Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

19 March, 2023 07:30 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

જીવનશૈલીમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં અંતરાત્માનો અવાજ સાંભળવો. ગપસપ કરવામાં સાચવવું, કારણ કે તમે જે કહ્યું હશે એનો તમારી વિરુદ્ધ ઉપયોગ થઈ શકે છે.
જીવનસુધાર માટે સૂચન : પોતાને જે જોઈએ છે એના વિશે સ્પષ્ટતા રાખવી; બાંધછોડ કરવી નહીં, પોતાના માર્ગથી દૂર જવું નહીં.ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કોઈ મિત્ર કંઈક કહે કે કરે એની સાથે જો તમે અસંમત હો તો પણ બોલતાં પહેલાં વિચાર કરી લેવો. રોકાણો અને નાણાકીય બાબતો માટે સાનુકૂળ સમય છે.
જીવનસુધાર માટે સૂચન : બે ડગલાં પાછળ જઈને વિચાર કરી લેવો અને પોતાની જાતને સમજવા માટે વધુ પ્રયત્ન કરવા. આળસ કરવી નહીં, પરંતુ જેને જેટલા સમયની જરૂર હોય એટલો સમય તો આપવો જ.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


જરૂર પડે તો મદદ માગી લેવી. પોતાની કુશળતા વધારવા માટે પ્રયાસ કરવો. કોઈ પણ મીટિંગ, વાટાઘાટ કે ઇન્ટરવ્યુમાં જતાં પહેલાં પૂર્ણ તૈયારી કરી લેવી.
જીવનસુધાર માટે સૂચનઃ એકદમ સલામત રહેવાની કોશિશ કરવાને બદલે હૂંફાળા કોચલામાંથી બહાર આવવું. પોતાની મર્યાદાઓને ઓળંગીને આગળ વધો તો જીવન ઘણું જ સમૃદ્ધ બની શકે છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોની પાસેથી સલાહ લઈ રહ્યા છો એ જોઈ લેવું, કારણ કે કોઈ વ્યક્તિ તમને ગેરમાર્ગે દોરી શકે છે. બિનજરૂરી ખર્ચ કરવાને બદલે રોકાણ કરવા પર લક્ષ આપવું.
જીવનસુધાર માટે સૂચન : પોતાની સાથે પ્રામાણિક બનવું અને સુષુપ્ત ઇચ્છાઓને ચકાસી લેવી. થોડા સમય પહેલાંની અગત્યની વસ્તુ હવે કદાચ એટલી મહત્ત્વની ન હોય.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

મહત્ત્વના નિર્ણયો લેતાં પહેલાં એના વિશેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી લેવી અને બે વાર ચકાસી લેવી. સ્વયં રોજગાર કરનારાઓ માટે આવનારો સમય સારો છે.
જીવનસુધાર માટે સૂચન : પડકારોને પહોંચી વળવા માટે અેક નહીં, અનેક સ્રોતો જરૂરી છે. આથી યોગ્ય સ્રોત તમારી પાસે હોય એની તકેદારી લેવી.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કોઈ સંબંધી કે મિત્ર વિશે વાત કરતી વખતે સાવચેતી રાખવી. તબિયત સાચવવા પર થોડું વધારે લક્ષ આપવું અને પૂરતી ઊંઘ લેવી.
જીવનસુધાર માટે સૂચન : જરૂર હોય ત્યારે પોતાનો પક્ષ મજબૂત રીતે માંડવો. બીજા લોકોના એજન્ડાને કારણે તમે બાજુએ ધકેલાઈ ન જાઓ એનું ધ્યાન રાખવું.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

પોતાની લાભદાયક સ્થિતિનો ઉપયોગ કરવો, પરંતુ કોઈને નડ્યા વગર, શાંત રીતે. મોટી ઉંમરનાં જાતકોએ તબિયત સાચવવી.
જીવનસુધાર માટે સૂચન : ઉતાવળે નિર્ણયો લેવાથી અને અપરિપકવ સ્થિતિમાં પગલું ભરવાથી જટિલતાઓ સર્જાઈ શકે છે. ધીરજ રાખવી અને સતર્કતા જાળવવી એ બન્ને એકસાથે જરૂરી છે. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

પેચીદી પરિસ્થિતિમાં સપડાઈ જાઓ નહીં એ માટે સાવધ રહો. એમ છતાં અટવાઈ જાઓ તો એમાંથી ઝડપથી બહાર નીકળી જવાય એના વિકલ્પો સ્માર્ટલી શોધી રાખો. રોકાણો કરવા માટે સારો સમય છે.
જીવનસુધાર માટે સૂચન : પોતાનાં લક્ષ્યો હાંસલ કરવા પર ધ્યાન આપવું. આસપાસની નકારાત્મક બાબતોને બહુ મન પર લેશો નહીં. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈના વિશે કુથલીઓ થતી હોય એના પર ધ્યાન આપવાથી મહત્ત્વપૂર્ણ સંબંધમાં તિરાડ પડી શકે છે. કોઈ પણ નવા વિચારમાં સંભાવનાઓ રહેલી હોય છે, પરંતુ એના પર તમારે થોડી વધુ મહેનત લેવી.
જીવનસુધાર માટે સૂચન : દરેક પરિસ્થિતિમાં હળવે હલેસે કામ લેવું, ઉતાવળ ટાળવી. લાંબા ગાળાનો વિચાર કરી લીધા પછી જ આગળ પગલું ભરવું.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કામના સ્થળે સમયપત્રક પાળવુંં અને જો ટીમમાં કામ કરવાનું હોય તો પૂરતું લક્ષ્ય આપવું. મિત્રો તમને મદદ અને પ્રેરણા પૂરી પાડશે.
જીવનસુધાર માટે સૂચન : સ્વપ્નો જોવામાં કંઈ ખોટું નથી. મોટા વિચારો રાખવા અને બીબાંઢાળ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો વિચાર કરવો. તમે ધારો છો એના કરતાં તમારી પાસે વધુ સામર્થ્ય છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

પરિવારમાં કોઈ ખાસ પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર હોય તો એના માટે સમય ફાળવવો. વિશાળ સામાજિક વર્તુળ ધરાવતાં જાતકોએ મહત્ત્વના લોકો માટે જ સમય ફાળવવો.
જીવનસુધાર માટે સૂચન : કોઈ પણ ભયને લીધે પાછીપાની કરવી નહીં. પોતાનાં મંતવ્યોને દૃઢપણે વળગી રહેવાની જરૂર છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

હાલ જે સંજોગો છે એને યોગ્ય રીતે સાચવી લેવા. એમાં બહુ ધરખમ ફેરફારો કરવાની ચેષ્ટા કરવી નહીં. બદલાવ ઝંખતા હો તો પણ વગર વિચાર્યે આગળ વધવું નહીં.
જીવનસુધાર માટે સૂચન : જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કરવા માટે ઉત્તમ સમય છે. ભલે તમે સો ટકા સાચા હો, પણ તમારા વિચારો કોઈના પર લાદવા નહીં.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય: પોતાનાં લક્ષ્યો સુધી પહોંચવા માટે તમને ખૂબ એકાગ્રતા, શિસ્ત અને નિષ્ઠાની જરૂર પડશે. સતત બીજા સાથે સ્પર્ધાની સ્થિતિ પેદા ન કરવી. સ્પર્ધાત્મક વાતાવરણમાં સાવચેતી રાખવી અને બીજી વ્યક્તિઓને ઊંચી આંકવી નહીં. નાનામાં નાની તકનો મહત્તમ ઉપયોગ કરી લેવો અને તમારું પ્રોફેશનલ નેટવર્ક વિસ્તારવાના માર્ગો શોધવા.

એરીઝ જાતકો કેવાં હોય છે?: સર્વપ્રથમ રાશિ એરીઝ છે અને એના પરથી અંદાજ લગાવી લેવો કે આ રાશિનાં જાતકો પોતાના વિશે કેવો અભિપ્રાય ધરાવે છે. તેઓ પોતાનું કામ કરાવી લેવામાં માહેર હોય છે. તેઓ પ્લાન શરૂ કરે અને પ્રોજેક્ટ શરૂ કરે એમાં એમને ઘણી રુચિ હોય છે. આકર્ષક વ્યક્તિત્વ હોવાને કારણે તેઓ લોકો સુધી સહેલાઈથી પહોંચી શકે છે. તેઓ એકદમ સ્પષ્ટવક્તા હોય છે અને એને કારણે ક્યારેક લોકો તેમને ઉદ્ધત માની લઈ શકે છે. મુત્સદ્દીપણું રાખીને બોલવાનું કદાચ એમને ફાવતું જ નથી.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2023 07:30 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK