ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

07 May, 2023 08:17 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

પારિવારિક બાબતો માટે સાનુકૂળ સમય છે. પારિવારિક રીયુનિયનમાં જવાનું વિચારી શકે છે. સ્વયં રોજગાર કરનારાઓએ વ્યવસાયનો વિકાસ કરવા માટે ઉપલબ્ધ તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો.
આરોગ્યવિષયક સલાહ: જીવનશૈલી વિશે લાગણીઓને બાજુએ રાખીને કાળજીપૂર્વક વિકલ્પોની પસંદગી કરો. મોટી ઉંમરના બીમાર જાતકોની તબિયતમાં સુધારો થશે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


જે યોગ્ય હોય એ જ કરવું, પછી ભલે તમે કરેલી પસંદગી અઘરી હોય. નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે અથવા હાલના કૌશલ્યને સુધારવા માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ: હાઈ બ્લડ-પ્રેશર કે હૃદયરોગ ધરાવતા જાતકોએ તબિયતનું વધુ ધ્યાન રાખવું. જે ખોરાક સદતો ન હોય તો એ ટાળવો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


પરિવારને પ્રાથમિકતા આપીને સાથે સમય ગાળવો, પછી ભલે તમે વ્યસ્ત હો. બાઇક કે કાર ચલાવતી વખતે ધ્યાન રાખવું, કારણ કે અકસ્માતની ઘાત છે.
આરોગ્યવિષયક સલાહ: ચુસ્તી-સ્ફૂર્તિ લાવે એવી આદતો કેળવવી. પૂરતી ઊંઘ લેવી. વ્યાયામ કરતી વખતે અથવા ભારેખમ વસ્તુ ઊંચકતી વખતે ધ્યાન રાખવું, કારણ કે એમાં નુકસાન થવાનું જોખમ છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમે કોઈ મુદ્દે લાગણીશીલ બની ગયા હો તો પણ લોકો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા રાખવી. વ્યવસાયીઓ અને બિઝનેસમેનો માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ: આરોગ્ય બાબતે વિરોધાભાસી મત જાણવા મળતા હોય તો પોતાની રીતે ચકાસણી કરી લેવી. મૂત્રાશય કે કિડનીને લગતી તકલીફ ધરાવતા જાતકોએ વધુ કાળજી રાખવી.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

સંબંધો પર ધ્યાન આપો. તમને પ્રેમ કરનારી વ્યક્તિઓને પૂરતું મહત્ત્વ આપો. જો નવું રોકાણ કરવાના હો કે પછી લોન લેવાના હો તો સતર્ક રહીને નિર્ણય લેજો.
આરોગ્યવિષયક સલાહ: તંદુરસ્તી સાચવવા સર્વાંગી વિચાર કરવો અને જીવનશૈલીમાં કોઈ પણ ફેરફાર લાંબા ગાળાની અસરને ધ્યાનમાં રાખીને લેવો. જો તબિયત સારી ન હોય તો પૂરતો આરામ કરી લેવો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જેવું કરો એવું ભરો એ ઉક્તિ ખરેખર સાચી છે. આ વાત યાદ રાખીને તમારે યોગ્ય વર્તન કરવું. વિશ્વસનીય વ્યક્તિએ આપેલી સલાહને હળવાશમાં લેવી નહીં. 
આરોગ્યવિષયક સલાહ: ખાવા-પીવાની આદતોમાં કરેલો ફેરફાર ખરેખર ઉપયોગી થશે. એની અસર સ્વાસ્થ્ય પર દેખાશે. ગળાને લગતી બીમારીઓ ધરાવતા જાતકોએ સાચવવું.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જટિલતાપૂર્ણ પરિસ્થિતિઓ વારંવાર સામે આવશે. એનાથી દૂર રહેવામાં જ સાર છે. હાલમાં જો કોઈ વ્યક્તિ તમારી સલાહ પૂછે તો એ આપતી વખતે સાચવવું.
આરોગ્યવિષયક સલાહ: લોહીના ભ્રમણને લગતી તકલીફ હોય તો વધારે કાળજી લેવી. જરૂર પડ્યે નિષ્ણાતની મદદ લેવી અને તેમણે આપેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

અંગત બાબતોનો સવાલ હોય ત્યારે વિશ્વસનીય વ્યક્તિઓ સામે જ હૃદય ઠાલવવું. હાલની  સ્થિતિનો સર્વોત્તમ લાભ લેવો અને પરિસ્થિતિને બિનજરૂરી રીતે ગૂંચવી નાખવી નહીં.
આરોગ્યવિષયક સલાહ: શક્ય હોય ત્યાં સુધી શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવી અને અતિરેક કરવો નહીં. વ્યાયામ કરતી વખતે સાચવવું, કારણ કે ઈજા થવાનું જોખમ છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમને નિર્ણય લેવાનું અઘરું લાગતું હોય ત્યારે તમારી સામેના વિકલ્પોમાંથી યોગ્ય પસંદગી કરવી અગત્યની છે. પોતાનો બિઝનેસ કરનારાઓ માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ: ખાણી-પીણી પર ધ્યાન આપો અને લીલાં શાકભાજી વધુમાં વધુ ખાઓ. પૂરતું પાણી પીવાનું રાખવું.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જે દેખાય છે એને સાચું માની લેવું નહીં. અંતરાત્માનો અવાજ સાંભળવો. ક્યાંય અટવાઈ ગયા હો તો રસ્તો બદલી કાઢવાની તૈયારી રાખવી.
આરોગ્યવિષયક સલાહ: ખોરાકની ઍલર્જી હોય કે પાચનતંત્રની તકલીફ હોય તો ખાવા-પીવામાં સાચવવું. કોઈની સલાહનું આંધળું અનુકરણ કરવાને બદલે પોતાની રીતે જ પ્રયોગ કરવા.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ફોન, મેઇલ કે અન્ય સંદેશાઓનો શક્ય એટલો વહેલો પ્રત્યુત્તર આપી દેવો. અન્યથા એનો બોજ માથા પર વધતો રહેશે. કામના સ્થળે ઉપયોગી થાય એવું કૌશલ્ય શીખવા માટે સાનુકૂળ સમય છે.
આરોગ્યવિષયક સલાહ: જીવનશૈલીમાં ફેરફાર કરતાં પહેલાં પોતાની રીતે સંશોધન કરવું. જો ઍલોપથીથી ફરક પડ્યો ન હોય તો વૈકલ્પિક ચિકિત્સા કરાવી શકાય.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

સંવાદ સાધતી વખતે સ્પષ્ટતા અને સભાનતા રાખવી. તમારે બોલવામાં સાચવવું. વિરોધાભાસી મત સાંભળવા મળે તો શાંત રહેવું, ગૂંચવાઈ જવું નહીં. 
આરોગ્યવિષયક સલાહ: આરોગ્ય સુધારે એવી આદતો કેળવવી અને સુસ્તી લાવનારી આદતો છોડી દેવી. ફિટનેસ રૂટીનમાં વધારો કરવા ઇચ્છુક લોકોએ સાવધાની રાખવી.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : ખંતપૂર્વક કામ કરો અને ક્યાંય ગૂંચવાઈ જાઓ તો નિરાશ થતા નહીં. પોતાની સામે જે પરિસ્થિતિ હોય એનો ઉત્તમ ઉપયોગ કરી લેવો અને એમાં સકારાત્મક દૃષ્ટિ રાખવી. અધૂરા પ્લાન કે વિચારો વિશે અન્યોને વાત કરવી નહીં. સાઇડ બિઝનેસ કરનારાઓ કે બીજી આવક પ્રાપ્ત કરનારાઓએ જરૂર પડ્યે મદદનીશની સહાય લેવી. તબિયત સાચવવી અને નિયમિતપણે વ્યાયામ કરવો.

ટૉરસ જાતકો માતા-પિતા તરીકે કેવાં હોય છે? : ટૉરસ જાતકો સંતાનોના જીવન પર ઘણી અસર કરતાં હોય છે. તેઓ સંતાનોને વફાદારી અને પરિશ્રમના પાઠ પઢાવતા હોય છે. ભૌતિક સુખ-સુવિધાઓ હોય કે બીજું કંઈ હોય, પોતાનાં બાળકોને સારામાં સારું મળે એવું તેઓ ઇચ્છતા હોય છે. તેઓ થોડાક પ‌રંપરાગત અને જૂની ઢબે વર્તતા હોય એવું બની શકે. જોકે તેઓ નવી પેઢીને યોગ્ય મૂલ્યો અને નૈતિકતા શીખવવા પર ખાસ ભાર મૂકતા હોય છે. અને સંતાનો પરંપરાઓને ચૂકે નહીં એ માટે મથતા હોય છે.

07 May, 2023 08:17 AM IST | Mumbai | Aparna Bose

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK