Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > વર્ષો બાદ સાથે બનશે લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ: આ બે રાશિના જાતકોની થશે ચાંદી-ચાંદી

વર્ષો બાદ સાથે બનશે લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ: આ બે રાશિના જાતકોની થશે ચાંદી-ચાંદી

03 April, 2024 11:17 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એપ્રિલ મહિનો રાશિ પરિવર્તન અને ગ્રહોની ચાલ (Astrology)ના સંદર્ભમાં ખૂબ જ ખાસ રહેશે. આ મહિનામાં અનેક પ્રકારના શુભ યોગ બનશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એપ્રિલ મહિનો રાશિ પરિવર્તન અને ગ્રહોની ચાલ (Astrology)ના સંદર્ભમાં ખૂબ જ ખાસ રહેશે. આ મહિનામાં અનેક પ્રકારના શુભ યોગ બનશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોનો રાજકુમાર બુધ 2 એપ્રિલે મેષ રાશિમાં અને પછી 9 એપ્રિલે મીન રાશિમાં પૂર્વવર્તી ગતિમાં સંક્રમણ કરશે. જ્યાં પહેલાથી જ મીન રાશિમાં શુક્ર અને સૂર્યનો સંયોગ છે. આ રીતે મીન રાશિમાં શુક્ર અને બુધનો સંયોગ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે અને સૂર્ય-બુધનો સંયોગ બુધાદિત્ય રાજયોગ (Astrology) બનાવશે. આવી સ્થિતિમાં બુધ, શુક્ર અને સૂર્યના સંયોગથી લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગની રચના તમામ રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરશે, પરંતુ કેટલીક રાશિના લોકોને આ વિશેષ યોગથી ખૂબ જ સારા પરિણામ મળી શકે છે. ચાલો જાણીએ આવી કઈ-કઈ રાશિઓ છે.

સિંહ



એપ્રિલ મહિનામાં બનેલો બુધાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ સિંહ રાશિ (Astrology)ના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. તમારી રાશિ પ્રમાણે આ રાજયોગ આઠમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમારી બધી ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થશે. નવી યોજનાઓને પાંખો મળશે. વેપારી લોકોના વેપારમાં વિસ્તરણ થશે. નોકરીયાત લોકોને તેમના જીવનમાં નવી નોકરી માટે સારી તકો મળશે. કાર્યમાં સફળતા મળશે. તમારા દ્વારા બનાવેલી યોજનાઓ ફળીભૂત થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


સિંહ રાશિના લોકો માટે બુધાદિત્ય અને લક્ષ્મી નારાયણ રાજયોગનું એકસાથે થવું કોઈ વરદાનથી ઓછું નથી. તમારી રાશિમાં આ રાજયોગ રાશિથી આઠમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમારી બધી અધૂરી ઇચ્છાઓ પૂર્ણ થશે. વેપારમાં પ્રગતિ અને આર્થિક લાભ થશે. આકસ્મિક આર્થિક લાભ થવાની સંભાવના પણ રહેશે. આ સમયગાળા દરમિયાન, તમે કોઈપણ જમીન-સંપત્તિના સોદામાં સારો નફો પણ મેળવી શકો છો.

વૃષભ


આ રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમને તમારા કાર્યસ્થળમાં પ્રગતિ અને સન્માન મળશે. તમારી રાશિમાં તમારા લાભ અને આવકના સ્થાને બંને પ્રકારના રાજયોગો બનવા જઈ રહ્યા છે. તમને વધારાની આવક મળવાની પ્રબળ સંભાવના છે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તમે તમારા બૅન્ક બેલેન્સમાં સતત વધારો જોઈ શકો છો. વેપારમાં સારો સોદો મળી શકે છે. આ સમય દરમિયાન તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો. તમે રોકાણ દ્વારા સારી રકમ ભેગી કરવામાં સફળ થઈ શકો છો.

8 એપ્રિલના સૂર્યગ્રહણને કારણે વધી જશે કારના અકસ્માત

ઉલ્લેખનીય છે કે, 8 એપ્રિલ 2024ને અમેરિકાના મોટા ભાગમાં પૂર્ણ સૂર્યગ્રહણ 2024 દેખાવાનું છે. પણ આને લઈને વૈજ્ઞાનિકોએ ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે. સામાન્ય રીતે ગ્રહણોમાં આંખને નુકસાન પહોંચાડનારી ઘટનાઓ સામે આવે છે. પણ રસ્તા પર અકસ્માતની ઘટનાઓમાં વધારાની વાત સમજાતી નથી.

છેલ્લી વાર 2017માં પૂર્ણ સૂર્યગ્રહણ થયો હતો. જેને ગ્રેટ અમેરિકન એફ્લિપ્સ ઑફ 2018 કહે છે. આ દિવસે ઓછા સમય માટે પણ રોડ અકસ્માતમાં વધારો નોંધવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ તેની સ્ટડી પોતાના રિપૉર્ટ JAMA Internal Medicianeમાં પ્રકાશિત કરાવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK