Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'

Aug 12, 2019, 15:54 IST
  • નાદિયા હિમાની મૂળ અમદાવાદના છે. તેમનો જન્મ 30 ઓક્ટોબર 1992માં થયો છે. તેમનું એજ્યુકેશન પણ અમદાવાદમાં જ થયું છે.

    નાદિયા હિમાની મૂળ અમદાવાદના છે. તેમનો જન્મ 30 ઓક્ટોબર 1992માં થયો છે. તેમનું એજ્યુકેશન પણ અમદાવાદમાં જ થયું છે.

    1/26
  • નાદિયાએ અંકુર સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે, અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ અમદાવાદની લોકમાન્ય કોલેજમાંથી કર્યું છે.

    નાદિયાએ અંકુર સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે, અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ અમદાવાદની લોકમાન્ય કોલેજમાંથી કર્યું છે.

    2/26
  • નાદિયા પોતાની એક્ટિંગ કરિયરમાં 35 નાટકો, 7 સિરીયલ, 10 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

    નાદિયા પોતાની એક્ટિંગ કરિયરમાં 35 નાટકો, 7 સિરીયલ, 10 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

    3/26
  •  નાદિયાને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ જ શોખ હતો. સમજણા થયા ત્યારથી જ તેઓ એક્ટિંગ કરવા ઈચ્છતા હતા. જો કે નાદિયાનું કહેવું છે કે મારા પરિવારમાંથી કોઈ આ પ્રોફેશનમાં નથી એટલે શરૂઆત ક્યાંથી કરવી એ નહોતી ખબર

     નાદિયાને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ જ શોખ હતો. સમજણા થયા ત્યારથી જ તેઓ એક્ટિંગ કરવા ઈચ્છતા હતા. જો કે નાદિયાનું કહેવું છે કે મારા પરિવારમાંથી કોઈ આ પ્રોફેશનમાં નથી એટલે શરૂઆત ક્યાંથી કરવી એ નહોતી ખબર

    4/26
  • પોતાની એક્ટિંગની શરૂઆત વિશે વાત કરતા નાદિયા કહે છે કે,'સ્કૂલિંગ પુરુ થયું ત્યારે તો લાગ્યું કે એક્ટિંગ માત્ર સપનું બનીને રહી જશે. હું ભૂલી પણ ગઈ. અને ગ્રેજ્યુએશન સમયે મેં ક્રિમિનલ લૉયર બનવાનું પણ નક્કી કરી લીધં હતું.'

    પોતાની એક્ટિંગની શરૂઆત વિશે વાત કરતા નાદિયા કહે છે કે,'સ્કૂલિંગ પુરુ થયું ત્યારે તો લાગ્યું કે એક્ટિંગ માત્ર સપનું બનીને રહી જશે. હું ભૂલી પણ ગઈ. અને ગ્રેજ્યુએશન સમયે મેં ક્રિમિનલ લૉયર બનવાનું પણ નક્કી કરી લીધં હતું.'

    5/26
  • જો કે કોલેજના લાસ્ટ યરમાં નાદિયાની ઓળખાણ ધારિણીબેન સોની સાથે થઈ. તેમણે નાદિયાની ઓળખાણ બ્રિજલ ઠક્કર નામના તેમના ફ્રેન્ડ સાથે કરાવી, જેઓ પોતે આર્ટિસ્ટ છે. બ્રિજલ ઠક્કર તે સમયે જે નાટક કરતા હતા, તેમાં તેમણે વાત કરી અને નાદિયાને પહેલો રોલ મળ્યો.

    જો કે કોલેજના લાસ્ટ યરમાં નાદિયાની ઓળખાણ ધારિણીબેન સોની સાથે થઈ. તેમણે નાદિયાની ઓળખાણ બ્રિજલ ઠક્કર નામના તેમના ફ્રેન્ડ સાથે કરાવી, જેઓ પોતે આર્ટિસ્ટ છે. બ્રિજલ ઠક્કર તે સમયે જે નાટક કરતા હતા, તેમાં તેમણે વાત કરી અને નાદિયાને પહેલો રોલ મળ્યો.

    6/26
  • નાદિયા હિમાનીએ એક્ટિંગની કોઈ ટ્રેનિંગ નથી લીધી. તેમને પહેલો બ્રેક હેમંત મિસ્ત્રી-ઉષા ભાટિયાના નાટક 'જપી જાવ જેઠાલાલ'માં મળ્યો હતો. જો કે આ નાટકમાં તેમનો નાનકડો રોલ હતો.

    નાદિયા હિમાનીએ એક્ટિંગની કોઈ ટ્રેનિંગ નથી લીધી. તેમને પહેલો બ્રેક હેમંત મિસ્ત્રી-ઉષા ભાટિયાના નાટક 'જપી જાવ જેઠાલાલ'માં મળ્યો હતો. જો કે આ નાટકમાં તેમનો નાનકડો રોલ હતો.

    7/26
  • નાદિયાએ સ્કૂલમાં 11મા ધોરણના વાર્ષિક ઉત્સવમાં અંગ્રેજી નાટકમાં નાનકડી એક્ટિંગ કરી હતી. જે બાદ છેક જપી જાવ જેઠાલાલમાં તેમણે એક્ટિંગ કરી.

    નાદિયાએ સ્કૂલમાં 11મા ધોરણના વાર્ષિક ઉત્સવમાં અંગ્રેજી નાટકમાં નાનકડી એક્ટિંગ કરી હતી. જે બાદ છેક જપી જાવ જેઠાલાલમાં તેમણે એક્ટિંગ કરી.

    8/26
  • જેના બાદ નાદિયા સંબધોની સંતાકૂકડી, હૈયાના હસ્તાક્ષર, રંગ બદલતો માણસ, નોખો નાગર નરસૈયો જેવા નાટકો કર્યા છે.

    જેના બાદ નાદિયા સંબધોની સંતાકૂકડી, હૈયાના હસ્તાક્ષર, રંગ બદલતો માણસ, નોખો નાગર નરસૈયો જેવા નાટકો કર્યા છે.

    9/26
  • નાદિયાની એક્ટિંગની શરૂઆત સરળ નહોતી રહી. નાદિયા કહે છે કે શરૂઆતમાં મારે ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. મારા લૂકને કારણે અને પર્ફોમન્સને કારણે ખૂબ ક્રિટિસિઝમનો સામનો કરવો પડ્યો. જો કે ઘણી મહેનત કર્યા બાદ મને આ સફળતા મળી છે. 

    નાદિયાની એક્ટિંગની શરૂઆત સરળ નહોતી રહી. નાદિયા કહે છે કે શરૂઆતમાં મારે ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. મારા લૂકને કારણે અને પર્ફોમન્સને કારણે ખૂબ ક્રિટિસિઝમનો સામનો કરવો પડ્યો. જો કે ઘણી મહેનત કર્યા બાદ મને આ સફળતા મળી છે. 

    10/26
  • નાદિયાનું સપનું નેશનલ એવોર્ડ જીતવાનું છે. સાથે જ તેમને એક્સપેરિમેન્ટલ થિયેટર પણ કરવું છે. નાદિયા કહે છે કે મને કમર્શિયલ પ્લે વધુ કર્યા છે. મારે એક્સપેરિમેન્ટલ પણ કરવું છે.

    નાદિયાનું સપનું નેશનલ એવોર્ડ જીતવાનું છે. સાથે જ તેમને એક્સપેરિમેન્ટલ થિયેટર પણ કરવું છે. નાદિયા કહે છે કે મને કમર્શિયલ પ્લે વધુ કર્યા છે. મારે એક્સપેરિમેન્ટલ પણ કરવું છે.

    11/26
  • નાદિયા દૂરદર્શનની સિરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે. તો ક્રાઈમ પેટ્રોલના કેટલાક એપિસોડ માટે પણ કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત 'મન મેં વિશ્વાસ હૈ' નામની સિરીયલમાં એક એપિસોડમાં કામ કર્યું છે.

    નાદિયા દૂરદર્શનની સિરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે. તો ક્રાઈમ પેટ્રોલના કેટલાક એપિસોડ માટે પણ કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત 'મન મેં વિશ્વાસ હૈ' નામની સિરીયલમાં એક એપિસોડમાં કામ કર્યું છે.

    12/26
  • નાદિયાએ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બેન્ડ બાજા બબુચક અને બેફામ જેવી ફિલ્મોમાં નાદિયા દેખાઈ ચૂક્યા છે. નાદિયા અમદાવાદમાં જ થિયેટર કરતા હતા. તેમને મુંબઈ આવવું હતું. તેમણે પ્રયત્ન કર્યો, પણ શરૂઆતમાં ન ફાવ્યું એટલે પાછા અમદાવાદ જતા રહ્યા. જો કે બે વર્ષ પહેલા તેમને ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શનમાંથી પ્રોડ્યુસર આશિશ ત્રિવેદીએ ફોન કરીને તેમને  'મુંબઈનું ફ્લેશબૅક' નાટક ઓફર કર્યું. જેના માટે તેઓ મુંબઈ શિફ્ટ થયા હતા.

    નાદિયાએ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બેન્ડ બાજા બબુચક અને બેફામ જેવી ફિલ્મોમાં નાદિયા દેખાઈ ચૂક્યા છે. નાદિયા અમદાવાદમાં જ થિયેટર કરતા હતા. તેમને મુંબઈ આવવું હતું. તેમણે પ્રયત્ન કર્યો, પણ શરૂઆતમાં ન ફાવ્યું એટલે પાછા અમદાવાદ જતા રહ્યા. જો કે બે વર્ષ પહેલા તેમને ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શનમાંથી પ્રોડ્યુસર આશિશ ત્રિવેદીએ ફોન કરીને તેમને  'મુંબઈનું ફ્લેશબૅક' નાટક ઓફર કર્યું. જેના માટે તેઓ મુંબઈ શિફ્ટ થયા હતા.

    13/26
  • 'મુંબઈનું ફ્લેશબેક' નાટક દરમિયાન તેમને સાવજ એક પ્રેમ ગર્જના મળી. પ્રોડ્યુસર તેજસ ગોહિલે તેમને સિરિયલ માટે એપ્રોચ કર્યો. બાદમાં નાદિયાએ સાવજ માટે લૂક ટેસ્ટ આપ્યો, મોંઘીના પાત્રમાં સફળ થયા અને આ જર્ની શરૂ થઈ.

    'મુંબઈનું ફ્લેશબેક' નાટક દરમિયાન તેમને સાવજ એક પ્રેમ ગર્જના મળી. પ્રોડ્યુસર તેજસ ગોહિલે તેમને સિરિયલ માટે એપ્રોચ કર્યો. બાદમાં નાદિયાએ સાવજ માટે લૂક ટેસ્ટ આપ્યો, મોંઘીના પાત્રમાં સફળ થયા અને આ જર્ની શરૂ થઈ.

    14/26
  • મંબઈ આવ્યા બાદ નાદિયા બ્લેક એન્ડ વ્હાઈટ, અમીચંદની અમીદ્રષ્ટિ, જેને ઉધારે વહેવાર એને રોજ સવાર, ઠાકોરજી, કર લો દુનિયા મુઠ્ઠીમેં નાટકોમાં કામ કરી ચૂક્યા છે.

    મંબઈ આવ્યા બાદ નાદિયા બ્લેક એન્ડ વ્હાઈટ, અમીચંદની અમીદ્રષ્ટિ, જેને ઉધારે વહેવાર એને રોજ સવાર, ઠાકોરજી, કર લો દુનિયા મુઠ્ઠીમેં નાટકોમાં કામ કરી ચૂક્યા છે.

    15/26
  • નાદિયા કહે છે કે મારા ઘરના લોકો એક્ટિંગના મારા નિર્ણયથી ખુશ નહોતા પણ તેમણે ક્યારેય મને કામ કરવાથી રોકી નથી. સપોર્ટ કર્યો છે. જ્યારે તેમણે મને એક્ટિંગ કરતી, જોઈ નાટક કરતા જોયા પછી તેમને વિશ્વાસ આવ્યો.

    નાદિયા કહે છે કે મારા ઘરના લોકો એક્ટિંગના મારા નિર્ણયથી ખુશ નહોતા પણ તેમણે ક્યારેય મને કામ કરવાથી રોકી નથી. સપોર્ટ કર્યો છે. જ્યારે તેમણે મને એક્ટિંગ કરતી, જોઈ નાટક કરતા જોયા પછી તેમને વિશ્વાસ આવ્યો.

    16/26
  • નાદિયાને એક્ટિંગ સિવાય લખવાનો શોખ છે. તે પોતાની જાત માટે લખતા રહે છે. આ સિવાય તેને ટ્રાવેલિંગ અને બોલીવુડની મૂવીઝ જોવી ગમે છે.

    નાદિયાને એક્ટિંગ સિવાય લખવાનો શોખ છે. તે પોતાની જાત માટે લખતા રહે છે. આ સિવાય તેને ટ્રાવેલિંગ અને બોલીવુડની મૂવીઝ જોવી ગમે છે.

    17/26
  • નાદિયા હિમાનીને ભવિષ્યમાં સોશિયલ વર્ક પણ કરવું છે. હાલ પણ તેમનું 7 એન્ટરટેઈનમેન્ટ એન્ડ ઈવેન્ટ્સ નામનું ટ્રસ્ટ ચાલે છે. જે ગુજરાત સરકાર માટે અવેરનેસ પ્રોગ્રામો કરે છે.

    નાદિયા હિમાનીને ભવિષ્યમાં સોશિયલ વર્ક પણ કરવું છે. હાલ પણ તેમનું 7 એન્ટરટેઈનમેન્ટ એન્ડ ઈવેન્ટ્સ નામનું ટ્રસ્ટ ચાલે છે. જે ગુજરાત સરકાર માટે અવેરનેસ પ્રોગ્રામો કરે છે.

    18/26
  •  નાદિયાને સાવજ સિરીયલ માટે ટ્રાન્સમીડિયા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત 'કોઈ તારું થયું, બહુ સારુ થયું' માટે 2016માં તેઓ બેસ્ટ એક્ટ્રેસ ઈન લીડ માટે નોમિનેટ થયા હતા.

     નાદિયાને સાવજ સિરીયલ માટે ટ્રાન્સમીડિયા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત 'કોઈ તારું થયું, બહુ સારુ થયું' માટે 2016માં તેઓ બેસ્ટ એક્ટ્રેસ ઈન લીડ માટે નોમિનેટ થયા હતા.

    19/26
  • નાદિયા કહે છે કે એક્ટિંગ કરવી સહેલી નથી. ઘણું ગુમાવવું પણ કહે છે. જ્યારે હું સાવજનું શૂટિંગ કરતી હતી ત્યારે મારા મમ્મી ICUમાં હતા, પણ મારે શૂટિંગ કરવું પડ્યું. તો જ્યારે દમણમાં મારા નાટક કોઈ તારુ થયું બહુ સારુ થયુના શો માટે ગઈ હતી ત્યારે મારા દાદા એક્સપાયર થઈ ગયા. તેમ છતાંય મેં શોમાં પર્ફોમ કર્યું હતું.

    નાદિયા કહે છે કે એક્ટિંગ કરવી સહેલી નથી. ઘણું ગુમાવવું પણ કહે છે. જ્યારે હું સાવજનું શૂટિંગ કરતી હતી ત્યારે મારા મમ્મી ICUમાં હતા, પણ મારે શૂટિંગ કરવું પડ્યું. તો જ્યારે દમણમાં મારા નાટક કોઈ તારુ થયું બહુ સારુ થયુના શો માટે ગઈ હતી ત્યારે મારા દાદા એક્સપાયર થઈ ગયા. તેમ છતાંય મેં શોમાં પર્ફોમ કર્યું હતું.

    20/26
  • નાદિયા પોતાની કરિયરમાં નિમેષ દેસાઈ, કમલેશ મોટા, મેહુલ બૂચ, ઈમ્તિયાઝ પટેલ, હરિન ઠાકર જેવા ડિરેક્ટર્સ સાથે કામ કરી ચૂક્યા છે. 

    નાદિયા પોતાની કરિયરમાં નિમેષ દેસાઈ, કમલેશ મોટા, મેહુલ બૂચ, ઈમ્તિયાઝ પટેલ, હરિન ઠાકર જેવા ડિરેક્ટર્સ સાથે કામ કરી ચૂક્યા છે. 

    21/26
  • નાદિયા આ ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ખુલ્લા વાળ, સફેદ ઈયરિંગ્સ, યલો ટોપ અને હાથમાં ઘડિયાળ સાથે ચહેરા પર મિલિયન ડૉલરની સ્માઈલ જોઈને જ તમે ફૅન થઈ જશો.

    નાદિયા આ ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ખુલ્લા વાળ, સફેદ ઈયરિંગ્સ, યલો ટોપ અને હાથમાં ઘડિયાળ સાથે ચહેરા પર મિલિયન ડૉલરની સ્માઈલ જોઈને જ તમે ફૅન થઈ જશો.

    22/26
  • નાદિયાના નામનો અર્થ જ આશા છે. તેમને જીવનમાં હજીય ઘણી સફળતાઓ પણ મેળવવી છે. નાદિયા કહે છે કે મારું નામ જ મારો જીવનમંત્ર છે.

    નાદિયાના નામનો અર્થ જ આશા છે. તેમને જીવનમાં હજીય ઘણી સફળતાઓ પણ મેળવવી છે. નાદિયા કહે છે કે મારું નામ જ મારો જીવનમંત્ર છે.

    23/26
  • આ ઉપરાંત નાદિયા કવિત ઓઈલની એડમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ માધવી ઉર્ફે સોનાલિકા જોશી સાથે કામ કરી ચૂક્યા છે.

    આ ઉપરાંત નાદિયા કવિત ઓઈલની એડમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ માધવી ઉર્ફે સોનાલિકા જોશી સાથે કામ કરી ચૂક્યા છે.

    24/26
  • એક્ટિંગની સાથે સાથે નાદિયા બે નાટકો પ્રોડ્યુસ પણ કરી ચૂક્યા છે. કોઈ તારુ થયું, બહું સારુ થયું અને શ્રીમાન સત્યવાદી નામના બે નાટકો નાદિયાએ પ્રોડ્યુસ કર્યા છે. 

    એક્ટિંગની સાથે સાથે નાદિયા બે નાટકો પ્રોડ્યુસ પણ કરી ચૂક્યા છે. કોઈ તારુ થયું, બહું સારુ થયું અને શ્રીમાન સત્યવાદી નામના બે નાટકો નાદિયાએ પ્રોડ્યુસ કર્યા છે. 

    25/26
  • હાલ નાદિયાનું ઠાકોરજી નામનું ગુજરાતી નાટક હિટ થઈ રહ્યું છે. નાટકના 50 જેટલા શોઝ થઈ ચૂક્યા છે. આ નાટકમાં નાદિયાની એક્ટિંગના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ સફળતાનો શ્રેય નાદિયા ડિરેક્ટર્સ મેહુલ બૂચ અને તેજસ ગોહિલને આપે છે. તસવીરમાંઃ'ઠાકોરજી'ની ટીમ સાથે નાદિયા. 

    હાલ નાદિયાનું ઠાકોરજી નામનું ગુજરાતી નાટક હિટ થઈ રહ્યું છે. નાટકના 50 જેટલા શોઝ થઈ ચૂક્યા છે. આ નાટકમાં નાદિયાની એક્ટિંગના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ સફળતાનો શ્રેય નાદિયા ડિરેક્ટર્સ મેહુલ બૂચ અને તેજસ ગોહિલને આપે છે.

    તસવીરમાંઃ'ઠાકોરજી'ની ટીમ સાથે નાદિયા. 

    26/26
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી કલાકારોની સિરીઝમાં આજે વાત કરીએ નાદિયા હિમાની ઉર્ફે મોંઘીની. કલર્સ ગુજરાતીની સિરીયલ સાવજ એક પ્રેમગર્જના હિટ થઈ છે. સાથે જ તેના કલાકારો પણ લોકપ્રિય બન્યા છે. સાવજમાં મોંઘીનું પાત્ર ભજવતા નાદિયા હિમાનીને બાળપણથી એક્ટિંગનો શોખ હતો. જાણો કેવી રીતે નાદિયાએ પોતાનું સપનું સાચું કરી બતાવ્યું.

(Image Courtesy: Nadia Himani)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK