Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Janmashtami 2023: જન્માષ્ટમીના દિવસે બનશે આ શુભ સંયોગ, જાણો પૂજા અને રોહિણી નક્ષત્રનો સંદર્ભ

Janmashtami 2023: જન્માષ્ટમીના દિવસે બનશે આ શુભ સંયોગ, જાણો પૂજા અને રોહિણી નક્ષત્રનો સંદર્ભ

Published : 04 September, 2023 08:39 PM | Modified : 06 September, 2023 11:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બને છે ખાસ સંયોગ, જાણો પૂજા-વિધિની રીત અને મૂહુર્ત તથા પૂજા લાભ અને રોહિણી નક્ષત્રના મહત્વ વિશે...

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (ફાઈલ તસવીર)

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (ફાઈલ તસવીર)


જન્માષ્ટમી શુભ મુહૂર્ત (Janmashtami 2023)
જન્માષ્ટમી તિથિ બુધવાર 6 સપ્ટેમ્બર 2023ના બપોરે 03.37 વાગ્યાથી શરૂ થશે. આ તિથિ 7 સ્પટેમ્બર 2023ના દિવસે સાંજે 4.14 વાગ્યે સમાપ્ત થશે. તો, જન્માષ્ટમીના શુભ મુહૂર્ત રાતે 12.02 વાગ્યાથી લઈને 12.48 વાગ્યા સુધી રહેશે. આ મુહૂર્તમાં લડ્ડૂ ગોપાલની પૂજા અર્ચના કરવામાં આવે છે. વિધિ-વિધાનથી પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાયછે. પુરાણો પ્રમાણે શ્રીકૃષ્ણનો જન્મ રાતે 12 વાગ્યે રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ માન્યતા પ્રમાણે ગૃહસ્થ જીવન જીવનારા 6 સપ્ટેમ્બરે જન્મોત્સવ ઉજવશે. આ દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે.

જન્માષ્ટમી તિથિ
શ્રાવણ કૃષ્ણ જન્માષ્ટમી તિથિ શરૂ- 6 સપ્ટેમ્બર 2023, બપોરે 3.37
શ્રાવણ કૃષ્ણ અષ્ટમી તિથિ સમાપ્તિ- 7 સપ્ટેમ્બર 2023, સાંજે 4.14



રોહિણી નક્ષત્ર (Janmashtami 2023 Rohini Nakshatra)
રોહિણી નક્ષત્ર પ્રારંભ- 06 સપ્ટેમ્બર 2023, સવારે 9.20 વાગ્યે
રોહિણી નક્ષત્ર સમાપ્તિ- 07 સપ્ટેમ્બર 2023, સવારે 10.25 વાગ્યે


પૂજા મુહૂર્ત (Janmashtami 2023 Puja Muhurat)
શ્રીકૃષ્ણ પૂજાનો સમય- 6 સપ્ટેમ્બર, રાતે 12.00 વાગ્યાથી રાતે 12.48 વાગ્યે
પૂજાનો સમય - 48 મિનિટ

જન્માષ્ટમી પર આ રીતે કરો પૂજા (Janmashtami 2023 Puja Vidhi)
જન્માષ્ટમી વ્રતમાં અષ્ટમીના ઉપવાસથી લઈને પૂજન અને નવમીના પારણા બાદ વ્રતની પૂર્તિ થાય છે. આ વ્રતના એક દિવસ પહેલા એટલે કે સપ્તમીના દિવસે સામાન્ય અને સાત્વિક ભોજન કરવું જોઈએ. વ્રતના દિવસે સવારે સ્નાનાદિથી પરવારીને બધા દેવી દેવતાઓને નમસ્કાર કરવા. પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરી બેસી જવું. હાથમાં જળ, ફળ અને પુષ્પ લઈને વ્રતનો સંકલ્પ લેવો. મધ્યાહ્નના સમયે કાળા તલનું જળ છાંટીને દેવકીજી માટે પ્રસૂતિગૃહ બનાવવું. હવે આ સૂતિકા ગૃહમાં સુંદર પથારી કરીને તેના પર કળશ સ્થાપિત કરવો. ભગવાન કૃષ્ણ અને માતા દેવકીજીની મૂક્તિ અથવા સુંદર ચિત્ર સ્થાપિત કરવું. દેવકી, વાસુદેવ, બળદેવ, નંદ, યશોદા અને લક્ષ્મીજીનું નામ લઈને વિધિસર પૂજન કરવું. આ વ્રત રાતે 12 વાગ્યા પછી જ ખોલી શકાય છે. આ વ્રતમાં અનાજનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફલાહાર તરીકે કુટ્ટૂના લોટના ભજીયા, માવાની બરફી અને સિંગાડાના લોટનો હલવો ખાઈ શકાય છે.


વ્રત કરવાથી મળશે પાપ-કષ્ટોમાંથી મુક્તિ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બનતા આ દુર્લભ સંયોગમાં પૂજનનું ખાસ મહત્વ છે. નિર્ણય સિંધુ નામક ગ્રંથ પ્રમાણે, આવો સંયોગ જ્યારે જન્માષ્ટમી પર બને છે, તો આ ખાસ અવસરને ગુમાવવો ન જોઈએ. જો તમે આ પ્રકારના સંયોગમાં વ્રત કરો છો તો 3 જન્મોના જાણ્યા-અજાણ્યા પાપમાંથી મુક્તિ મળે છે. માન્યતા છે કે આ તિથિ અને સંયોગમાં ભગવાન કૃષ્ણનું પૂજન કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય છે. વ્યક્તિને ભગવત્ કૃપાની પ્રાપ્તિ થાય છે. જે લોકો અનેક જન્મોથી પ્રેત યોનિમાં ભટકી રહ્યા છે, આ તિથિતમાં તેમને માટે પૂજન કરવાથી તેમને મુક્તિ મળે છે. આ સંયોગમાં ભગવાન શ્રીકૃષ્ણના પૂજનથી સિદ્ધિની પ્રાપ્તિ થશે તથા બધા કષ્ટોમાંથી મુક્તિ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2023 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK