છેલ્લો દિવસનો 'નરેશ' અને કરસન દાસનો 'તિલોક' યાદ છે ? ફોટોઝમાં જુઓ મયુર ચૌહાણની લાઈફ

Jan 30, 2019, 19:32 IST
 • મયુર ચૌહાણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'માઈકલ'ના ઉપનામથી જાણીતા છે. ગુજરાતી નાટકોમાં સ્ટેજ ગજવી ચૂકેલા માઈકલ છેલ્લો દિવસમાં 'નરેશ'ના નાનકડા રોલમાં જ લોકપ્રિય થયા હતા. તસવીરમાં: જોકરના ગેટઅપમાં મયુર ચૌહાણ

  મયુર ચૌહાણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'માઈકલ'ના ઉપનામથી જાણીતા છે. ગુજરાતી નાટકોમાં સ્ટેજ ગજવી ચૂકેલા માઈકલ છેલ્લો દિવસમાં 'નરેશ'ના નાનકડા રોલમાં જ લોકપ્રિય થયા હતા.

  તસવીરમાં: જોકરના ગેટઅપમાં મયુર ચૌહાણ

  1/12
 • છેલ્લો દિવસ બાદ મયુર ચૌહાણ ક્રિષ્નદેવ યાજ્ઞિકની ફિલ્મ 'કરસનદાસ પે એન્ડ યુઝ'માં દીક્ષા જોશી સાથે લીડ રોલમાં દેખાયા હતા. સામાજિક સંદેશ સાથે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. તસવીરમાં: સૈનિકના ગેટઅપમાં સાફા સાથે માઈકલ

  છેલ્લો દિવસ બાદ મયુર ચૌહાણ ક્રિષ્નદેવ યાજ્ઞિકની ફિલ્મ 'કરસનદાસ પે એન્ડ યુઝ'માં દીક્ષા જોશી સાથે લીડ રોલમાં દેખાયા હતા. સામાજિક સંદેશ સાથે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો.

  તસવીરમાં: સૈનિકના ગેટઅપમાં સાફા સાથે માઈકલ

  2/12
 • અમદાવાદ વિશેના નાટક 'કડક બાદશાહી' સહિત જાને વો કૈસે લોગ, અકૂપાર, કસ્તુરબા સહિતના નાટકોમાં અભિનય કરી ચૂક્યા છે. માઈકલે એક્ટિંગની તાલીમ અભિનય બેન્કર પાસેથી લીધી છે. તસવીરમાં: એક્ટિંગના ગુરુ અભિનય બેન્કર સાથે

  અમદાવાદ વિશેના નાટક 'કડક બાદશાહી' સહિત જાને વો કૈસે લોગ, અકૂપાર, કસ્તુરબા સહિતના નાટકોમાં અભિનય કરી ચૂક્યા છે. માઈકલે એક્ટિંગની તાલીમ અભિનય બેન્કર પાસેથી લીધી છે.

  તસવીરમાં: એક્ટિંગના ગુરુ અભિનય બેન્કર સાથે

  3/12
 • સ્ટેજ પર માઈકલનો અભિનય હંમેશા દમદાર રહ્યો છે. ધ્રુવ ભટ્ટની નવલકથા અકૂપાર પરથી બનેલા એ જ નામના નાટકમાં માઈકલે બે જુદા જુદા રોલ કર્યા હતા.

  સ્ટેજ પર માઈકલનો અભિનય હંમેશા દમદાર રહ્યો છે. ધ્રુવ ભટ્ટની નવલકથા અકૂપાર પરથી બનેલા એ જ નામના નાટકમાં માઈકલે બે જુદા જુદા રોલ કર્યા હતા.

  4/12
 • સ્ક્રીન અને સ્ટેજ પર તરખાટ મચાવતા આ એક્ટર નાનપણમાં કંઈક આવા લાગતા હતા.

  સ્ક્રીન અને સ્ટેજ પર તરખાટ મચાવતા આ એક્ટર નાનપણમાં કંઈક આવા લાગતા હતા.

  5/12
 •  ઓ હો, આ સ્વીટ સિમ્પલ દેખાતા મયુર ચૌહાણ એ જ છે. જે સ્ક્રીન પર આવતા જ ફેન્સને ખડખડાટ હસાવે છે. 

   ઓ હો, આ સ્વીટ સિમ્પલ દેખાતા મયુર ચૌહાણ એ જ છે. જે સ્ક્રીન પર આવતા જ ફેન્સને ખડખડાટ હસાવે છે. 

  6/12
 • ફિલ્મ કરસનદાસ પે એન્ડ યુઝના સેટ પર ચાની ચૂસકી લેતા માઈકલ. આ ફિલ્મમાં પણ માઈકલની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી.

  ફિલ્મ કરસનદાસ પે એન્ડ યુઝના સેટ પર ચાની ચૂસકી લેતા માઈકલ. આ ફિલ્મમાં પણ માઈકલની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી.

  7/12
 • હવે માઈકલ અપકમિંગ ફિલ્મ મચ્છુઃએક્ટ ઓફ ગોડમાં દેખાશે. મચ્છુ મોરબીમાં આવેલા વિનાશક પૂર પર આધારિત ફિલ્મ છે. જે આ વર્ષે રિલીઝ થશે. 

  હવે માઈકલ અપકમિંગ ફિલ્મ મચ્છુઃએક્ટ ઓફ ગોડમાં દેખાશે. મચ્છુ મોરબીમાં આવેલા વિનાશક પૂર પર આધારિત ફિલ્મ છે. જે આ વર્ષે રિલીઝ થશે. 

  8/12
 • લાલ રંગની પાઘડીમાં જામી રહ્યા છે મયુર ચૌહાણ.

  લાલ રંગની પાઘડીમાં જામી રહ્યા છે મયુર ચૌહાણ.

  9/12
 • નહેરુ જેકેટમાં જવાહર લાલ નહેરુની જેમ જ લાલ ગુલાબ સાથે મયુર ચૌહાણ. આ તસવીર નવસારીના એક કલ્ચરલ ઈવેન્ટ દરમિયાનની છે, માઈકલની આ સ્માઈલ તમને તેના ફેન બનાવી શકે છે. 

  નહેરુ જેકેટમાં જવાહર લાલ નહેરુની જેમ જ લાલ ગુલાબ સાથે મયુર ચૌહાણ. આ તસવીર નવસારીના એક કલ્ચરલ ઈવેન્ટ દરમિયાનની છે, માઈકલની આ સ્માઈલ તમને તેના ફેન બનાવી શકે છે. 

  10/12
 • અભિનેત્રી દીક્ષા જોશી અને હેમાંગ શાહ સાથે. 

  અભિનેત્રી દીક્ષા જોશી અને હેમાંગ શાહ સાથે. 

  11/12
 • સ્ટેજ અને સ્ક્રીન પર એક્ટિંગની સાથે સાથે મયુર ચૌહાણના અવાજમાં તમે ગુજરાતી સાહિત્યનો આનંદ પણ ઉઠાવી શકો છો. જલસો નામની ગુજરાતી મ્યુઝિક એપ પર માઈકલ જુદી જુદી વાર્તાના પઠન કરતા રહે છે. 

  સ્ટેજ અને સ્ક્રીન પર એક્ટિંગની સાથે સાથે મયુર ચૌહાણના અવાજમાં તમે ગુજરાતી સાહિત્યનો આનંદ પણ ઉઠાવી શકો છો. જલસો નામની ગુજરાતી મ્યુઝિક એપ પર માઈકલ જુદી જુદી વાર્તાના પઠન કરતા રહે છે. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ફિલ્મ 'છેલ્લો દિવસ' બાદ મલ્હાર ઠાકર ગુજરાતીઓમાં છવાઈ ગયા. જો કે આ ફિલ્મે વધુ એક કલાકારને ઓળખ અપાવી. 'છેલ્લો દિવસ'માં નરેશનું પાત્ર તો તમે નહીં જ ભૂલ્યા હો. મયુર ચૌહાણ છેલ્લો દિવસ બાદ કરસનદાસ પે એન્ડ યુઝમાં લીડ રોલમાં અને રેવંતા સારાભાઈની પાઘડીમાં દેખાઈ ચૂક્યા છે. ફોટોઝમાં આજકાલ કેવી છે મયુર ચૌહાણની લાઈફ (તસવીર સૌજન્યઃ મયુર ચૌહાણ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK