Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > આ રાશિના જાતકોને ફળદાયી નીવડશે જૂન મહિનો, બિઝનેસ લેશે નવો વળાંક

આ રાશિના જાતકોને ફળદાયી નીવડશે જૂન મહિનો, બિઝનેસ લેશે નવો વળાંક

01 June, 2023 07:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ મહિને ઘણા લોકોના સપનાઓને નવી પાંખો મળશે તો ઘણા લોકોએ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો ખાસ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્ષ ૨૦૨૩નો જૂન મહિનો આજથી શરૂ થઈ ગયો છે. આ મહિને ઘણા લોકોના સપનાઓને નવી પાંખો મળશે તો ઘણા લોકોએ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો ખાસ છે. કેટલીક રાશિના જાતકોને આ મહિને ઘણો ફાયદો થઈ શકે. આવો જોઈએ કઈ છે આ રાશિ.

મિથુન



મિથુન રાશિના જાતકોએ જૂન મહિનામાં બિઝનેસ વધારવા માટે ટેક્નોલોજી અને ઈ-પેમેન્ટને પ્રોત્સાહન આપવું જોઈએ. હવે ડિજિટલ યુગમાં આ વસ્તુઓનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ, પરંતુ થોડી સાવધાની સાથે. મોટા નિર્ણયો લેવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ, નહીં તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જેમણે અગાઉ રિયલ એસ્ટેટમાં પૈસા રોક્યા હતા તેમને સારો નફો મળી શકે છે. મંદીનો ભય તમને સતાવી શકે છે, પરંતુ માં મક્કમ રાખવું પડશે.


કન્યા

કન્યા રાશિના જાતકોએ ટેક્સના મામલામાં સાવધાની રાખવી પડશે અને સમયસર જમા કરાવવો જોઈએ, નહીં તો તેમને દંડનો સામનો કરવો પડી શકે છે. ક્રોધ અને ઉતાવળને બદલે ધીરજથી વર્તન પર પણ નિયંત્રણ રાખવું પડશે. જો વ્યવસાયમાં ભાગીદાર તમારો ભાઈ છે, તો તેમની મદદથી તમને સારો નફો મળશે.


વૃશ્ચિક

આ રાશિના વેપારીઓએ ટેક્સ સંબંધિત બાબતોમાં ખૂબ સતર્ક રહેવું પડશે, નહીં તો દંડ અથવા કાયદાકીય બાબતોનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા ઉત્પાદનની ગુણવત્તા વધારવી પડશે. ગ્રાહકોની માગ પ્રમાણે સામાન અપગ્રેડ કરવો છે. મોટા ઉદ્યોગપતિઓએ પણ લેવડદેવડ કરતી વખતે અન્ય પક્ષના મૂડને સમજવાની જરૂર પડશે.

મકર

મકર રાશિના ધંધાર્થીઓએ આ મહિને પોતાના તમામ દસ્તાવેજો અને વ્યવસાય વ્યવસ્થિત રાખવાનો આગ્રહ રાખવો. ભાગીદારોથી છૂટા પડવાની સંભાવના છે, જે સમસ્યાઓનું કારણ બની શકે છે. બિઝનેસ મીટિંગમાં સફળતા મળવાની સંભાવના છે.

આ પણ વાંચો: અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કુંભ

સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ માટે બનાવેલા નિયમોનું અનુશાસન સાથે પાલન કરવું. ગ્રાહકોનો સંપૂર્ણ આદર કરો અને તેમના શબ્દો પર ઉગ્ર પ્રતિક્રિયા આપશો નહીં. મનમાં ખૂબ જ સર્જનાત્મક વિચાર આવશે, જે વ્યવસાયમાં નવો વળાંક લેવામાં મદદ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2023 07:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK