તમારે ઘર અને પારિવારિક જીવન પર લક્ષ આપવાનું રહેશે. થોડી વધુ જવાબદારીઓ નિભાવવી પડે એવું પણ શક્ય છે.
સાપ્તાહિક રાશિફળ
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...
તમારે ઘર અને પારિવારિક જીવન પર લક્ષ આપવાનું રહેશે. થોડી વધુ જવાબદારીઓ નિભાવવી પડે એવું પણ શક્ય છે. જેમાં પરિણામ આવી ચૂક્યું છે એવી બાબતોને છોડી દો અને ભવિષ્ય પર ધ્યાન આપો. જેઓ જૂનું દરદ ધરાવતા હોય તેમણે થોડી વધુ કાળજી રાખવી પડશે અને જરૂર પડ્યે જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે. પૈસા તથા અન્ય સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો.
સ્કોર્પિયો જાતકોની અજાણી બાજુ
સ્કોર્પિયો જાતકો ખૂબ જ લાગણીશીલ હોય છે. તેમને કોઈ હેરાન કરી જશે એવા ડરથી તેઓ લાગણીઓ દબાવીને રાખતા હોય છે. જોકે તેઓ જ્યારે કોઈની સામે બદલો લેવા માગતા હોય ત્યારે અચાનક ઘણા જબરા બની જતા હોય છે અને વ્યવસ્થિત વ્યૂહ ઘડીને વર્તતા હોય છે. તેઓ પોતાનાં લક્ષ્યો બાબતે ઘણા આગ્રહી બની શકે એવા હોય છે અને એને લીધે તેઓ કદાચ એવું પણ વર્તન કરી બેસે કે લાંબા ગાળે તેમને પોતાને જ નુકસાન થાય.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
યોગ્ય સમયે કામ કરવાનું મહત્ત્વ હોય છે. તમારે નબળાઈઓ પર ધ્યાન આપવાને બદલે શક્તિઓ પર લક્ષ આપીને એનો ઉપયોગ કરવાની જરૂર છે. જૂનીપુરાણી આદતોનો ત્યાગ કરો.
કારકિર્દી વિશે સલાહ : કારકિર્દીમાં સમયની સાથે તાલ મિલાવવા માટે નવાં કૌશલ્યો પ્રાપ્ત કરો. બૉસ અને ઉપરીઓ જોડેના વ્યવહારમાં સંસ્થાના શિષ્ટાચારનું પાલન કરો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
પરિસ્થિતિ જ્યારે પડકારજનક બની જાય ત્યારે લાગણીઓ અને વ્યવહારની વચ્ચે સ્પષ્ટતા અને સમતુલા રાખવાની જરૂર હોય છે. મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં આવશ્યક તમામ માહિતી ભેગી કરી લેવી.
કારકિર્દી વિશે સલાહ : કામના સ્થળે ખાસ કરીને ક્ષુલ્લક બાબતોમાં દલીલોમાં ઊતરવું નહીં. ઘરેથી બિઝનેસ કરનારા લોકો માટે સાનુકૂળ સમય છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
પરિસ્થિતિને બરોબર સમજી લીધા બાદ પોતાના માટે લાભપ્રદ હોય એવાં પાસાંનો ઉપયોગ કરવો. મર્યાદિત બજેટ ધરાવતા લોકોએ ખર્ચ બાબતે સાવધાની રાખવી.
કારકિર્દી વિશે સલાહ : તમને કોઈ ઉપરી કે માર્ગદર્શક પાસેથી સારી સલાહ અથવા તો મહત્ત્વપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ શકે છે. સહકર્મીઓ જોડે વાતચીત કરવામાં સંભાળવું, કારણ કે તમારી વાતોની ઊંધી રજૂઆત કરવામાં આવવાનું જોખમ છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
પરિસ્થિતિને ઊંડાણમાં સમજો અને જરૂર પડ્યે પ્રશ્નો પૂછીને જાણકારી મેળવો. ઘર અને પરિવાર પર ખાસ કરીને અગત્યના મુદ્દે વાતચીત કરતા હો ત્યારે ખાસ ધ્યાન આપવું.
કારકિર્દી વિશે સલાહ : પડકારજનક પરિસ્થિતિમાં સર્વગ્રાહી વિચાર કરશો તો તમે હલ શોધી શકશો. મીટિંગો, ઇન્ટરવ્યુ અને નવા કૉન્ટ્રૅક્ટ પર સહી કરવા માટે સારો સમય છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
પ્રૉપર્ટીને લગતી બાબતોમાં જો કાનૂની પ્રક્રિયા પણ સંકળાયેલી હોય તો એને કાળજીપૂર્વક સાચવી લેવી. તબિયતનું થોડું વધુ ધ્યાન રાખવું અને પૂરતી ઊંઘ લેવી.
કારકિર્દી વિશે સલાહ : ખાસ કરીને જ્યારે લાંબા ગાળાની અસરોનો સવાલ હોય ત્યારે પરિસ્થિતિનો સારામાં સારો ઉપયોગ કરી લેવો. સહકર્મીઓ અને ક્લાયન્ટ્સ જોડે સંબંધો સારા રાખવા.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
તમે સમય અને શક્તિનો ક્યાં ઉપયોગ કરી રહ્યા છો અને તમારા વિચારો શું છે એનો વિચાર કરો. હાઈ બ્લડ-પ્રેશરની કે હૃદયને લગતી બીજી બીમારી હોય તો વધુ સાચવવું.
કારકિર્દી વિશે સલાહ : તમને મળેલી માહિતીની સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવવો. મોટી સંસ્થામાં કામ કરનારા લોકોએ ત્યાંની કાર્યપદ્ધતિ અને શિષ્ટાચારનું ધ્યાન રાખવું.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
તમારે સમતુલા જાળવવાની હોય ત્યાં વ્યવહારુ અભિગમ અપનાવવાનું તમારી ધારણા કરતાં વધારે પડકારરૂપ હશે. તરત કોઈ નિષ્કર્ષ પર આવી જવું નહીં, કારણ કે એ સદંતર ખોટો હોઈ શકે છે.
કારકિર્દી વિશે સલાહ : તમે નાના પ્રશ્નો પર તત્કાળ ધ્યાન નહીં આપો તો એ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. બજેટને વળગી રહો અને આવશ્યક સમયમર્યાદાનું પાલન કરો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
તમારે કંઈ કરવાનું ન હોય એવી પરિસ્થિતિમાં પણ સૌના ધ્યાનમાં રહો એવી રીતે વર્તવામાં કંઈ ખોટું નથી. મિત્રો અને સંબંધીઓ માટે સમય ફાળવવો.
કારકિર્દી વિશે સલાહ : ધીમા ચાલી રહેલા અથવા અટકી પડેલા પ્રોજેક્ટમાં ધીરજ રાખવી. મજબૂત પાયો રચવા પર લક્ષ કેન્દ્રિત કરવું અને કારકિર્દીને પોષક બની રહે એવી રીતભાત કેળવવી.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
ધીમી પડેલી કાર્યવાહીમાં તમારે ખરેખર શું કરવું છે એના વિશે સ્પષ્ટતા રાખવી. નબળી પાચનશક્તિ ધરાવતા જાતકોએ ખાણી-પીણીમાં સાચવવું.
કારકિર્દી વિશે સલાહ : તમારા નિયંત્રણમાં ન હોય એવી બાબતો વિશે વધુ વિચારવું નહીં અને આવેશમાં આવીને નિર્ણયો લેવા નહીં. આંતરરાષ્ટ્રીય સહકર્મીઓ અને ક્લાયન્ટ્સ જોડેનાં સમીકરણો સુધારવા પર થોડું વધુ ધ્યાન આપવું.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
પરિણામો ભોગવવા તૈયાર ન હો તો બિનજરૂરી સંઘર્ષમાં ઊતરવું નહીં. પોતાની પસંદગી વિશે ચોક્કસ ખ્યાલ ધરાવતા કુંવારા જાતકોએ જીવનસાથીની શોધ ઝડપી બનાવવી.
કારકિર્દી વિશે સલાહ : નાની-નાની બાબતોમાં સામેથી સક્રિયતા દાખવી પરિસ્થિતિ બેકાબૂ થઈ જાય એ પહેલાં જટિલ બાબતોને ઉકેલી લેવી. તમારી વાટાઘાટો ક્યાંય અટકી ગઈ હોય તો તમારે પોતાનો અભિગમ બદલવાની જરૂર છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
અંતરાત્માના અવાજને અનુસરો અને કોઈ પણ પરિસ્થિતિને ફક્ત ઉપરછલ્લી રીતે મૂલવવી નહીં. સંબંધોમાં ક્યાંય ખટાશ આવી હોય તો સ્પષ્ટ સંવાદ સાધવો.
કારકિર્દી વિશે સલાહ : તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો અને બીજાઓના અભિપ્રાયના આધારે પોતાના નિર્ણયો લેવા નહીં. કોઈ પણ પ્રેઝન્ટેશન કરવાના હો તો ડેટા અને હકીકતોની ફરી એક વાર ચકાસણી કરી લેવી.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમને ખરેખર શું જોઈએ છે એના વિશે સ્પષ્ટતા રાખવી અને ભૂતકાળના કોઈ પણ બનાવની અસર થવા દેવી નહીં. પૈસા અને બીજાં સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો.
કારકિર્દી વિશે સલાહ : નાની તકને પણ બરોબર સમજી લેશો તો શક્ય છે કે એમાં ભરપૂર સંભાવનાઓ રહેલી દેખાશે. કામના સ્થળે લાગણીઓના તાણાવાણામાં અટવાઈ જતા નહીં, પરંતુ સહકર્મીઓ સાથેના સંબંધો સાચવજો.


