Krishna Janmashtami 2023: દરવર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. 6 સપ્ટેમ્બરના રોજ આ પર્વ ઉજવવામાં આવશે. આ દિવસે રોહિણી નક્ષત્રની સાથે જ અનેક શુભ સંયોગ બની રહ્યા છે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (ફાઈલ તસવીર)
Krishna Janmashtami 2023: દરવર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. 6 સપ્ટેમ્બરના રોજ આ પર્વ ઉજવવામાં આવશે. આ દિવસે રોહિણી નક્ષત્રની સાથે જ અનેક શુભ સંયોગ બની રહ્યા છે.
Janmashtami 2023: હિંદુ ધર્મમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. આ દિવસે લોકો વ્રત રાખીને અને વ્રત રાખ્યા વિના પણ આ ખૂબ જ ઉત્સાહથી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવે છે. આ વખતે બુધવાર 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવશે. આ વર્ષે જન્માષ્ટમીના અવસરે અનેક વર્ષો બાદ એવો સંયોગ બની રહ્યો છે કે જે ખૂબ જ દુર્લભ છે. શ્રીમદ્ભાગવત પુરાણ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ અષ્ટમીની તિથિ, બુધવાર, રોહિણી નક્ષત્ર તેમજ વૃષભ રાશિમાં મધરાતે થયો હતો.
ADVERTISEMENT
જ્યોતિષાચાર્ય ડૉ. અનીષ વ્યાસે જણાવ્યું કે, આ વખતે જન્માષ્ટમીનો તહેવાર બુધવારે 6 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. ચંદ્રનું પ્રિય નક્ષત્ર રોહિણી નક્ષત્ર છે. 6 સપ્ટેમ્બરના રોજ રોહિણી નક્ષત્ર, હર્ષણ અને સિદ્ધિ યોગમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો 5251મો જન્મદિવસ છે. આ દિવસે કૃષ્ણ ભક્ત વ્રત, ઉપવાસ અને સાધના કરે છે. જન્માષ્ટમી પર ગીતાનો પાઠ કરવો અને ગીતાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
માન્યતા પ્રમાણે, આ દિવસે શ્રીકૃષ્ણની 5251ની જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ વખતે જન્માષ્ટમી ખૂબ જ મહત્વપૂર્ણ થવાની છે. હિંદુ પંચાંગ પ્રમાણે, શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. માન્યતા છે કે જન્માષ્ટમી પર વ્રત રાખવાથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે છે. સાથે જ ભક્તોના જીવનમાંથી બધા કષ્ટ દૂર થાય છે. ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી નિઃસંતાન મહિલાઓને સંતાનની પ્રાપ્તિ થાય છે.
જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, શાસ્ત્રોમાં આનો વિશિષ્ટ ઉલ્લેખ છે. "અર્દ્ધરાત્રે તુ રોહિણ્યાં યદા કૃષ્ણાષ્ટમી ભવેત્। તસ્યામભ્યર્તનં શૌરિહન્તિ પાપોં ત્રિજન્મજમ્।" એટલે કે સોમવારે અષ્ટમી તિથિ, જન્મ સમયે રોહિણી નક્ષત્ર અને હર્ષણ યોગમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો વ્રત તેમ જ જન્મોત્સવ ઉજવનારા શ્રદ્ધાળુઓના ત્રણ જન્મના પાપ સમૂળ નષ્ટ થઈ જાય છે અને આવો યોગ શત્રુઓનું દમન કરનારો છે. નિર્ણય સિંધુમાં પણ એક શ્લોક આવે છે- "ત્રેતાયાં દ્વાપરે ચૈવ રાજન્ કૃતયુગે તથા। રોહિણી સહિતં ચેયં વિદ્વિભ્દ્વિઃ સમુપપોષિતા।।" એટલે કે રાજન્, ત્રેતા યુગ, દ્વાપર યુગ, સત્યુગમાં રોહિણી નક્ષત્રયુક્ત અષ્ટમી તિથિમાં જ વિદ્વાનોએ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ કર્યો હતો. આથી કલયુગમાં પણ આ પ્રકારના યોગને ઉત્તમ માનવામાં આવે. આવો યોગ વિદ્વાનો અને શ્રદ્ધાળુઓને સારી રીતે પોષિત કરનારો યોગ હોય છે.
જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, શ્રાવણની અષ્ટમી તિથિના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો અને આથી આને કૃષ્ણ જન્માષ્ટમી કહેવાય છે. હિન્દી પંચાંગ પ્રમાણે આ વર્ષ આ તિથિ બુધવાર 6 સપ્ટેમ્બરને બપોરે 3.37 મિનિટ પર શરૂ થશે અને આનું સમાપન 7 સપ્ટેમ્બરને સાંજે 4.14 મિનિટ પર હશે. ધર્મ પુરાણો પ્રમાણે શ્રીકૃષ્ણનો જન્મ રાત્રિના સમયે રોહિણી નક્ષત્રમાં થયો હતો. આથી આ વર્ષ કૃષ્ણ જન્માષ્ટમી 6 સપ્ટેમ્બરના ઉજવવામાં આવશે. આ દિવસ સવારે 9.20 મિનિટ રોહિણી નક્ષત્ર શરૂ થશે જે 7 સપ્ટેમ્બરના સવારે 10.25 મિનિટ પર સમાપ્ત થશે. જણાવવાનું કે જન્માષ્ટમીનો તહેવાર સામાન્ય રીતે બે દિવસ ઉજવવામાં આવે છે. ગૃહસ્થ લોકો 6 સપ્ટેમ્બરના જન્માષ્ટમી ઉજવશે અને વૈષ્ણવ સંપ્રદાયમાં 7 સપ્ટેમ્બના કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવશે.


