Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > આ છ આદતોથી શનિદેવને છે ખૂબ જ નફરત, 31 જાન્યઆરીએ થાય છે અસ્ત, રહો સાવચેત

આ છ આદતોથી શનિદેવને છે ખૂબ જ નફરત, 31 જાન્યઆરીએ થાય છે અસ્ત, રહો સાવચેત

24 January, 2023 02:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એકવાર શનિ બગડે તો માણસનું આયખું દુઃખોથી ભરાઈ શકે છે. 31 જાન્યુઆરીના શનિવેદ કુંભ રાશિમાં અસ્ત થવાના છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, શનિદેવ કેટલીક ખરાબ આદતોવાળા લોકોને બિલકુલ પસંદ કરતા નથી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Shani Asta 2023: ન્યાય દેવ શનિને નવગ્રહોમાં સૌથી ક્રૂર માનવામાં આવે છે. એકવાર શનિ બગડે તો માણસનું આયખું દુઃખોથી ભરાઈ શકે છે. 31 જાન્યુઆરીના શનિવેદ કુંભ રાશિમાં અસ્ત થવાના છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, શનિદેવ કેટલીક ખરાબ આદતોવાળા લોકોને બિલકુલ પસંદ કરતા નથી. જે જાતકોમાં ખરાબ આદતો હોય છે, તેમના શનિની ત્રાસી નજર હંમેશાં રહે છે. કારણકે 31 જાન્યુઆરીના રોજ શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થશે, આથી એવા જાતકોએ સાચવી રહેવું જોઈએ.

પગ ઢસડીને ચાલવું
જ્યોતિષવિદો પ્રમાણે પગ ઢસડીને ચાલવાની ટેવ ખૂબ જ ખરાબ આદત હોય છે. જે લોકો પગ ઢસડીને ચાલે છે, શનિ તેમને હંમેશાં હેરાન કરે છે. એવા લોકોને અશુભ ફળ મળવાની શક્યતાઓ વધારે હોય છે. આવા લોકોના બનેલા કામ બગડી શકે છે. રૂપિયા પૈસાની તંગી હંમેશાં ચાલતી રહે છે.



બેઠાં બેઠાં પગ હલાવવા
તમે ઘણીવાર ઘરે કે ઑફિસમાં લોકોને બેઠા બેઠા પગ હલાવતા જોયા હશે. શું તમે જાણો છો કે આમ કરવું કેટલું અશુભ હોય છે. આ ન તો માત્ર તમારા ચંદ્રમા નબળા હોવાના સંકેત આપે છે, પણ શનિની મુશ્કેલીઓ પણ દર્શાવે છે. આમ કરનાર વ્યક્તિ મોટાભાગે માનસિક મુશ્કેલીઓનો સામનો કરે છે. આ લોકોમાં તાણની સમસ્યા વધારે જોવા મળે છે.


વ્યાજ પર પૈસા
જે લોકો વ્યાજ પર પૈસા ચલાવવાનો ધંધો કરે છે, શનિ દેવ તેમને માટે પણ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જો તમે વ્યાજનો ધંધો કરો છો તો એક ને એક દિવસ શનિદેવની તમારા પર વક્ર અથવા ત્રાંસી નજર ચોક્કસ પડશે. વ્યાજ પર પૈસા ચલાવનારાને શનિદેવથી ખૂબ જ સાચવીને રહેવું જોઈએ.

ગમે ત્યાં થૂંકવું
તમે ઘણીવાર રસ્તા પર ચાલતી વખતે લોકોને અહીંયા ત્યાં થૂંકતા જોયા હશે. આ એક ખૂબ જ ખરાબ અને અશુભ આદત છે. આ ખરાબ આદત કુંડળીમાં શનિ ગ્રહના નબળા હોવાની નિશાની છે. આવા લોકોનું જીવન ખૂબ જ કષ્ટદાયક હોઈ શકે છે. આથી આ આદતને ટૂંક સમયમાં જ ત્યાગવી જરૂરી છે. નહીંતર શનિનો પ્રકોપ વેઠવો પડી શકે છે.


આ પણ વાંચો : Shani Gochar 2023 થકી આ રાશિના જાતકોની શરૂ થશે સાડેસાતી, આ કરો ઉપાય...

બાથરૂમ ખરાબ મૂકી દેવું
એવું કહેવામાં આવે છે કે ન્હાયા બાદ બાથરૂમ ખરાબ મૂકી દેવાથી માત્ર વાસ્તુદોષ જ નહીં, પણ સાથે કુંડળીમાં ચંદ્રમા પણ અશુભ ફળ આપે છે. એવા લોકોથી પણ શનિદેવ રૂઠેલા રહે છે. આથી તેમને હંમેશાં પોતાના ઘરનું ટૉયલેટ અથવા બાથરૂમ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીંતર તમારી મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો : Basant Panchami: 25 કે 26 જાન્યુઆરી? ક્યારે છે વસંત પંચમી, જાણો વિધિ અને મૂહુર્ત

એઠાં વાસણ મૂકવા
જમ્યા બાદ વાસણ એઠાં મૂકવાથી પણ શનિદેવની દ્રષ્ટિદોષનો પ્રભાવને વધારી શકે છે. આથી આવી ભૂલ ક્યારેય ન કરવી. કહેવાય છે કે કિચનમાં એઠાં વાસણ મૂકનારા લોકોને કઠોર પરિશ્રમ છતાં સંતોષજનક ફળ મળી શકતું નથી. એમ કહેવાય છે કે વાસણને યોગ્ય જગ્યાએ મૂકવાથી ચંદ્રમા અને શનિ દોષ દૂર થઈ જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2023 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK