Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 11 December, 2022 07:25 AM | Modified : 18 December, 2022 07:40 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

જાણો કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

તમને પસંદગીની છૂટ હોય તો એવો જ વિકલ્પ પસંદ કરજો જે તમે પોતે ઇચ્છો છો. ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાની રાખજો, કારણ કે અકસ્માતનું જોખમ છે.
સંબંધો સાચવવા માટે સલાહઃ તમે ઉતાવળે કોઈ વર્તન કરી બેસશો તો મામલો ગૂંચવાશે. કોઈ પણ વિખવાદ કે મતભેદનો અંત લાવવા માટે કઈ રીતે વર્તવું એ બાબતે બે ઘડી વિચાર કરી લીધા પછી જ આગળ વધજો.



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


ઉપરીઓ સાથેના વ્યવહારમાં સાવધાની રાખજો. રોકાણો અને નાણાકીય બાબતો પ્રત્યે સંતુલિત અભિગમ અપનાવજો અને જલદીથી પૈસા કમાઈ લેવાની લાલચમાં ફસાતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહઃ સંબંધોમાં અહમને સ્થાન લેવા દેતા નહીં, પછી ભલે તમને અમુક વ્યવહાર યોગ્ય લાગતો હોય. પરિવારજનો સાથેના વ્યવહારમાં સંભાળજો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે અથવા પોતાના કૌશલ્યને વધુ ખીલવવા માટે સાનુકૂળ સમય છે. નાણાકીય નિર્ણયો સમજી-વિચારીને લેવા.
સંબંધો સાચવવા માટે સલાહઃ સોશ્યલ મીડિયા પર ચૅટિંગમાં સાવધાન રહેવું, કારણ કે ગેરસમજ થવાની શક્યતા રહેલી છે. પોતે સામેવાળી વ્યક્તિમાં ખરેખર શું શોધે છે એના વિશે કુંવારાઓએ સ્પષ્ટતા રાખવી. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમારો હિસાબ પદ્ધતિસર સચવાયેલો અને હાથવગો રાખો. કાનૂની કેસમાં ગૂંચમાં ભૂતકાળનો અનુભવ હાથવગો રહેશે. 
સંબંધો સાચવવા માટે સલાહઃ સંબંધોને લગતા કોઈ પણ વિષયમાં તમારાં જમા પાસાંનો ઉપયોગ કરી લેવો. સ્પષ્ટ અને મુક્તપણે સંવાદ સાધવો તમારા માટે જરૂરી છે. એમ કરવાથી ભવિષ્યમાં ગૂંચવાડો થતો અટકાવી શકાશે. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કોના પર વિશ્વાસ રાખવો અને કોના પર નહીં એ બાબતે સ્પષ્ટતા રાખવી. લોકોને જરૂરી હોય એટલી જ માહિતી પૂરી પાડવી. રોકાણના વિવિધ વિકલ્પો ચકાસી લેવા.
સંબંધો સાચવવા માટે સલાહઃ અગત્યના સંબંધો સાચવવા પર ધ્યાન આપવું અને લોકોનું મહત્ત્વ ઓછું આંકવું નહીં. જવાબદારી લેવાની અને સંબંધોમાં સુમેળ ટકાવી રાખવાની તૈયારી રાખવી.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમે અદ્યતન ટેક્નૉલૉજીથી અને કામના સ્થળે આવશ્યક કૌશલ્યથી વાકેફ હોવા જોઈએ. પ્રૉપર્ટીના તમામ દસ્તાવેજો શાંતિપૂર્વક અને કાળજીપૂર્વક ચકાસી લેવા.
સંબંધો સાચવવા માટે સલાહઃ સ્પષ્ટ સંવાદમાં ઓટ આવવા દેવી નહીં. વધુપડતા વ્યસ્ત છો એવું બહાનું કાઢવું નહીં. મહત્ત્વપૂર્ણ લોકોને જ મહત્ત્વ આપવું, ખાસ કરીને ત્યારે જ્યારે તમે અનેક મિત્રવર્તુળ ધરાવતા હો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જો તમે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ચાલશો તો ગણતરીપૂર્વકનું જોખમ ખેડી શકો છો. બૉસ અને ઉપરીઓ જોડે મતભેદ રાખવો નહીં.
સંબંધો સાચવવા માટે સલાહઃ જે સંબંધોમાં ઉષ્મા ઓછી થઈ ગઈ છે એમાં તમારા તરફથી થોડી વધુ હૂંફ ઉમેરજો. ક્યાંય મતભેદ હોય તો બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરજો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જરૂર પડ્યે ઝડપી પગલું ભરતા અચકાતા નહીં. કાનૂની બાબતમાં પોતાના લાભની બાબતોનો ઉપયોગ જરૂર કરવો.
સંબંધો સાચવવા માટે સલાહઃ કૂથલીઓ કરનારા અને મરચું-મીઠું ભભરાવીને બોલનારા સંબંધીથી સાવધાન રહેજો. તમે જેની પર વિશ્વાસ મૂકતા હો એવા મિત્રની સલાહ ગંભીરતાપૂર્વક લક્ષમાં લેજો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ પણ નવા વિચારને અપનાવતા પહેલાં એની વ્યવહારુતા ચકાસી લેવી. જેટલી છૂટ હોય એટલા જ સમયનો ઉપયોગ કરવો અને જોખમી રોકાણોથી બચવું.
સંબંધો સાચવવા માટે સલાહઃ ક્યારેક સ્પષ્ટવક્તા બનવાને બદલે મુત્સદ્દીપણું અપનાવવું પડતું હોય છે. જો ઘનિષ્ઠ મિત્ર સાથેનું અંતર વધી જતું જણાય તો પોતે જ તેમની નિકટ જવું.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

નજીકના ગાળામાં તમને સહેલો રસ્તો અપનાવવાનું વધુ માફક આવશે, પરંતુ એનાથી હલ નહીં આવે. જે યોગ્ય છે એ જ કરવું, ભલે માર્ગ મુશ્કેલીભર્યો હોય.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈને વણમાગી સલાહ આપતા નહીં અને તમને સંબંધ ન હોય એવી પરિસ્થિતિથી દૂર રહેવું. બીજાઓના પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કરવાને બદલે તેમની વાતો ધ્યાનપૂર્વક સાંભળો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જેની જરૂર જણાય એ તમામ ફેરફારો લાવવા. લક્ઝરી આઇટમો પર સ્વૈચ્છિક રીતે ખર્ચ કરતી વખતે સાવચેતી રાખવી.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈ પરિસ્થિતિ બાબતે મત ઘડતા પહેલાં એનાં તમામ પાસાં જોઈ લેવાં. કૂથલી કરનારા અને પીઠ પાછળ ઘસાતું બોલનારા લોકોનો સંગ કરવો નહીં.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કરવા અને જાતને સુધારવા માટે વધુ જહેમત ઉઠાવવી. બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં. કામના સ્થળે વિખવાદથી દૂર રહેવું.
સંબંધો સાચવવા માટે સલાહઃ સંબંધોને સુમેળભર્યા રાખવા માટે પોતાની જવાબદારી સુપેરે નિભાવવી. કુંવારાઓ કોઈ એક વ્યક્તિ સાથે નક્કી કરતાં પહેલાં વધુ વિકલ્પો વિશે વિચારી શકે છે. 

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : પોતાના અંગત તથા વ્યાવસાયિક નેટવર્કનો સારામાં સારો ઉપયોગ કરવો. સલાહ કે મદદની જરૂર પડે તો એ માગવામાં સંકોચ કરવો નહીં. રોકાણ કરવા માટે સાનુકૂળ સમય છે. તમે નિવૃત્તિ માટેનું આયોજન શરૂ કરી શકો છો. પોતાની ઉંમરને માફક આવે એવો વ્યાયામ કરવા માટે નિયમિત સમય ફાળવવો અને લાંબા ગાળા સુધી તંદુરસ્તી ટકી રહે એવી જીવનશૈલી અપનાવવી.

સૅજિટેરિયસ જાતકોનાં અજાણ્યાં પાસાં: સૅજિટેરિયસ જાતકો ટીકાને સહન કરી શકતા નથી. જો લાગણીઓ કાબૂમાં ન રહે તો પ્રતિકૂળ પ્રતિક્રિયા આપી શકે છે. તેઓ પ્રામાણિક હોય છે અને ક્યારેક એને લીધે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવાનું જોખમ હોય છે. આ જાતકો જક્કી હોય છે. પોતે જે જાણે છે એ જ સાચું એવો તેમનો અભિગમ હોય છે. આથી તેઓ કોઈની સલાહ સાંભળતા નથી. તેઓ જલદી ગુસ્સે થઈ જાય છે અને શિસ્તબદ્ધ જીવન જીવતા નથી. એને લીધે તેઓ પોતાની ક્ષમતા જેટલી સફળતા પ્રાપ્ત કરી શકે નહીં એવું બનતું હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2022 07:40 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK