Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

05 March, 2023 07:15 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

પોતાનાં લક્ષ્યો બાબતે પૂર્ણ સ્પષ્ટતા રાખવી અને ગૂંચવણભરી પરિસ્થિતિમાં એકાગ્રતા ટકાવી રાખવી. સંબંધમાં આગળ વધવા માગતાં હો તો સાનુકૂળ સમય છે.
કારકિર્દી વિશે સલાહ : કોઈ હલ કાઢવા માટે સહેલો રસ્તો અપનાવવાને લીધે સ્થિતિ વધુ ગૂંચવાઈ શકે છે. કારકિર્દીને લગતા કામ માટે વધુ પ્રવાસ કરવો પડતો હોય તેમણે ટાઇમ મૅનેજમેન્ટ કરવું.ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


બધી રીતે સાનુકૂળ સંજોગો ઊભા થવાની રાહ જોવાને બદલે પરિસ્થિતિ જેવી છે એવી સ્વીકારી લેવી. ઉપલબ્ધ તમામ વિકલ્પોને સમજી લીધા બાદ જ યોગ્ય પસંદગી કરવી.
કારકિર્દી વિશે સલાહ : પોતાના ઑનલાઇન અને ઑફલાઇન સંવાદો બાબતે સચેત રહેવું. સહકર્મચારીઓ જોડે વિવાદાસ્પદ ચર્ચામાં ઊતરવું નહીં. પોતાના કામથી કામ રાખવું.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


પોતાનો મુદ્દો મક્કમપણે રજૂ કરવો, પરંતુ નમ્રતા જાળવીને. જેમને કુથલીઓ કરવામાં જ મજા આવતી હોય એવા લોકોએ કહેલી વાતોથી સાચવવું.
કારકિર્દી વિશે સલાહ : તમારા કામ-ધંધાના સ્થળે આવેલાં પરિવર્તનોને મોકળા મનથી આવકારી લેવાં અને પોતાનાથી થાય એટલું સારામાં સારું કામ કરવું. સમજી-વિચારીને નિર્ણયો લેવા.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પરિવારનાં રોકાણો સહિતની આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે.
કારકિર્દી વિશે સલાહ : ટીમમાં રહીને કામ કરવાનું હોય એમણે એ પ્રકારના કાર્યની ખાસિયતો સમજી લેવી. બૉસ અને ઉપરીઓ સાથે સંસ્થાના શિષ્ટાચાર પ્રમાણે એમના હોદ્દાને છાજે એવું વર્તન કરવું.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

વર્તમાન તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો, ફરી આવી તકો નહીં મળે. બજેટ મર્યાદિત હોય તો ખર્ચમાં સાવધ રહેવું. ટૂંક સમયમાં મોટો ખર્ચ આવી શકે છે.
કારકિર્દી વિશે સલાહ : ઝીણી-ઝીણી વિગતોની અવગણના કરવી નહીં. સંદેશવ્યવહારમાં સ્પષ્ટતા રાખવી. આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ સાથેના વ્યવહારમાં સાચવવું, કારણ કે એમનો સાંસ્કૃતિક વારસો અલગ હોય છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પોતાની પાસે ઉપલબ્ધ સમય અને સ્રોતોનો સારામાં સારો ઉપયોગ કરી લેવો. બાહ્ય દેખાવો કે પરિબળોથી વિચલિત થયા વગર પોતાના કાર્ય માટે એકાગ્રતા ટકાવી રાખવી.
કારકિર્દી વિશે સલાહ : તમે કોઈ પણ પડકારને પહોંચી વળવા સક્ષમ છો. જોકે જુનિયરો સાથેના વ્યવહારમાં સાચવવું.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

પરિવારમાં કોઈ અજુગતું વર્તન કરતા હોય તો સાચવી લેવા, પણ  પોતાનો દુરુપયોગ થવા દેવો નહીં. નવાં રોકાણો કરતાં પહેલાં તમામ વિકલ્પો તપાસી લેવા.
કારકિર્દી વિશે સલાહ : કાનૂની પ્રશ્નોને ઘણી જ કાળજી રાખીને હલ કરવા અને બારીકીપૂર્વક અભ્યાસ કરવો. આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ અને પ્રોજેક્ટ્સ ધરાવતાં જાતકોએ પોતાનું સ્તર ઊંચે લઈ જવું પડશે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

પોતાને જે જોઈએ છે એના વિશે સ્પષ્ટતા રાખી વિવિધ વિકલ્પોનો વિચાર કરવો. પડકારભરી પરિસ્થિતિને કળપૂર્વક અને મુત્સદ્દીભરી રીતે સાચવી લેવી.
કારકિર્દી વિશે સલાહ : સહયોગીઓ સાથે અંગત બાબતોની ચર્ચા કરવી નહીં કે કુથલીઓ કરવી નહીં. જો કાનૂની પેચ નિર્માણ થવાની શક્યતા હોય તો માર્ગ મુશ્કેલ હોવા છતાં સચ્ચાઈના માર્ગે જ ચાલવું.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જો ક્યાંક ગરબડ છે એવું લાગતું હોય તો અંતરાત્માના અવાજને અનુસરવું. પ્રૉપર્ટીને લગતા પ્રશ્નોમાં ઘણું જ સાવચેત રહેવું અને એને સંબંધિત કાનૂની પ્રક્રિયાને સમજી લેવી.
કારકિર્દી વિશે સલાહ : ખાસ કરીને પત્રવ્યવહારના કામનો ઢગલો થશે તો તમારું સમયપત્રક સાવ ખોરવાઈ જશે. વધારે રુચિ ન હોય એવા પ્રોજેક્ટ્સમાં પણ પૂરેપૂરી શક્તિ લગાડી દેવી.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

ભૂતકાળ સાથે સંબંધ ધરાવતી પરિસ્થિતિને વ્યવહારબુદ્ધિથી હલ લાવવો. જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર હોય તો આળસ કરવી નહીં અને સહેલો રસ્તો કાઢવાની કોશિશ કરવી નહીં.
કારકિર્દી વિશે સલાહ : પડકારભરી સ્થિતિનો પ્રવર્તમાન સંજોગો અનુસાર હલ લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી લેવો. સહકર્મચારીઓને આવશ્યક હોય એટલી જ માહિતી આપવી.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જો તમે જોખમભર્યું કામ કરવાના હો તો એનાં નકારાત્મક પાસાંનો પણ વિચાર લો. અન્યોના દૃષ્ટિકોણને સમજવા કે પ્રતિક્રિયા કરવામાં ઉતાવળ કરવી નહીં, એનાથી ગેરસમજ થઈ શકે છે. 
કારકિર્દી વિશે સલાહ : તમને ભલે કોઈનો સપોર્ટ મળે નહીં, તમારે પોતાનાથી થાય એટલું ઉત્તમ કાર્ય કરવું. નોકરી બદલવા ઇચ્છુકોએ આવેશમાં આવીને નિર્ણય લેવો નહીં.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

પરંપરાઓ અને પ્રથાઓમાં બંધન લાગતું હોય, પરંતુ ઘરમાં શાંતિ માટે ક્યારેક એનું પાલન કરો. ચર્ચામાં પોતાનું વલણ રજૂ કરવા માટે વિચારોમાં સ્પષ્ટતા રાખવી.
કારકિર્દી વિશે સલાહ : ઈ-મેઇલ કે ફોનની વાતચીતમાં શાંતિ જાળવવી અને પ્રોફેશનલ અભિગમ અપનાવવો. તમારા નવા પ્રોજેક્ટ્સ સફળ થશે, પરંતુ એના માટે તમારે થોડી વધુ મહેનત કરવી પડશે.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય: નિકટના સંબંધીઓ પર પૂરતું ધ્યાન આપજો. એમનું મહત્ત્વ ઓછું આંકતા નહીં. તમારે નિર્ણય લેવાનો આવે અને ઘણા વિકલ્પો હોય તો લાંબા ગાળાની અસરને ધ્યાનમાં લેવી. તમે ધીરજપૂર્વક મંડ્યા રહેશો તો પડકારોનો સામનો કરી શકશો. અધવચ્ચેથી બાજી છોડી દેતા નહીં. નાણાકીય બાબતો માટે સાનુકૂળ સમય છે. લોન સમયસર ચૂકતે કરવાની શક્તિ હોય તો જ  ઘર કે બિઝનેસ માટે લોન લેવી.

પાઇસિસ જાતકો જીવનસાથી તરીકે કેવાં હોય છે? પાઇસિસ જાતકો પોતાની જ દુનિયામાં ખોવાયેલાં રહે છે. એમને વ્યવહારજગતમાં પાછા લાવવા માટે સમજદાર અને વ્યવહારુ જીવનસાથીની જરૂર હોય છે. તેઓ ઘણી કાળજી લેનારા હોય છે અને એમને સ્નેહના બદલામાં સ્નેહ આપે એવા લોકોની જરૂર હોય છે. તેમની સ્વયં સ્ફુરણા ઘણી સતેજ હોય છે. જીવનસાથીને મજા ન હોય એ વાત તેઓ તરત જ સમજી લે છે. તેઓ ક્યારેક વધુપડતા ભાવુક થઈ જાય છે અને વ્યવહારુ બનવાને બદલે ભાવનાઓમાં આશરો શોધતા હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2023 07:15 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK