Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

26 November, 2023 07:27 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

તમે જેમાં પ્રગતિ કરવા ઇચ્છો છો એવી જ બાબતો પર લક્ષ આપવું અને આવશ્યક મહેનત કરવી.

સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિફળ


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય     
તમે જેમાં પ્રગતિ કરવા ઇચ્છો છો એવી જ બાબતો પર લક્ષ આપવું અને આવશ્યક મહેનત કરવી. સામાજિક વર્તુળને મહત્ત્વ આપીને એના વિસ્તાર માટે સભાનતાપૂર્વક પ્રયાસ કરવા. ભૂતકાળના જ સંપર્કો પર નિર્ભર રહેવાની જરૂર નથી. વ્યવસાયી અને અંગત જીવનમાં વરિષ્ઠો સાથેનાં સમીકરણો સુધારવા પર ધ્યાન આપવું.


સૅજિટેરિયસ 
જાતકો મિત્ર તરીકે કેવા હોય છે? સૅજિટેરિયસ જાતકો મિત્રો માટે આનંદિત અને સાહસિક સ્વભાવના હોય છે. તેમની ઊર્જા ગજબની હોય છે. બીજા લોકો પણ તેમના રંગે રંગાઈ જતા હોય છે. તેમની સાથે રહેવાથી તેમના મિત્રોનો મૂડ પણ સુધરી જતો હોય છે. આ જાતકો ખૂબ જ પ્રામાણિક હોય છે. તેઓ કાણાને કાણો કહેતાં અચકાતા નથી. 
આ જ કારણ છે કે તેઓ મિત્ર તરીકે તમારી સાથે  હોય ત્યારે તમને તેમનામાં કોઈ ચાલબાજી દેખાશે નહીં.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


સંજોગો દેખાય છે એવા નથી એમ લાગતું હોય તો થોડા ઊંડે ઊતરીને તપાસ કરજો. સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા ઇચ્છતા લોકો માટે સાનુકૂળ સમય છે. 
કર્મવિષયક સલાહ : તમે દરેક ઘટનામાંથી કંઈક બોધપાઠ લેતા હો અને ભૂલનું પુનરાવર્તન કરતા ન હો તો કોઈ જ ઘટના ભૂલ નથી હોતી. નિયમિતપણે આત્મચિંતન કરવા માટે સમય કાઢો અને જરૂર લાગે ત્યાં માર્ગ બદલી કાઢો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


 સમયની સાથે મારામારી ચાલતી હોય તો સમયપત્રક ઘડીને કામ કરવા લાગી જાઓ. પૈસા અને શક્તિ સહિતનાં સંસાધનોનો દુર્વ્યય કરનારી આદતો બદલી કાઢો. 
કર્મવિષયક સલાહ : આત્માનો અવાજ સાંભળો અને જ્યાં જરૂર હોય ત્યાં ના પાડતાં અચકાઓ નહીં. તમને ગણતરીમાં લેતા ન હોય એવા લોકો સાથેના વ્યવહારમાં કડક બની જાઓ.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

પડકારભર્યા સંજોગોમાં અથવા જ્યાં વાટાઘાટો કરવાની હોય ત્યાં સત્તાનાં સમીકરણો પર ધ્યાન આપો. પોતાના શોખને પોષવા માટે સમય ફાળવો.
કર્મવિષયક સલાહ : નિર્ભેળ આનંદ આપનારી બાબતોનો વિચાર કરીને એના માટે ખાસ સમય ફાળવો. તમને મનપસંદ ગીતો સાંભળવા જેવી નાની પ્રવૃત્તિમાં પણ ખૂબ જ સુખની અનુભૂતિ થતી હોય એવું પણ શક્ય છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમારા માટે ઉચિત ન હોય એવી ભૂતકાળની આદતો અને અનુભવોને તિલાંજલિ આપો. અંગત અને વ્યવસાયી બન્ને ક્ષેત્રે મીટિંગો કરવા, ઇન્ટરવ્યુ આપવા અને વાટાઘાટ કરવા માટે સારો સમય છે.
કર્મવિષયક સલાહ : તમને આગળ વધતાં રોકનારાં ડર અને બીજાં પરિબળો પર કામ કરો અને હલ લાવો. એક વ્યક્તિ તરીકે તમારે વધુ સારા બનવું છે એવો સભાનતાપૂર્વક નિર્ણય લઈને એ દિશામાં કામ ચાલુ કરો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જેની જરૂર હોય એ પગલાં ચોક્કસ લો, પરંતુ એનાં પરિણામોનો વિચાર કરવો પણ એટલો જ જરૂરી છે. પરિવારજનો સાથેના મતમતાંતરને વકરવા દેવા નહીં.
કર્મવિષયક સલાહ : કંઈક નવું કરવા માટે જૂનું છોડવું જરૂરી હોય છે. પ્રવર્તમાન સંજોગોમાં ફ્લેક્સિબલ રહેવું જરૂરી હોય તો બની જવું.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

રોકાણની રકમ ભલે નાની હોય, લાંબા ગાળાનો વિચાર કરીને જ નિર્ણયો લેવા. મીટિંગ હોય, ઇન્ટરવ્યુ હોય કે પછી કોઈ વાટાઘાટ હોય; એ બધા માટે સમય સારો છે. તમે પોતાનો મત સ્પષ્ટપણે માંડી શકશો.
કર્મવિષયક સલાહ : અંતરાત્માનો અવાજ સાંભળો અને પ્રેમની બાબતે યોગ્ય પસંદગી કરો. જો તમે પોતાની પસંદગીઓ બાબતે સ્પષ્ટ હશો તો સહેલાઈથી નિર્ણયો લઈ શકશો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

નાના-નાના ફેરફારો પણ ઘણી મોટી અસર કરશે. તમારે પરિસ્થિતિને બદલવા માટે જીવનનાં તમામ પાસાંનો વિચાર કરીને આવશ્યક ફેરફારો કરવા. આરોગ્યની કોઈ બાબત પ્રત્યે દુર્લક્ષ કરવું નહીં.
કર્મવિષયક સલાહ : પોષક ખોરાક લેવા પર ધ્યાન આપો. મન અને તન બન્ને સારાં રહે એ માટે સમય કાઢીને જરૂરી પ્રયાસ કરવા.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

પ્રતિકૂળ પરિણામ આવી શકે એવું કોઈ કામ કરતાં પહેલાં પૂરતો વિચાર કરી લેવો. સંબંધોમાં ખટરાગ ચાલતો 
હોય તો ઉતાવળે નિર્ણયો લેવા નહીં.
કર્મવિષયક સલાહ : તમને વિકલ્પોમાંથી પસંદગી કરતી વખતે જો કોઈ ડર સતાવતો હોય તો એને અતિક્રમીને પોતાના માટે ઉત્તમ હોય એ જ નિર્ણય લેવો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

પોતાની શક્તિઓનો ઉપયોગ કરો અને બધાની નજરમાં આવી જવાને લગતો ડર રાખવો નહીં. લાંબા સમય સુધી ટકાવીને રાખી શકાય એવા જીવનશૈલીના ફેરફારો કરવા.
કર્મવિષયક સલાહ : 
દરેક કાર્ય પ્રેમપૂર્વક અને ઉત્સાહભેર કરવું. ખરા દિલથી કરેલા નિઃસ્વાર્થ કામમાં ગજબનો ચમત્કાર સર્જાતો હોય છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ પણ માહિતી સંબંધે 
નિર્ણય લેતાં પહેલાં એને બરાબર સમજી લેવી. ખરેખર શું 
જરૂરી છે અને શું નહીં એનો વિચાર કરીને યોગ્ય નિર્ણયો લેવા.
કર્મવિષયક સલાહ : 
પરિવર્તન એ સંસારનો નિયમ છે. ભૂતકાળને કે જૂના વિચારોને પકડીને રાખવાથી ચાલતું નથી. પરિસ્થિતિને નવી નજરે જોવાની 
તૈયારી રાખો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

અત્યારે જે દિશામાં કામ ચાલી રહ્યું હોય એનો મહત્તમ ફાયદો લઈ લેવો. લક્ષ્ય વગર કોઈ કામ કરવું નહીં. ખરેખર શું જોઈએ છે એનો વિચાર તો કરી જ લેવાનો હોય.
કર્મવિષયક સલાહ : તમારા જીવનની અજાણી બાજુનો વિચાર કરવો અને ડર્યા વગર કે એનાથી દૂર ભાગ્યા વગર સામનો કરીને હલ લાવવો. આપણે અંતરમનમાં ડોકિયું કરીએ ત્યારે ઘણી લાગણીઓ સપાટી પર આવતી હોય છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમારું લક્ષ્ય ભલે ગમે તે હોય, તમે શિસ્તબદ્ધ રીતે મહેનત કરવા તૈયાર હશો તો સફળતા ચોક્કસ મળશે. તબિયતને લગતી કોઈ પણ બાબતમાં મૂળ સુધી જવું અને એનો હલ લાવવો.
કર્મવિષયક સલાહ : પોતાને ખરેખર ક્યાં ડર લાગે છે એનો વિચાર કરીને એમાંથી મુક્તિ માટે પ્રયાસ કરવા. લાગણીઓનો સવાલ હોય એવી પરિસ્થિતિમાં તમારે સલામત વિકલ્પ જ પસંદ કરવો, પછી ભલે એ માર્ગ ઉત્તમ ન હોય.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2023 07:27 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK