી એક સારો વિકલ્પ છે. તમે તમારા બજેટ પ્રમાણે સસ્તી-મોંઘી, નાની-મોટી કે સોના-ચાંદીની કોઈપણ જ્વેલરી પસંદ કરી શકો છો. જરૂરી નથી કે તમે માત્ર સોનું અને ચાંદી જ લો, તમે હાથથી બનાવેલી કોઈપણ જ્વેલરી પણ લઈ શકો છો. ખાસ કરીને ઇયરિંગ્સ ખૂબ જ સુંદર લાગે છે. આજકાલ બજારમાં ઘણા પ્રકારની જ્વેલરી મળી રહે છે.
- કપડાં
મમ્મી જ્યાં પણ જાય ત્યાંથી હંમેશા બાળકો માટે ખરીદી કરતી જ હોય છે. પરંતુ પોતાના માટે કંઈ ન લે. જો તમારી માતા પણ આવી છે, તો તમે તેના માટે કપડાં ખરીદી શકો છો. કોઈપણ સાડી, સૂટ, ડ્રેસ, દુપટ્ટા કે શાલ વગેરે મમ્મીને સૂટ કરશે.
- હેન્ડબેગ
મમ્મી ઘરની બહાર જાય ત્યારે તેના હાથમાં હેન્ડબેગ હોય જ છે. એટલે મમ્મીને એક સારી હેન્ડબેગ ગિફ્ટ કરી જ શકાય. જો મમ્મીને કોઈ ફેન્સી હેન્ડબેગ ન ગમતી હોય, તો તમે તેની બોહો હેન્ડબેગ અથવા ગુજરાતી હેન્ડબેગ પણ ખરીદી શકો છો. આવી હેન્ડબેગ્સ ઓનલાઈન કરતાં ઓફલાઈન માર્કેટમાં વધુ સારી મળે છે.
- ફોટો આલ્બમ
જ્યારથી ફોનમાં ફોટો અને સેલ્ફી પડવા લાગ્યા છે ત્યારથી બહુ ઓછા લોકો ઘરે ફોટો આલ્બમ્સ રાખે છે. તમે મમ્મીને બેસ્ટ તસવીરોનો ફોટો આલ્બમ આપી શકો છો. આ આલ્બમમાં તમારા, મમ્મીના અને ફૅમેલીની તસવીરો મુકી શકાય છે. અલ્બમ માટે તસવીરો ભેગી કરવાનું આજથી જ શરુ કરી દો.
- ડિજિટલ સાધનો
આજકાલ બધું જ એડવાન્સ થઈ ગયું છે. મમ્મીને પણ ટૅક સેવી બનાવો. હેન્ડ્સફ્રી, ઇયરબડ્સ, AI સ્પીકર, બ્લૂટૂથ સ્પીકર અને સ્માર્ટ વોચ વગેરે ગિફ્ટ કરી શકાય છે. જે મમ્મીઓ મોબાઈલ બહુ યુઝ ન કરતી હોય તેને ફોનમાં નવી વસ્તુઓ શિખવાડવાની ભેટ પણ આપી શકો છો.

