હનુમાન જયંતિ (Hanuman Jayanti 2023)ના અવસર પર ખાસ સંયોગ બની રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓના લોકોના જીવનમાં પણ બદલાવ આવશે અને એ બદલાવ ખુબ જ લાભદાયી તથા શુભ હશે.
હનુમાન જયંતિ
ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ (Hanuman Jayanti 2023) ઉજવવામાં આવે છે.હિંદુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિ ગુરુવાર, 06 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. ભગવાન હનુમાનના જન્મદિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.પુરાણો અનુસાર, હનુમાનજીને શ્રીરામના પરમ ભક્ત માનવામાં આવે છે અને તેનાથી સંબંધિત ઘણી વાર્તાઓ છે.
હનુમાન જયંતિને લઈને જરંગબલીના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દરરોજ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરતી વખતે પરિવાર માટે શુભકામનાઓ કરવી જોઈએ.હનુમાનજી દરેક દુષ્ટ શક્તિનો નાશ કરીને દરેક કાર્યમાં આગળ વધવામાં મદદ કરશે. ચૈત્ર પૂર્ણિમા પણ હનુમાન જયંતિ પર આવે છે અને આ દિવસે શુક્રનું રાશિ પરિવર્તન પણ થશે. તો બીજી બાજુ ગુરુ અને શુક્રની સ્થિતિથી લક્ષ્મીયોગનું પણ નિર્માણ થશે. જેના કારણે હનુમાન જયંતિ ખુબ જ મહત્વણપૂર્ણ રહેવાની છે. આવો જાણીએ આ ખાસ સંયોગને કારણે હનુમાન જયંતિ કઈ રાશિઓ માટે શુભ રહેશે.
ADVERTISEMENT
1. મેષ: આ હનુમાન જયંતિ પર મેષ રાશિના લોકોને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. અચનાક ધન પ્રાપ્તિ થઈ શકે છે. આ મહિનો વેપાર અને કાર્યસ્થળ માટે પણ આ રાશિ માટે શુભ સાબિત થશે. તમામ સમસ્યાઓ પણ દૂર થશે. સખત મહેનતનું સકારાત્મક પરિણામ મળશે.
આ પણ વાંચો: લક્ષ્મી નારાયણ યોગ: આ ત્રણ રાશિઓને થશે ધનની પ્રાપ્તિ, ભાગ્ય આપશે સાથ
2.મિથુન: મિથુન રાશિના જાતકો માટે હનુમાન જયંતિ લાભદાયી સાબિત થશે. હનુમાનજીની કૃપાથી આ મહિનામાં તમને ધનની પ્રાપ્તિ થશે. કરિયર સાથે જોડાયેલા લોકોને નોકરી કે પ્રમોશનની નવી તકો પણ મળી શકે છે.વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ ફાયદો થશે. જે લોકો નવો ધંધો શરૂ કરે છે, તેમને ફાયદો થશે.
3.સિંહ: સિંહ રાશિના લોકોને પણ આ મહિનામાં હનુમાનજીની કૃપા મળવાની છે.કરિયરમાં પ્રગતિ થશે, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, નૈતિક ક્ષમતામાં સુધારો થશે અને પ્રમોશનની સંભાવના છે.કાર્યક્ષેત્રમાં કોઈ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આ દરમિયાન પરિવારનો પણ પૂરો સહયોગ મળશે. વ્યાપાર વૃદ્ધિના સંકેતો દર્શાવે છે.
4.વૃશ્વિક: હનુમાનજીની કૃપાથી વૃશ્ચિક રાશિના લોકોને રોકાયેલ ધન મળશે.શિક્ષણમાં સફળતા મળી શકે છે. નોકરીમાં પ્રગતિથી નવા અવસર મળશે.અન્ય ક્ષેત્રોમાં લાભ થશે. કાર્યક્ષેત્રમાં પ્રમોશનની શક્યતાઓ પણ બની રહી છે. કરિયરમાં સકારાત્મક પરિણામ મળશે.


