ઉદ્યોગપતિ અને કલાપ્રેમી રશ્મિન મજીઠીયાનાં આર્ટ કલેક્શનમાં ઉમેરાયું વધુ એક સોનેરી સોપાન. અને મેળવ્યો સુપ્રસિદ્ધ, અને મહાન લેખક જીવરામ જોશીની ૧૨૫ થી વધુ ક્લાસિક વાર્તાઓનો ખજાનો.
તેમના કલેક્શન સાથે રશ્મિન મજીઠીયા
કલાપ્રેમી, શ્રી રશ્મિન મજીઠીયાએ એમના બાળપણ દરમ્યાન વાંચેલી અને જીવનમાં ઉતારેલી બોધદાયક વાર્તાઓ જે પ્રસિદ્ધ લેખક જીવરામ જોશી દ્વારા લખાયેલી છે. એમની ૧૨૫ થી વધુ વાર્તા સંગ્રહનાં હક્કો મેળવ્યા છે. આ સાહિત્યિક સંગ્રહ બાળકોની ક્લાસિક વાર્તાઓની શ્રેણી છે. જેમ કે મિયા ફૂસકી, છકો મકો, અડુકીયો દડુકીયો અને છેલ છબો…આ વાર્તાઓ ગુજરાતના અમદાવાદમાં મોટા થયેલા શ્રી મજીઠીયાને ખૂબ ગમતી હતી.
ADVERTISEMENT
લેખક વિશે જણાવીએ તો જીવરામ જોશી ૧૯૩૦ થી ૧૯૬૦ સુધીના સમય દરમ્યાન એમના કાર્યને સક્રિય રીતે લખતા અને પ્રકાશિત કરતા હતા. પરંતુ ભારતની આઝાદી પછી એમના કાર્યની લોકપ્રિયતા વધી હતી. ૧૯૭૮ માં આવેલી ફિલ્મ મિયા ફુસ્કી 007 માં દિગ્ગજ ભારતીય અભિનેતા જ્હોની વોકરે અભિનય કર્યો અને હા, દરેક ગુજરાતીનાં લાડકા, માનીતા ગુજરાતી સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત છકો મકો બની.
શ્રી રશ્મિન મજીઠીયાને ઓળખનાર, સૌને ખબર છે કે તેઓ જેટલા સફળ ઉદ્યોગપતિ છે, એટલા જ સફળ કલાપ્રેમી અને કલાની કદર કરનારા છે. તેઓ સાચા હૃદયથી માને છે કે કલા આપણી સાંસ્કૃતિક ધરોહર છે. જે સદા અમર રહેવી જોઈએ. ઐતિહાસિક કલા સાહિત્યને સાચવી રાખવાનો શોખ ધરાવતા શ્રી રશ્મિન મજીઠીયા એમનાં સંગ્રહમાં સાચવેલા ઉમદા કલેક્શન જોઈ રહ્યા હતા ત્યારે એમના હાથમાં વર્ષોથી સંગ્રહ કરેલી જીવરામ જોશીની બાળવાર્તાની એક પુસ્તક હાથ આવી. જેને જોઈ તરત જ એક વિચાર સ્ફૂર્યો, કે જો જૂની પેઇન્ટિંગ્સ અને શિલ્પને પુનઃસ્થાપિત કરી શકાય છે, તો સાહિત્યને શા માટે નહીં ? અને તે જ ક્ષણથી, શ્રી રશ્મિન મજીઠીયાએ બાળકોના આ ક્લાસિક સુવર્ણ સાહિત્યને તેની અભૂતપૂર્વ કીર્તિ અને લોકપ્રિયતા સાથે પુનઃનિર્માણ કરવામાં માર્ગદર્શક બનવાનું નક્કી કર્યું.
સમય સાથે ચાલનારા શ્રી રશ્મિન મજીઠીયાનું પહેલું પગલું જીવરામ જોશીના વારસો સાથે સંપર્ક કરવાનું હતું, એમને મળ્યા, અને બાળપણના પ્રિય લેખકની પ્રશંશા સાથે પોતાના મનની વાત કરી. જે તેમના પરિવારે સહર્ષ સ્વીકારી. અને ટૂંક સમયમાં જ www.zenopus.in પર જીવરામ જોશીનાં પુસ્તકોની શ્રેણી આજની લેટેસ્ટ પ્રિન્ટ ટેકનોલોજી અને ઉચ્ચ ગુણવત્તા સાથે આકર્ષક રૂપરંગમાં તમામ વયના લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી. .
શ્રી રશ્મિન મજીઠીયા કોકોનટ મીડિયા બોક્સનાં કો-ફાઉન્ડર પણ છે. જેમણે હવે ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. જીવરામ જોશીની કલમે લખાયેલ આ બાળ સાહિત્ય અનમોલ સુવર્ણકાળ છે. જે આવનારા સમયમાં નાટક, ફિલ્મ, સિરીયલ, એનિમેશન, કોમિક્સ, વિડીયો, ઓડિયો, કે વિઝ્યુઅલ સ્વરૂપે મનોરંજન સાથે પ્રેરણાસ્ત્રોત બની શકે, હા મિત્રો, નજીકના ભવિષ્યમાં તમારી પ્રિય વાર્તાઓ ગેમ્સનાં સ્વરૂપે પણ માણવા મળી શકે.
જીવરામ જોશીની કલાસિક વાર્તા સંગ્રહનાં નામ આ પ્રમાણે છે.
|
મિયાંફૂસકી અને તભાભટ |
|
અડુકિયો - દડુકિયો |
|
છકો - મકો |
|
છેલ - છબો |
|
વાહ રંગલા |
|
જીવતું રતન |
|
માનસેન સાહસી |
|
નવનંદ |
|
ચિતાજલી |
|
બિંબીસાર |
|
એકદંડિયો મહેલ |
|
ગુલુ સરદાર |
|
ગદ્ધાના લાડુ |
|
ફૂલબાળા |
|
ચાતુરીનો ભેદ |
|
મુગર કુંડ |
|
એક્કાનો ગુલામ |
|
નવરતન |
|
માટલીભટ |
|
આકાશી ફૂલ |
|
બુદ્ધિની પોથી |
|
ગજરાભાઉ |
|
રાજ કરે તે રાણી |
|
ટીડો સાંઢ |
|
મધરાતની લુંટ |
|
બે ચતુર |
|
દીકરીના હેત |
|
બોલતો પત્થર |
|
માયાજાળ |
|
કાગડાનો બોધ |
|
ચતુરાઇ અને કપટ |
|
ઉત્તર મોત |
|
ગુમાન |
|
ચેતતો નર |
|
આઝાદીની મોઝ |
|
શિયાળનો બોધ |
|
કરચલાનો આંકડો |
|
મદદ |
|
ફૂલણશી દેડકો |
|
કરાલ કોતર |
|
અબુ |
|
કાલા ચક્કર |
|
બગદાદનો ઘોઘોઘાંચ |
|
હીરાનો હાર |
|
અમીર ગુલામ |
|
અલીબાબા ગુમ |
|
લાલ રતન |
|
સોનાનો દડો |
|
અમ્બુ |
|
માથાંનું દાન |
|
દોઢડાહ્યો |
|
પાવન રેણું |
|
રા`નવઘણ |
|
ભેદી બોલ |
|
અઢારસો સત્તાવન |
|
ઘોડાની લગામ |
|
વીરબેટી |
|
સાચું ધન |
|
મોતનો કૂવો |
|
સોના મહોર |
|
મોરલીનો મણિ |
|
રેતીના રાજા |
|
વીર હનુમાન |
|
નારદ મુની |
|
ચતુર કથા |
|
આંધળી વાત |
|
સાચો વિધાર્થી |
|
પુરાણની વાતો |
|
ગુણ ચતુર |
|
સોનાનું ઘર |
|
વિરતા જાગી |
|
ચાતુરીની કસોટી |
|
કહેવતનો કમાલ |
|
પૂતળાનો ભેદ |
|
માથાંનો ભેદ |
|
ડીટેકટીવ ઘેલાણીની રહસ્ય કથાઓ |
|
ગપીદાસ |
|
ચાંદાની સફર |
|
હીરાકંકણ |
|
ઘોર સાગર |
|
રંગીલા રાજા |
|
વીર વિક્રમ અને રાણી ચતુરા |
|
કચ્છના વીરલા |
|
જીવનના જાદુગર |
|
પતિતપાવન |
|
હું છું ગુજરાતી |
|
ગુજરાતની શુરી બહેનો |
|
સિંહણશી સોનબા |
|
વીર અર્જુન |
|
કંચન નગરી |
|
કોયલમાં હીરો પાકે |
|
રખડુંમાંથી રાજા |
|
માથાસાટે વટ |
|
હેમનો હાથી |
|
મોતની વાત |
|
સાધુ છોકરો |
|
રૂપની આગ |
|
આઠ વિરલા |
|
નવું સ્વપ્ન |
|
ના બને |
|
પરીરાણી |
|
અમીકુંપ |
|
જાદુગર |
|
નરવીર |
|
હું છું |
|
લુંટારાના પંજામાં |
|
દાઢી સળગી |
|
ચકો અને ચકી |
|
ગુલામ કોણ ? |
|
સરકસ |
|
સિકંદર |
|
સજા |
|
કુશળ |
|
ચતુર વિનોદ |
|
બાવળ અને શેરડી |
|
ભોળા શંભુ |
|
માણસાઈ |
|
મેના |
|
અમુલી વસ્તુ |
|
દેશ પ્રેમ |
|
આપ બડાઈ |
|
આસુનું ઈનામ |
|
એક હતા શેઠ |
|
ચોર મહેમાન |
|
આનું નામ ધનવાન |
|
વીર ગેંદાલાલ |


