આ છે એવી 10 ગુજરાતી ફિલ્મો, જે જોવી જ જોઈએ

Published: Apr 08, 2019, 12:16 IST | Bhavin
 • દેશ રે જોયા દાદા પરદેશ જોયા એ ગુજરાતી સિનેમાની એક માઈલસ્ટોન ફિલ્મ છે. કુછ કુછ હોતા હૈની સાથે રિલીઝ થયેલી આ ફિલ્મ જબરજસ્ત હિટ રહી હતી. 1998માં આ ફિલ્મે 10 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મને ગોવિંદ પટેલે ડિરેક્ટ કરી હતી. અને ફિલ્મમાં હિતેનકુમાર અને રોમા માણેની સાથે અરવિંદ ત્રિવેદી અને રમેશ મહેતા જેવા કલાકારો હતા.

  દેશ રે જોયા દાદા પરદેશ જોયા એ ગુજરાતી સિનેમાની એક માઈલસ્ટોન ફિલ્મ છે. કુછ કુછ હોતા હૈની સાથે રિલીઝ થયેલી આ ફિલ્મ જબરજસ્ત હિટ રહી હતી. 1998માં આ ફિલ્મે 10 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મને ગોવિંદ પટેલે ડિરેક્ટ કરી હતી. અને ફિલ્મમાં હિતેનકુમાર અને રોમા માણેની સાથે અરવિંદ ત્રિવેદી અને રમેશ મહેતા જેવા કલાકારો હતા.

  1/10
 • માલવપતિ મુંજનું પાત્ર ઘર ઘરમાં જાણીતું કરનારી ફિલ્મ બની હતી. કનૈયાલાલ મુનશીવની નવલકથા પરથી બનેલી ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ મુંજનું પાત્ર ભજવ્યું હતું. તો બોલીવુડની હિરોઈન અને કાજોલના માતા તનુજા લીડ રોલમાં હતા. માલવપતિ મુંજમાં અવિનાશ વ્યાસે મ્યઝિક આપ્યું હતું તો બોલીવુડના સિંગર્સ આશા ભોંસલે, મન્ના ડે, મહેન્દ્ર કપૂરે ગીતો ગાયા હતા. આટલા બોલીવુડ કલાકારોની હાજરી જ  તે સમયે ગુજરાતી ફિલ્મોનો કેવો સમય હશે તેનો પુરાવો છે. 

  માલવપતિ મુંજનું પાત્ર ઘર ઘરમાં જાણીતું કરનારી ફિલ્મ બની હતી. કનૈયાલાલ મુનશીવની નવલકથા પરથી બનેલી ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ મુંજનું પાત્ર ભજવ્યું હતું. તો બોલીવુડની હિરોઈન અને કાજોલના માતા તનુજા લીડ રોલમાં હતા. માલવપતિ મુંજમાં અવિનાશ વ્યાસે મ્યઝિક આપ્યું હતું તો બોલીવુડના સિંગર્સ આશા ભોંસલે, મન્ના ડે, મહેન્દ્ર કપૂરે ગીતો ગાયા હતા. આટલા બોલીવુડ કલાકારોની હાજરી જ  તે સમયે ગુજરાતી ફિલ્મોનો કેવો સમય હશે તેનો પુરાવો છે. 

  2/10
 • ભવની ભવાઈ. પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ પર આધારિત આ ફિલ્મને કેતન મહેતાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં પણ ઓમપુરી, સ્મિતા પાટિલ અને નસીરુદ્દીન શાહ જેવા ટેલેન્ટેડ બોલીવુડ એક્ટર્સનો જમાવડો હતો. ભવની ભવાઇ એ કેતન મહેતાની પ્રથમ ફિલ્મ હતી. માત્ર 3.50 લાખના બજેટમાં બનેલી ફિલ્મને નેશનલ એવોર્ડમાં  કેતન મહેતાને રાષ્ટ્રીય એકાત્મતા માટેનો નરગિસ દત્ત પુરસ્કાર મળ્યો જ્યારે મીરા લખિયાને ઉત્કૃટ પ્રોડક્શન ડિઝાઈન માટે નો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. મ્યુઝીયમ ઑફ મોર્ડન આર્ટના ફિલ્મ મેળા માટે આ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી

  ભવની ભવાઈ. પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ પર આધારિત આ ફિલ્મને કેતન મહેતાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં પણ ઓમપુરી, સ્મિતા પાટિલ અને નસીરુદ્દીન શાહ જેવા ટેલેન્ટેડ બોલીવુડ એક્ટર્સનો જમાવડો હતો. ભવની ભવાઇ એ કેતન મહેતાની પ્રથમ ફિલ્મ હતી. માત્ર 3.50 લાખના બજેટમાં બનેલી ફિલ્મને નેશનલ એવોર્ડમાં  કેતન મહેતાને રાષ્ટ્રીય એકાત્મતા માટેનો નરગિસ દત્ત પુરસ્કાર મળ્યો જ્યારે મીરા લખિયાને ઉત્કૃટ પ્રોડક્શન ડિઝાઈન માટે નો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. મ્યુઝીયમ ઑફ મોર્ડન આર્ટના ફિલ્મ મેળા માટે આ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી

  3/10
 • શેતલને કાંઠે 1975માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીની સાથે કલ્પના દીવાન અને હાસ્ય સમ્રાટ સ્નેહલતા હતા. તો અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ મહત્વના રોલમાં હતા. ફિલ્મને રવિન્દ્ર ત્રિવેદીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ આનંદ અને દેવરાની લવસ્ટોરી હતી. 

  શેતલને કાંઠે 1975માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીની સાથે કલ્પના દીવાન અને હાસ્ય સમ્રાટ સ્નેહલતા હતા. તો અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ મહત્વના રોલમાં હતા. ફિલ્મને રવિન્દ્ર ત્રિવેદીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ આનંદ અને દેવરાની લવસ્ટોરી હતી. 

  4/10
 •   અરૂણા ઈરાનીની જબરજસ્ત હિટ ફિલ્મ એટલે સંતુ રંગીલી. સંતુ રંગીલીની સ્ટોરી મૂળ અંગ્રેજ લેખક જ્યોર્જ બર્નાર્ડની 'પિગ્મેલિયન'નું રૂપાંતર છે, જેને મધુ રાયે નાટક માટે લખી હતી. તખ્તા પર શાનદાર પ્રદર્શન બાદ મનહર રસકપૂરે તેને પડતા પર ઉતારી. ફિલ્મના ગીતો એ કે લાલ દરવાજે તંબુ તોણિયા, મુંબીની કમાણી મુંબઈમાં સમાણી આજે પણ વખણાય છે.

   

  અરૂણા ઈરાનીની જબરજસ્ત હિટ ફિલ્મ એટલે સંતુ રંગીલી. સંતુ રંગીલીની સ્ટોરી મૂળ અંગ્રેજ લેખક જ્યોર્જ બર્નાર્ડની 'પિગ્મેલિયન'નું રૂપાંતર છે, જેને મધુ રાયે નાટક માટે લખી હતી. તખ્તા પર શાનદાર પ્રદર્શન બાદ મનહર રસકપૂરે તેને પડતા પર ઉતારી. ફિલ્મના ગીતો એ કે લાલ દરવાજે તંબુ તોણિયા, મુંબીની કમાણી મુંબઈમાં સમાણી આજે પણ વખણાય છે.

  5/10
 • ગુજરાતી ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ કેમ ભૂલી શકાય. આદ્યકવિ નરસિંહ મહેતાના જીવનની સત્યઘટના પરથી નરસિંહ મહેતા એ જ લખેલા પદ્ય પરથી આ જ નામે ફિલ્મ બની. જેને રવિન્દ્ર દવેએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં નરસિંહ મહેતાની ભૂમિકા અરવિંદ ત્રિવેદીએ નિભાવી હતી. સાથે જ સ્નેહલતા અને રમેશ મહેતા પણ હતા.

  ગુજરાતી ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ કેમ ભૂલી શકાય. આદ્યકવિ નરસિંહ મહેતાના જીવનની સત્યઘટના પરથી નરસિંહ મહેતા એ જ લખેલા પદ્ય પરથી આ જ નામે ફિલ્મ બની. જેને રવિન્દ્ર દવેએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં નરસિંહ મહેતાની ભૂમિકા અરવિંદ ત્રિવેદીએ નિભાવી હતી. સાથે જ સ્નેહલતા અને રમેશ મહેતા પણ હતા.

  6/10
 • મહીંયરમાં મનડું લાગતું નથી આ ફિલ્મ પણ સુપરહિટ રહી છે. દેશ રે જોયા દાદા પરદેશ જોયા બાદ આવેલી આ ફિલ્મ તેની સિક્વલ મનાતી હતી. અને ઈમોશનલ લવસ્ટોરીમાં હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી હતા. 

  મહીંયરમાં મનડું લાગતું નથી આ ફિલ્મ પણ સુપરહિટ રહી છે. દેશ રે જોયા દાદા પરદેશ જોયા બાદ આવેલી આ ફિલ્મ તેની સિક્વલ મનાતી હતી. અને ઈમોશનલ લવસ્ટોરીમાં હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી હતા. 

  7/10
 • શાનદાર ગુજરાતી ફિલ્મો વચ્ચે પણ કેટલાક સમય માટે ઈન્ડસ્ટ્રી ઝાંખી પડી હતી. ોજ કે 1971માં રવિન્દ્ર દવેએ ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અનુપમા, રમેશ મહેતા અને મૂળરાજ રાજડાને લઈ કચ્છના ડાકુ 'જેસલ'ની સ્ટોરી પરથી ફિલ્મ 'જેસલ તોરલ' નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મથી અભિનય સમ્રાટ તરીકે પ્રખ્યાત ઉપેન્દ્ર ત્રિવેદીએ ડેબ્યુ કર્યો હતો.

  શાનદાર ગુજરાતી ફિલ્મો વચ્ચે પણ કેટલાક સમય માટે ઈન્ડસ્ટ્રી ઝાંખી પડી હતી. ોજ કે 1971માં રવિન્દ્ર દવેએ ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અનુપમા, રમેશ મહેતા અને મૂળરાજ રાજડાને લઈ કચ્છના ડાકુ 'જેસલ'ની સ્ટોરી પરથી ફિલ્મ 'જેસલ તોરલ' નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મથી અભિનય સમ્રાટ તરીકે પ્રખ્યાત ઉપેન્દ્ર ત્રિવેદીએ ડેબ્યુ કર્યો હતો.

  8/10
 • ટોપ 10 ગુજરાતી ફિલ્મોમાં જો નરેશ કનોડિયાની ફિલ્મ ન હોય તો કેમ ચાલે. ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચનનું બિરુદ પામેલા નરેશ કનોડિયાની અનેક ફિલ્મો હિટ રહી છે. જો કે કડલાની જોડને એવરગ્રીન ફિલ્મોમાં સામેલ કરી શકાય. અશોક પટેલે ડિરેક્ટ કરેલી આ ફિલ્માં કિરણકુમાર, અને રમેશ મહેતા તેમજ સુધા ચંદ્રન પણ હતા. 

  ટોપ 10 ગુજરાતી ફિલ્મોમાં જો નરેશ કનોડિયાની ફિલ્મ ન હોય તો કેમ ચાલે. ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચનનું બિરુદ પામેલા નરેશ કનોડિયાની અનેક ફિલ્મો હિટ રહી છે. જો કે કડલાની જોડને એવરગ્રીન ફિલ્મોમાં સામેલ કરી શકાય. અશોક પટેલે ડિરેક્ટ કરેલી આ ફિલ્માં કિરણકુમાર, અને રમેશ મહેતા તેમજ સુધા ચંદ્રન પણ હતા. 

  9/10
 • કેવી રીતે જઈશને પણ ટોપ 10 ફિલ્મોમાં સામેલ કરવી જ પડે. અભિષેક જૈનની આ ફિલ્મે ગુજરાતી ફિલ્મોનો સિનારિયો જ બદલી નાખ્યો. વર્ષો બાદ ફરી આ ફિલ્મે લોકોને ગુજરાતી ફિલ્મો જોતા કર્યા. અને મૃતપાય પહેલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વેગ આપ્યો. આ ફિલ્મમાં દિવ્યાંગ ઠક્કરની સાથે વેરોનિકા ગૌતમ, અનંગ દેસાઈ સહિતના કલાકારો હતા. 

  કેવી રીતે જઈશને પણ ટોપ 10 ફિલ્મોમાં સામેલ કરવી જ પડે. અભિષેક જૈનની આ ફિલ્મે ગુજરાતી ફિલ્મોનો સિનારિયો જ બદલી નાખ્યો. વર્ષો બાદ ફરી આ ફિલ્મે લોકોને ગુજરાતી ફિલ્મો જોતા કર્યા. અને મૃતપાય પહેલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વેગ આપ્યો. આ ફિલ્મમાં દિવ્યાંગ ઠક્કરની સાથે વેરોનિકા ગૌતમ, અનંગ દેસાઈ સહિતના કલાકારો હતા. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

હાલ અર્બન ગુજરાતી ફિલ્મોનો જમાનો ચાલી રહ્યો છે. ખૂબ ફિલ્મો બની રહી છે, ચાલી રહી છે. જો કે વચ્ચે કેટલાક વર્ષો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વેન્ટિલેટર પર હતી. પરંતુ આ પહેલા કેટલીક શાનદાર ગુજરાતી ફિલ્મો બની ચૂકી છે. જેને આજની યુવા પેઢી નહીં જાણતી હોય. જુઓ કઈ છે એવી 10 ગુજરાતી ફિલ્મો 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK