પ્રમુખ સ્વામીની 98મી જન્મજયંતીની ઉજવણીની તૈયારી

Published: Dec 04, 2018, 10:18 IST | Sheetal Patel
 • સ્વર્ગસ્થ પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી ઉજવણીને લઈ જબરજસ્ત તૈયારી ચાલી રહી છે. 5થી 15 ડિસેમ્બર દરમિયાન પ્રમુખ સ્વામીની જન્મજયંતી મહોત્સવની જેમ ઉજવાશે. BAPS દ્વારા રાજકોટમાં આ મહોત્સવ યોજવામાં આવ્યો છે.

  સ્વર્ગસ્થ પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી ઉજવણીને લઈ જબરજસ્ત તૈયારી ચાલી રહી છે. 5થી 15 ડિસેમ્બર દરમિયાન પ્રમુખ સ્વામીની જન્મજયંતી મહોત્સવની જેમ ઉજવાશે. BAPS દ્વારા રાજકોટમાં આ મહોત્સવ યોજવામાં આવ્યો છે.

  1/10
 • આ ઉજવણી માટે મહંત સ્વામી પણ પહોંચી ચૂક્યા છે. મહંત સ્વામીની હાજરીમાં પ્રમુખ સ્વામીની 98મી જન્મજયંતી ઉજવાશે

  આ ઉજવણી માટે મહંત સ્વામી પણ પહોંચી ચૂક્યા છે. મહંત સ્વામીની હાજરીમાં પ્રમુખ સ્વામીની 98મી જન્મજયંતી ઉજવાશે

  2/10
 • પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતીની ઉજવણીમાં કોઈ કમી ન રહી જાય તે માટે વિરાટ સ્વામીનારાયણ નગરમાં 400થી વધુ સંતો, 4 હજારથી વધુ સ્વયંસેવકો રાતદિવસ મહેનત કરી રહ્યા છે. 1,800 મહિલાઓ, 275 યુવતીઓ, 100 બાલિકાઓ પણ સ્વયંસેવિકા તરીકે કાર્યક્રમની તૈયારીમાં યોગદાન આપી રહી છે. આ તમામ લોકો દિવસના 15 કલાક જેટલું કામ કરીને મહોત્સવને આખરી ઓપ આપી રહ્યા છે.

  પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતીની ઉજવણીમાં કોઈ કમી ન રહી જાય તે માટે વિરાટ સ્વામીનારાયણ નગરમાં 400થી વધુ સંતો, 4 હજારથી વધુ સ્વયંસેવકો રાતદિવસ મહેનત કરી રહ્યા છે. 1,800 મહિલાઓ, 275 યુવતીઓ, 100 બાલિકાઓ પણ સ્વયંસેવિકા તરીકે કાર્યક્રમની તૈયારીમાં યોગદાન આપી રહી છે. આ તમામ લોકો દિવસના 15 કલાક જેટલું કામ કરીને મહોત્સવને આખરી ઓપ આપી રહ્યા છે.

  3/10
 • મહિલા સ્વયંસેવિકાઓ અનેકવિધ વિભાગોમાં સેવાઓ આપી રહ્યા છે. જેમાં રસોડા વિભાગમાં પીરસવાની સેવા, વાસણ માંજવાની સેવા, ચુલા લીપણની સેવા, બાંધકામ વિભાગમાં ગ્રાઉન્ડ સફાઈ રેતી ચાળવી, ઈંટો ફેરવવી, યજ્ઞાશાળામાં ઈંટો ફેરવવી, ડેકોરેશન વિભાગમાં મંદિરનું ડેકોરેશન , સ્ટેજનું ડેકોરેશન, લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં લેન્ડસ્કેપનીસેવા કલરકામ, ગોદડા સીવવાની સેવા, જેવી અનેક સેવા પ્રદાન કરી રહ્યા છે.

  મહિલા સ્વયંસેવિકાઓ અનેકવિધ વિભાગોમાં સેવાઓ આપી રહ્યા છે. જેમાં રસોડા વિભાગમાં પીરસવાની સેવા, વાસણ માંજવાની સેવા, ચુલા લીપણની સેવા, બાંધકામ વિભાગમાં ગ્રાઉન્ડ સફાઈ રેતી ચાળવી, ઈંટો ફેરવવી, યજ્ઞાશાળામાં ઈંટો ફેરવવી, ડેકોરેશન વિભાગમાં મંદિરનું ડેકોરેશન , સ્ટેજનું ડેકોરેશન, લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં લેન્ડસ્કેપનીસેવા કલરકામ, ગોદડા સીવવાની સેવા, જેવી અનેક સેવા પ્રદાન કરી રહ્યા છે.

  4/10
 • આ જન્મ જયંતી મહોત્સવમાંથી  નાના બાળકો પણ બાકાત નથી. નાના બાળકો પોતાના અભ્યાસની સાથે સાથે 5થી 6 કલાક સુધી ડ્રામા નૃત્ય, પ્રદર્શન ખંડ, વ્યસનમુકિત અને સ્વયંસેવકોને પીરસવા જેવી સેવામાં હોશે હોશે જોડાઈ રહ્યા છે.

  આ જન્મ જયંતી મહોત્સવમાંથી  નાના બાળકો પણ બાકાત નથી. નાના બાળકો પોતાના અભ્યાસની સાથે સાથે 5થી 6 કલાક સુધી ડ્રામા નૃત્ય, પ્રદર્શન ખંડ, વ્યસનમુકિત અને સ્વયંસેવકોને પીરસવા જેવી સેવામાં હોશે હોશે જોડાઈ રહ્યા છે.

  5/10
 • આ ઉપરાંત આ જન્મજયંતની ઉજવણી દરમિયાન 10થી 12 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે. જેમાં મહંતસ્વામીની હાજરીમાં 15 હજાર યજમાનો 500 મહાયજ્ઞકુંડમાં આહુતિ આપશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ધન્ય બનશે.

  આ ઉપરાંત આ જન્મજયંતની ઉજવણી દરમિયાન 10થી 12 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે. જેમાં મહંતસ્વામીની હાજરીમાં 15 હજાર યજમાનો 500 મહાયજ્ઞકુંડમાં આહુતિ આપશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ધન્ય બનશે.

  6/10
 • યજ્ઞમાં જે 500 કુંડનો ઉપયોગ થશે તે છાણ-માટીથી બનાવેલા હશે. એક યજ્ઞકુંડની વૈદી ફરતે 10 પાટલા પર ભગવાનની મૂર્તિઓ વિરાજીત થશે. 10 યુગલો આ યજ્ઞમાં જોડાવવાનાં છે. આખી યજ્ઞશાળાને જુવારાથી સુશોભિત કરવામાં આવશે.

  યજ્ઞમાં જે 500 કુંડનો ઉપયોગ થશે તે છાણ-માટીથી બનાવેલા હશે. એક યજ્ઞકુંડની વૈદી ફરતે 10 પાટલા પર ભગવાનની મૂર્તિઓ વિરાજીત થશે. 10 યુગલો આ યજ્ઞમાં જોડાવવાનાં છે. આખી યજ્ઞશાળાને જુવારાથી સુશોભિત કરવામાં આવશે.

  7/10
 • ઉજવણી માટે ફિલ્મોના સેટની જેમ ભવ્ય મંદિરો પણ તૈયાર કરાઈ રહ્યા છે. લાકડા અને પાર્ટિશન યુઝ કરીને ટેમ્પરરી ઈમારત તૈયાર કરાઈ રહી છે.

  ઉજવણી માટે ફિલ્મોના સેટની જેમ ભવ્ય મંદિરો પણ તૈયાર કરાઈ રહ્યા છે. લાકડા અને પાર્ટિશન યુઝ કરીને ટેમ્પરરી ઈમારત તૈયાર કરાઈ રહી છે.

  8/10
 • મેદાનની બહાર એક ભવ્ય એન્ટ્રન્સનું પણ બાંધકામ ચાલી રહ્યું છે.

  મેદાનની બહાર એક ભવ્ય એન્ટ્રન્સનું પણ બાંધકામ ચાલી રહ્યું છે.

  9/10
 • મેદાનમાં ખાસ પ્રકારના ટેન્ટ પણ બનાવાયા છે. જેથી અહીં આવેલા લાખો શ્રદ્ધાળુઓ શાંતિથી રહી શકે અને પ્રસંગને માણી શકે.

  મેદાનમાં ખાસ પ્રકારના ટેન્ટ પણ બનાવાયા છે. જેથી અહીં આવેલા લાખો શ્રદ્ધાળુઓ શાંતિથી રહી શકે અને પ્રસંગને માણી શકે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

સ્વર્ગસ્થ પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી ઉજવણીને લઈ જબરજસ્ત તૈયારી ચાલી રહી છે. 5થી 15 ડિસેમ્બર દરમિયાન પ્રમુખ સ્વામીની જન્મજયંતી મહોત્સવની જેમ ઉજવાશે. BAPS દ્વારા રાજકોટમાં આ મહોત્સવ યોજવામાં આવ્યો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK