Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 05 November, 2023 06:55 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

જરૂર પડે ત્યારે આગેવાની લેવાની તૈયારી રાખવી અને પરિસ્થિતિ પડકારજનક હોય તો પણ પોતાની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમને પ્રસન્નતા આપે એવી રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સમય ફાળવજો.

સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિફળ


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...
જરૂર પડે ત્યારે આગેવાની લેવાની તૈયારી રાખવી અને પરિસ્થિતિ પડકારજનક હોય તો પણ પોતાની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમને પ્રસન્નતા આપે એવી રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સમય ફાળવજો. સકારાત્મક પરિવર્તનો લાવવા તરફ ધ્યાન આપો અને સાથે-સાથે અંતરાત્માના અવાજને અનુસરો. સંબંધોની માવજત કરો અને જરૂર પડે ત્યારે પોતાના તરફથી થોડો વધુ પ્રયાસ કરો.

સ્કૉર્પિયો જાતકો જીવનસાથી તરીકે કેવા હોય છે?
સ્કૉર્પિયો જાતકો નિષ્ઠાવાન અને સ્નેહાળ હોય છે. તેમના પર સહેલાઈથી વિશ્વાસ મૂકી શકાતો નથી. ક્યારેક તેમનો વિશ્વાસ ટકાવી રાખવાનું પણ મુશ્કેલ હોય છે. સ્કૉર્પિયો જાતકો ખૂબ જ પ્રામાણિક હોય છે. સામેવાળી વ્યક્તિ પણ પ્રામાણિકતા રાખે એવી તેમની ઇચ્છા હોય છે, છતાં તેઓ કડવી વાસ્તવિકતાને પચાવી શકતા નથી. જોકે તેઓ શાંત પડ્યા પછી વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકતા હોય છે. સ્કૉર્પિયો જાતકો પ્રેમ કરે ત્યારે દિલોજાનથી પ્રેમ કરતા હોય છે. પોતાના જીવનસાથી પણ એટલો જ પ્રેમ કરે એવી તેમની અપેક્ષા હોય છે.  



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


બીજા બધા જે કહેતા હોય એને આંખ બંધ કરીને માની લેવાને બદલે જાતે જ અભિપ્રાય બાંધવો. નવાં રોકાણો કરતાં પહેલાં પોર્ટફોલિયોની સમીક્ષા કરી લેવી.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ એક સંદેશના આધારે નિર્ણય પર પહોંચી જવામાં આવશે તો ગેરસમજ થવાનું જોખમ રહેશે. તમારા સારા-માઠા દિવસોમાં સાથ આપનારા મિત્રો માટે સમય ફાળવજો.  

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


સામે આવેલી તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો. સામાજિક વર્તુળનો પણ શક્ય એટલો વધુ લાભ લેવો. તમને નુકસાન કરનારી આદતોથી દૂર જ રહેવું.
સંબંધો સાચવવા માટે સલાહ : તમે બીજાની કાળજી લો છો એવું દર્શાવનારી નાની-નાની બાબતો પણ જીવનમાં ઘણી મદદરૂપ થશે. તત્કાળ છટકી શકાશે એવો વિચાર કરીને ખોટાં વચન આપી દેવાનું ટાળજો.  

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

ફક્ત અનુમાનના આધારે કોઈ પણ ઘર્ષણમાં ઊતરી જવું નહીં. ખાસ કરીને કામના સ્થળ બાબતે આ વાત લાગુ પડે છે. સંવાદમાં સંપૂર્ણ સ્પષ્ટતા રાખજો. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તમામ વિકલ્પો ચકાસી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહ : નિર્ણય લેવાની વાત આવે ત્યારે પોતાની અપેક્ષાઓ બાબતે સ્પષ્ટતા રાખવી. ઘરના વડીલો જોડે મતમતાંતર થાય ત્યારે જે કહેવું હોય એ કહી દેવું, પરંતુ નમ્રતા છોડવી નહીં. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

આત્મવિશ્વાસ રાખીને તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો. સકારાત્મક અભિગમ અપનાવવાની જરૂર છે. આવશ્યકતા હોય ત્યારે મદદ માગવામાં સંકોચ કરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : નિકટના અને મહત્ત્વપૂર્ણ સંબંધોની થોડી વધુ કાળજી લેવાની અને માવજત કરવાની જરૂર છે. જેનો કોઈ હલ ન હોય એવી પરિસ્થિતિ વિશે બિનજરૂરી દલીલબાજી કરતા નહીં.  

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમારામાં નમ્રતા ટકાવી રાખે અને માનસિક શાંતિ આપે એવી આદતો માટે સમય ફાળવજો. લોકો તમારો ગેરલાભ ઉઠાવી જાય અથવા તો તમને ગણકારે નહીં એવી સ્થિતિ આવવા દેતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : સામાજિક જીવનમાં વધુપડતા વ્યસ્ત રહેનારા અને મિત્રોનાં અનેક ગ્રુપમાં સક્રિય રહેનારા જાતકોએ બધા મિત્રો વચ્ચે સરખો સમય ફાળવવો. પરિવારના વડીલ માટે પણ સમય ફાળવવો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય અથવા તો કોઈ સમસ્યા નડતી હોય તો વધુપડતો વિચાર કરતા નહીં. બ્લડ-પ્રેશર કે હૃદયરોગ ધરાવતા જાતકોએ પોતાની વધુ કાળજી લેવી.
સંબંધો સાચવવા માટે સલાહ: ઘર-પરિવાર પર લક્ષ આપજો અને સંબંધો સુમેળભર્યા 
રાખજો. લોકોને પ્રતિસાદ આપતી વખતે તમારા મૂડની અસર થવા દેતા નહીં. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમે વધારે સક્રિય ભલે રહો, પરંતુ સાવચેતી પણ એટલી જ રાખવી; કારણ કે પૂરતો વિચાર કર્યા વગર કોઈ પ્રતિક્રિયા આપશો તો બાજી બગડી શકે છે.  
સંબંધો સાચવવા માટે સલાહ: ક્યાંય પણ સમજી-વિચારીને પ્રતિક્રિયા આપજો અને છૂપા ઇરાદા ધરાવતી વ્યક્તિની જાળમાં ફસાઈ જવાય નહીં એનું ધ્યાન રાખજો. કડવાશભર્યું બોલવાને બદલે સ્પષ્ટતાપૂર્વક બોલજો.  

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પણ કામ અટકી ગયું હોય ત્યારે નવો અભિગમ અપનાવવો. તમારે જીવનશૈલીમાં એવા જ ફેરફારો કરવા જે લાંબા સમય સુધી ચાલુ રહી શકે.
સંબંધો સાચવવા માટે સલાહ: મિત્રો પાસેથી અને અંગત વર્તુળમાંથી વધુપડતી અપેક્ષાઓ રાખતા નહીં.  જ્યારે તમને મૂંઝારો થતો હોય ત્યારે વિવિધ વિકલ્પોને ચકાસી લીધા બાદ જ આગળ વધવું.   

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ધીમી ભલે હોય, પણ એકધારી પ્રગતિ થાય એ જરૂરી છે. સંજોગોમાં થઈ રહેલા ફેરફારો પર ચાંપતી નજર રાખો અને પડકારોને તમારા વિકાસ માટેની તક ગણજો. દિવાસ્વપ્નોમાં રાચતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : વડીલો અને સત્તાધારીઓ સાથેના વ્યવહારમાં સાચવજો. શક્ય હોય ત્યાં સુધી પારિવારિક કૂથલીઓથી દૂર રહેવું.  

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જો જૂના વિકલ્પો કામમાં આવતા ન હોય તો નવો અભિગમ અપનાવવો. ભૂતકાળ પર નજર ચોક્કસ રાખો, પરંતુ વર્તમાન સ્થિતિમાં તમારા કૌશલ્યમાં વધારો કરી શકે એવી બાબતોને મહત્ત્વ આપો.
સંબંધો સાચવવા માટે સલાહ: પરિસ્થિતિ તમારી ધારણાથી વિપરીત હોય તો અંતરાત્માના અવાજને અનુસરજો. ગોપનીયતા રાખવાની જરૂર પડે એવી સ્થિતિમાં જટિલતા વધારી દેતા નહીં.  

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

પ્રોફેશનલ બાયોડેટામાં આવશ્યક ફેરફારો કરો અને નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા પર ધ્યાન આપો, જેથી કારકિર્દીમાં વિકાસ કરી શકાય. 
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈ પણ પડકારનો સામનો યોગ્ય રીતે કરવો. ફક્ત પોતાનો જ કક્કો સાચો કરવાનું વલણ લાંબા ગાળે ઉપયોગી નહીં થાય. સંબંધોની બાબતે કોઈની સાથે વાત કરવાનું ટાળજો, કારણ કે એનાથી તમારા વિશે કૂથલીઓ થવા લાગશે.  

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ પણ પડકાર આવીને ઊભો રહે તો સાચવીને કામ લેવું, કારણ કે તમે ધાર્યું હોય એના કરતાં વિપરીત પરિણામ આવવાનું જોખમ હશે. તબિયત સાચવજો.
સંબંધો સાચવવા માટે સલાહ: જે સંબંધ છુપાવવામાં આવે એ ખરેખર એને લાયક છે કે નહીં એનો પણ વિચાર કરી લેવો. બીજાઓ પાસેથી એવી જ અપેક્ષાઓ રાખવી જે સંતોષાઈ શકે.  

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2023 06:55 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK