મળો ન્યૂ એઈજ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર્સને, જેમણે બદલી ગુજરાતી સિનેમાની સિકલ

Updated: Apr 19, 2019, 15:50 IST | Falguni Lakhani
 • અભિષેક જૈન ટીપિકલ ગુજરાતી ફિલ્મોમાં પરીવર્તન આવવાની શરૂઆત થઈ ફિલ્મ કેવી રીતે જઈશ થી. જે એક અર્બન ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મના ડિરેક્ટર હતા અભિષેક જૈન. આ ફિલ્મ લોકોને થિએટર સુધી ખેંચી લાવવામાં સફળ રહી હતી. તે બાદ 2014માં અભિષેકની ફિલ્મ બે યાર આવી. જેણે ફરી એકવાર લોકોને આકર્ષ્યા. કહી શકાય કે અભિષેક જૈને એક રીતે ગુજરાતી સિનેમાને એક નવો આયામ આપ્યો. તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર

  અભિષેક જૈન
  ટીપિકલ ગુજરાતી ફિલ્મોમાં પરીવર્તન આવવાની શરૂઆત થઈ ફિલ્મ કેવી રીતે જઈશ થી. જે એક અર્બન ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મના ડિરેક્ટર હતા અભિષેક જૈન. આ ફિલ્મ લોકોને થિએટર સુધી ખેંચી લાવવામાં સફળ રહી હતી. તે બાદ 2014માં અભિષેકની ફિલ્મ બે યાર આવી. જેણે ફરી એકવાર લોકોને આકર્ષ્યા. કહી શકાય કે અભિષેક જૈને એક રીતે ગુજરાતી સિનેમાને એક નવો આયામ આપ્યો.
  તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર

  1/11
 • વિપુલ મહેતા 'ચાલ જીવી લઈએ'..ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી આ ફિલ્મ આજે પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. તેના ડાયરેક્ટર છે વિપુલ મહેતા. ફિલ્મ અને તેનો સંદેશ અને તેના દ્રશ્યો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. વિપુલ મહેતા કેરી ઓન કેસર જેવી હટકે ફિલ્મ પણ બનાવી ચુક્યા છે. તસવીર સૌજન્યઃ ફેસબુક

  વિપુલ મહેતા
  'ચાલ જીવી લઈએ'..ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી આ ફિલ્મ આજે પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. તેના ડાયરેક્ટર છે વિપુલ મહેતા. ફિલ્મ અને તેનો સંદેશ અને તેના દ્રશ્યો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. વિપુલ મહેતા કેરી ઓન કેસર જેવી હટકે ફિલ્મ પણ બનાવી ચુક્યા છે.

  તસવીર સૌજન્યઃ ફેસબુક

  2/11
 • મિખિલ મુસળે મૂળ મરાઠી એવા મિખિલ મૂસળેની ફિલ્મ રોંગ સાઈડ રાજૂને નેશનલ અવૉર્ડ મળી ચુક્યો છે. અને તેઓ બોલીવુડની ફિલ્મ મેઈડ ઈન ચાઈનામાં પણ કામ કરી રહ્યા છે. જેમાં બમન ઈરાની, રાજકુમાર રાવ, મૌની રૉય જેવા કલાકારો કામ કરી રહ્યા છે.  આ ફિલ્મ અમદાવાદના બહુ ચર્ચિત હિટ-એન્ડ-રન કેસ પર બનાવવામાં આવી હતી. જે દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  મિખિલ મુસળે
  મૂળ મરાઠી એવા મિખિલ મૂસળેની ફિલ્મ રોંગ સાઈડ રાજૂને નેશનલ અવૉર્ડ મળી ચુક્યો છે. અને તેઓ બોલીવુડની ફિલ્મ મેઈડ ઈન ચાઈનામાં પણ કામ કરી રહ્યા છે. જેમાં બમન ઈરાની, રાજકુમાર રાવ, મૌની રૉય જેવા કલાકારો કામ કરી રહ્યા છે.  આ ફિલ્મ અમદાવાદના બહુ ચર્ચિત હિટ-એન્ડ-રન કેસ પર બનાવવામાં આવી હતી. જે દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

  તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  3/11
 • ઈશાન રાંદેરિયા ગુજરાતી ફિલ્મની વાત આવે ત્યારે ગુજ્જુભાઈને કેમ ભૂલી શકાય? અને ગુજ્જુભાઈ સીરિઝની ફિલ્મના ડાયરેક્ટર છે ઈશાન રાંદેરિયા. જેમની ફિલ્મો લોકોને ખડખડાટ હંસાવે છે.ઈશાન સિદ્ધાર્થ રાંદેરિયાના પુત્ર છે. ઈશાનનો ઉછેર જ ફિલ્મ અને થિએટર સાથે નજીકનો નાતો ધરાવતા પરિવારમાં થયો છે. ગુજ્જુભાઈ સીરિઝની ફિલ્મોને ખૂબ જ સફળતા મળી છે. અને તેનો ત્રીજો ભાગ 2020માં આવી રહ્યો છે.

  ઈશાન રાંદેરિયા
  ગુજરાતી ફિલ્મની વાત આવે ત્યારે ગુજ્જુભાઈને કેમ ભૂલી શકાય? અને ગુજ્જુભાઈ સીરિઝની ફિલ્મના ડાયરેક્ટર છે ઈશાન રાંદેરિયા. જેમની ફિલ્મો લોકોને ખડખડાટ હંસાવે છે.ઈશાન સિદ્ધાર્થ રાંદેરિયાના પુત્ર છે. ઈશાનનો ઉછેર જ ફિલ્મ અને થિએટર સાથે નજીકનો નાતો ધરાવતા પરિવારમાં થયો છે. ગુજ્જુભાઈ સીરિઝની ફિલ્મોને ખૂબ જ સફળતા મળી છે. અને તેનો ત્રીજો ભાગ 2020માં આવી રહ્યો છે.

  4/11
 • શૌનક વ્યાસ તો આ યાદીમાં શૌનક વ્યાસનું પણ નામ સામેલ છે. દુનિયાદારી ફિલ્મમાં મલ્હાર ઠાકર સાથે દેખાઈ ચૂકેલા આ એક્ટર પણ ટૂંક સમયમાં નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ટિચર ઓફ ધી યર ફિલ્મને સૌનક વ્યાસ ડિરેક્ટ કરી રહ્યા છે. તસવીર સૌજન્યઃ ફેસબુક

  શૌનક વ્યાસ
  તો આ યાદીમાં શૌનક વ્યાસનું પણ નામ સામેલ છે. દુનિયાદારી ફિલ્મમાં મલ્હાર ઠાકર સાથે દેખાઈ ચૂકેલા આ એક્ટર પણ ટૂંક સમયમાં નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ટિચર ઓફ ધી યર ફિલ્મને સૌનક વ્યાસ ડિરેક્ટ કરી રહ્યા છે.

  તસવીર સૌજન્યઃ ફેસબુક

  5/11
 • ફૈઝલ હાશ્મી ગુજરાતી ભાષાની સૌથી પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવવાનું શ્રેય જાય છે ફૈઝલ હાશ્મીને. આ ફિલ્મમાં દિલધડક એક્શન સિકવન્સ અને ઉમદા VFX પણ હતા. આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેનું સંગીત રહેમાનના સ્ટુડિયોમાં મિક્સ કરવામાં આવ્યું છે. તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર

  ફૈઝલ હાશ્મી
  ગુજરાતી ભાષાની સૌથી પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવવાનું શ્રેય જાય છે ફૈઝલ હાશ્મીને. આ ફિલ્મમાં દિલધડક એક્શન સિકવન્સ અને ઉમદા VFX પણ હતા. આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેનું સંગીત રહેમાનના સ્ટુડિયોમાં મિક્સ કરવામાં આવ્યું છે.
  તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર

  6/11
 • ઋતુલ પટેલ ઋતુલ ફિલ્મ 'બહુ ના વિચાર'થી ડેબ્યૂ કરી રહ્યા છે અને તે પણ માત્ર 21 વર્ષની ઉંમરે. આ ફિલ્મ પહેલી રીવર્સ બાયોપિક છે. જેનું પોસ્ટર, ટ્રેલર અને ગીતો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ફિલ્મમાં તારક મહેતા ફેમ ભવ્ય ગાંધી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઓવરથિંકીગની આદતો પર આધારિત છે. જેની સ્ટોરી બહુ જ મજેદાર લાગી રહી છે. તસવીર સૌજન્યઃ ફેસબુક

  ઋતુલ પટેલ
  ઋતુલ ફિલ્મ 'બહુ ના વિચાર'થી ડેબ્યૂ કરી રહ્યા છે અને તે પણ માત્ર 21 વર્ષની ઉંમરે. આ ફિલ્મ પહેલી રીવર્સ બાયોપિક છે. જેનું પોસ્ટર, ટ્રેલર અને ગીતો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ફિલ્મમાં તારક મહેતા ફેમ ભવ્ય ગાંધી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઓવરથિંકીગની આદતો પર આધારિત છે. જેની સ્ટોરી બહુ જ મજેદાર લાગી રહી છે.

  તસવીર સૌજન્યઃ ફેસબુક

  7/11
 • ક્રિષ્નદેવ યાજ્ઞિક 'છેલ્લો દિવસ'..આ ફિલ્મ આજે પણ યુવાનોને પોતીકી લાગે છે. ફિલ્મ 8 મિત્રોની કહાની છે. 2015માં રિલીઝ થયેલી આ ફિલ્મ કૉલેજના બેકગ્રાઉન્ડમાં છે. જે બાદ તેમની ફિલ્મ શું થયુંને પણ ખૂબ જ સફળતા મળી હતી. કૃષ્ણદેવે વાંઢા વિલાસ અને કરસનદાસ પે એન્ડ યૂઝ જેવી ફિલ્મો પણ કરી છે. તેમની ફિલ્મોની પંચ લાઈન્સ આજે પણ લોકોના મોઢે છે.

  ક્રિષ્નદેવ યાજ્ઞિક
  'છેલ્લો દિવસ'..આ ફિલ્મ આજે પણ યુવાનોને પોતીકી લાગે છે. ફિલ્મ 8 મિત્રોની કહાની છે. 2015માં રિલીઝ થયેલી આ ફિલ્મ કૉલેજના બેકગ્રાઉન્ડમાં છે. જે બાદ તેમની ફિલ્મ શું થયુંને પણ ખૂબ જ સફળતા મળી હતી. કૃષ્ણદેવે વાંઢા વિલાસ અને કરસનદાસ પે એન્ડ યૂઝ જેવી ફિલ્મો પણ કરી છે. તેમની ફિલ્મોની પંચ લાઈન્સ આજે પણ લોકોના મોઢે છે.

  8/11
 • ધ્વનિ ગૌતમ ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર અને રોમ કોમ જેવી અલગ કોન્સેપ્ટ ધરાવતી ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર છે ધ્વનિ ગૌતમ. તેમની પહેલી ફિલ્મ રોમાન્સ કોમ્પલિકેટેડ હતી. જેમાં બોલીવુડ સ્ટાઈલ તડકો પણ હતો. જેનો કેટલોક ભાગ અમેરિકામાં શૂટ કરવામાં આવ્યો હતો. પહેલી ફેબ્રુઆરીએ રીલિઝ થયેલી ધ્વનિની કોર્ટરૂમ ડ્રામ ફિલ્મ પણ દર્શકોને પસંદ આવી હતી.

  ધ્વનિ ગૌતમ
  ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર અને રોમ કોમ જેવી અલગ કોન્સેપ્ટ ધરાવતી ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર છે ધ્વનિ ગૌતમ. તેમની પહેલી ફિલ્મ રોમાન્સ કોમ્પલિકેટેડ હતી. જેમાં બોલીવુડ સ્ટાઈલ તડકો પણ હતો. જેનો કેટલોક ભાગ અમેરિકામાં શૂટ કરવામાં આવ્યો હતો. પહેલી ફેબ્રુઆરીએ રીલિઝ થયેલી ધ્વનિની કોર્ટરૂમ ડ્રામ ફિલ્મ પણ દર્શકોને પસંદ આવી હતી.

  9/11
 • અર્ચના દેસાઈ આ યાદીમાં એકમાત્ર મહિલા છે અર્ચના દેસાઈ. જેઓ નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રોંગ સાઈડ રાજૂના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. સાથે તેઓ ફ્રેન્ડઝોન નામની વેબ સીરિઝ પણ બનાવી રહ્યા છે. જેમાં માઈકલ અને યશ સોની જેવા જાણીતા કલાકારો કામ કરી રહ્યા છે. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  અર્ચના દેસાઈ
  આ યાદીમાં એકમાત્ર મહિલા છે અર્ચના દેસાઈ. જેઓ નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રોંગ સાઈડ રાજૂના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. સાથે તેઓ ફ્રેન્ડઝોન નામની વેબ સીરિઝ પણ બનાવી રહ્યા છે. જેમાં માઈકલ અને યશ સોની જેવા જાણીતા કલાકારો કામ કરી રહ્યા છે.
  તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  10/11

 • 11/11
 • loading...

ફોટોઝ વિશે

એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ફિલ્મોની ઓળખ કેડિયું અને ગરબા સુધી મર્યાદિત હતી. પરંતુ આજે ગુજરાતી ફિલ્મે અલગ ઓળખ બનાવી છે. ગુજરાતી ફિલ્મો નેશનલ અવૉર્ડ પણ જીતી રહી છે. અને બદલાવનું કારણ બન્યા છે આ ન્યૂ એઈજ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર્સને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK