મૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને

Updated: Jul 15, 2019, 15:05 IST | Bhavin
 • મૌલિક નાયક ગાંધીનગરમાં છે. તેમનો જન્મ ગાંધીનગરમાં જ થયો છે અને મોટા પણ તેઓ ત્યાં જ થયા છે. 

  મૌલિક નાયક ગાંધીનગરમાં છે. તેમનો જન્મ ગાંધીનગરમાં જ થયો છે અને મોટા પણ તેઓ ત્યાં જ થયા છે. 

  1/22
 • મૌલિક નાયકનું સ્કૂલિંગ પણ ગાંધીનગરમાં જ થયું છે. હાલ પણ તેઓ ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે આવતા જતા રહે છે. 

  મૌલિક નાયકનું સ્કૂલિંગ પણ ગાંધીનગરમાં જ થયું છે. હાલ પણ તેઓ ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે આવતા જતા રહે છે. 

  2/22
 • એક્ટિંગ વિશે વાત કરતા મૌલિક કહે છે કે,'નાનો હતો ત્યારથી જ બધાની જેમ તેલના ડબ્બા પર તબલા વગાડતો. પપ્પાની ગેરહાજરીમાં એમની એક્ટિંગ કરતો. ભણવામાં ખાસ નહોતો. એટલે પપ્પાને એવું હતું કે આનામાં આવી ટેલેન્ટ છે, તો એમાં જ આગળ વધે તો સારુ'

  એક્ટિંગ વિશે વાત કરતા મૌલિક કહે છે કે,'નાનો હતો ત્યારથી જ બધાની જેમ તેલના ડબ્બા પર તબલા વગાડતો. પપ્પાની ગેરહાજરીમાં એમની એક્ટિંગ કરતો. ભણવામાં ખાસ નહોતો. એટલે પપ્પાને એવું હતું કે આનામાં આવી ટેલેન્ટ છે, તો એમાં જ આગળ વધે તો સારુ'

  3/22
 • મૌલિકનું કહેવું છે કે,'એક્ટિંગ તો કરવી હતી, પણ ક્યાંથી કેવી રીતે એ ખબર નહોતી, કોઈ ગાઈડન્સ આપવાવાળું નહોતું. છેલ્લે પપ્પાએ એચ. કે. આર્ટસ કોલેજમાં એડમિશન અપાવ્યું, ત્યાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા અને એમની સાથે મારી શરૂઆત થઈ.'

  મૌલિકનું કહેવું છે કે,'એક્ટિંગ તો કરવી હતી, પણ ક્યાંથી કેવી રીતે એ ખબર નહોતી, કોઈ ગાઈડન્સ આપવાવાળું નહોતું. છેલ્લે પપ્પાએ એચ. કે. આર્ટસ કોલેજમાં એડમિશન અપાવ્યું, ત્યાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા અને એમની સાથે મારી શરૂઆત થઈ.'

  4/22
 • એચ. કે. કોલેજથી મૌલિકે નાટક કરવાની શરૂઆત કરી. અને પાછું વાળીને જોયું નહીં. ટેલેન્ટ એટલી ભારોભાર કે સતત 13 વર્ષ સુધી કમર્શિયલ નાટકો કરતા રહ્યા. 

  એચ. કે. કોલેજથી મૌલિકે નાટક કરવાની શરૂઆત કરી. અને પાછું વાળીને જોયું નહીં. ટેલેન્ટ એટલી ભારોભાર કે સતત 13 વર્ષ સુધી કમર્શિયલ નાટકો કરતા રહ્યા. 

  5/22
 • 13 વર્ષ બાદ મૌલિકે નાટકમાંથી નાનકડો બ્રેક લીધો. જો કે મ્યુઝિક દ્વારા નાટકો સાથે સંકળાતા રહ્યા. પોતાની કરિયર વિશે વાત કરતા મૌલિક કહે છે કે,'નિસર્ગ ત્રિવેદીના નાટક જસમા ઓડણથી મને સારી એવી ઓળખાણ મળી.'

  13 વર્ષ બાદ મૌલિકે નાટકમાંથી નાનકડો બ્રેક લીધો. જો કે મ્યુઝિક દ્વારા નાટકો સાથે સંકળાતા રહ્યા. પોતાની કરિયર વિશે વાત કરતા મૌલિક કહે છે કે,'નિસર્ગ ત્રિવેદીના નાટક જસમા ઓડણથી મને સારી એવી ઓળખાણ મળી.'

  6/22
 • મૌલિકનું પહેલું કમર્શિયલ નાટક ભગવત ભાવસારનું 'અંતહીન' હતું. જે બાદ તેમણે રાજુ બારોટ સાથે 'હા, મેં તને ચાહી છે જિંદગી', 'કંચન કરશે ગામને કંચન' જેવા નાટકો કર્યા. બાદમાં વિપુલ ઠક્કર સાથે 'જલસા કર બાપુ જલસા કર'માં કેસ્ટોનો રોલ કર્યો. જેના 100 શોમાં મૌલિકે કામ કર્યું. 

  મૌલિકનું પહેલું કમર્શિયલ નાટક ભગવત ભાવસારનું 'અંતહીન' હતું. જે બાદ તેમણે રાજુ બારોટ સાથે 'હા, મેં તને ચાહી છે જિંદગી', 'કંચન કરશે ગામને કંચન' જેવા નાટકો કર્યા. બાદમાં વિપુલ ઠક્કર સાથે 'જલસા કર બાપુ જલસા કર'માં કેસ્ટોનો રોલ કર્યો. જેના 100 શોમાં મૌલિકે કામ કર્યું. 

  7/22
 • મૌલિકનું કહેવું છે કે,'નાટકો કદાચ ઓછા કર્યા છે, પરંતુ જે નાટકો કર્યા એના શોઝ ખૂબ થયા છે.' મૌલિક નાયક મલ્ટીટેલેન્ટેડ છે. એક્ટિંગની સાથે સાથે તેઓ તબલાં પણ વગાડે છે અને ગાય પણ છે. 

  મૌલિકનું કહેવું છે કે,'નાટકો કદાચ ઓછા કર્યા છે, પરંતુ જે નાટકો કર્યા એના શોઝ ખૂબ થયા છે.' મૌલિક નાયક મલ્ટીટેલેન્ટેડ છે. એક્ટિંગની સાથે સાથે તેઓ તબલાં પણ વગાડે છે અને ગાય પણ છે. 

  8/22
 • તો મૌલિક નાયક રેડિયો જોકી પણ રહી ચૂક્યા છે. રેડિયો કરિયર વિશે વાત કરતા મૌલિકનું કહેવું છે,'મિત્રો વચ્ચે મિમિક્રી કરતો. ત્યારે મ્યુઝિશિયન ભાર્ગવ પુરોહિતે કહ્યું કે રેડિયો માટે લખીશ ? અને મેં થોડું રિસર્ચ કરીને શરૂઆત કરી. એમાંથી બકાનો જન્મ થયો.'

  તો મૌલિક નાયક રેડિયો જોકી પણ રહી ચૂક્યા છે. રેડિયો કરિયર વિશે વાત કરતા મૌલિકનું કહેવું છે,'મિત્રો વચ્ચે મિમિક્રી કરતો. ત્યારે મ્યુઝિશિયન ભાર્ગવ પુરોહિતે કહ્યું કે રેડિયો માટે લખીશ ? અને મેં થોડું રિસર્ચ કરીને શરૂઆત કરી. એમાંથી બકાનો જન્મ થયો.'

  9/22
 • ઉલ્લેખનીય છે કે મૌલિક નાયકે નાટકોમાં લાંબા સમય સુધી એક્ટિંગ કર્યા બાદ નાનકડા બ્રેક બાદ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી રહ્યા છે. 

  ઉલ્લેખનીય છે કે મૌલિક નાયકે નાટકોમાં લાંબા સમય સુધી એક્ટિંગ કર્યા બાદ નાનકડા બ્રેક બાદ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી રહ્યા છે. 

  10/22
 • મૌલિક નાયકની પહેલી ફિલ્મ 'પાઘડી' હતી. જો કે તે ખૂબ મોડા રિલીઝ થઈ. મૌલિકની સૌથી પહેલી જે ફિલ્મ રિલીઝ થઈ તે 'બે યાર' હતી, જેમાં તેમનો રોલ ખૂબ નાનો હતો.

  મૌલિક નાયકની પહેલી ફિલ્મ 'પાઘડી' હતી. જો કે તે ખૂબ મોડા રિલીઝ થઈ. મૌલિકની સૌથી પહેલી જે ફિલ્મ રિલીઝ થઈ તે 'બે યાર' હતી, જેમાં તેમનો રોલ ખૂબ નાનો હતો.

  11/22
 • અત્યાર સુધી મૌલિક નાયક પાઘડી, બે યાર, પ્રેમજી , રોમ કોમ, વિટામિન સી, લવની ભવાઈ, છૂટી જશે છક્કા જેવી ફિલ્મો કરી ચૂક્યા છે.

  અત્યાર સુધી મૌલિક નાયક પાઘડી, બે યાર, પ્રેમજી , રોમ કોમ, વિટામિન સી, લવની ભવાઈ, છૂટી જશે છક્કા જેવી ફિલ્મો કરી ચૂક્યા છે.

  12/22
 • એવોર્ડ્ઝની વાત કરીએ તો વિજયગિરી બાવાની ફિલ્મ 'પ્રેમજી રાઈઝ ઓફ અ વૉરિયર' માટે મૌલિકને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળી ચૂક્યો છે. તો રોમ કોમ માટે બેસ્ટ કમેન્ડિયન ટ્રાન્સમીડિયાનો એવોર્ડ મળી ચૂક્યો છે.  

  એવોર્ડ્ઝની વાત કરીએ તો વિજયગિરી બાવાની ફિલ્મ 'પ્રેમજી રાઈઝ ઓફ અ વૉરિયર' માટે મૌલિકને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળી ચૂક્યો છે. તો રોમ કોમ માટે બેસ્ટ કમેન્ડિયન ટ્રાન્સમીડિયાનો એવોર્ડ મળી ચૂક્યો છે.  

  13/22
 • રેડિયો જોકી તરીકે બકાનું કેરેક્ટર મૌલિક નાયકનું સૌથી ફેમસ કેરેક્ટર છે. આ ઉપરાંત તેમનો ફિલ્મી ડાયરોનો કન્સેપ્ટ પણ લોકપ્રિય થયો છે. 

  રેડિયો જોકી તરીકે બકાનું કેરેક્ટર મૌલિક નાયકનું સૌથી ફેમસ કેરેક્ટર છે. આ ઉપરાંત તેમનો ફિલ્મી ડાયરોનો કન્સેપ્ટ પણ લોકપ્રિય થયો છે. 

  14/22
 • મૌલિક નાયકે એક્ટ્રેસ હેપ્પી ભાવસાર સાથે લગ્ન કર્યા છે. બંનેની લવ સ્ટોરી પણ ઈન્ટ્રેસ્ટિંગ છે. 

  મૌલિક નાયકે એક્ટ્રેસ હેપ્પી ભાવસાર સાથે લગ્ન કર્યા છે. બંનેની લવ સ્ટોરી પણ ઈન્ટ્રેસ્ટિંગ છે. 

  15/22
 • મૌલિક કહે છે કે,'હેપ્પીએ 'શ્યામલી' સિરીયલ કરી ત્યારથી હું તેનો ફૅન હતો. એની બહેન મારી સાથે ભણતી હતી. એ રીતે અમે મળ્યા.'

  મૌલિક કહે છે કે,'હેપ્પીએ 'શ્યામલી' સિરીયલ કરી ત્યારથી હું તેનો ફૅન હતો. એની બહેન મારી સાથે ભણતી હતી. એ રીતે અમે મળ્યા.'

  16/22
 • મૌલિકનું કહેવું છે કે,'અમારી લવ સ્ટોરી ચડાવઉતાર વાળી રહી છે. પહેલા અમે મિત્રો બન્યા, અને પછી ધીમે ધીમે સંબંધો આગળ વધ્યા. મિત્રોની પણ મદદ મળી. અને 2016માં અમે લગ્ન કરી લીધા.'

  મૌલિકનું કહેવું છે કે,'અમારી લવ સ્ટોરી ચડાવઉતાર વાળી રહી છે. પહેલા અમે મિત્રો બન્યા, અને પછી ધીમે ધીમે સંબંધો આગળ વધ્યા. મિત્રોની પણ મદદ મળી. અને 2016માં અમે લગ્ન કરી લીધા.'

  17/22
 • મૌલિક નાયક અને હેપ્પી ભાવસારના લગ્ન સમયનો ફોટો. જેમાં ડિરેક્ટર વિજયગિરી બાવા પણ દેખાઈ રહ્યા છે. 

  મૌલિક નાયક અને હેપ્પી ભાવસારના લગ્ન સમયનો ફોટો. જેમાં ડિરેક્ટર વિજયગિરી બાવા પણ દેખાઈ રહ્યા છે. 

  18/22
 • એક્ટિંગ કરિયર વિશે વાત કરતા મૌલિક હંમેશા પોતાના બાળપણને યાદ કરે છે. એમનું કહેવું છે કે,'બાળપણથી જ મ્યુઝિક, ડાન્સ અને એક્ટિંગનો શોખ હતો. અને મહેનતથી એ શોખ, એ સપનું પુરુ થયું છે.'

  એક્ટિંગ કરિયર વિશે વાત કરતા મૌલિક હંમેશા પોતાના બાળપણને યાદ કરે છે. એમનું કહેવું છે કે,'બાળપણથી જ મ્યુઝિક, ડાન્સ અને એક્ટિંગનો શોખ હતો. અને મહેનતથી એ શોખ, એ સપનું પુરુ થયું છે.'

  19/22
 • હાલ મૌલિક નાયક ફિલ્મો પર કોન્સટ્રેટ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સારી ફિલ્મો બની રહી છે. અમે બધાએ સાથે ગુજરાતી સિનેમા કરવાનું સપનું જોયું હતું. અને અત્યારે એ પુરુ કરી રહ્યા છીએ.

  હાલ મૌલિક નાયક ફિલ્મો પર કોન્સટ્રેટ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સારી ફિલ્મો બની રહી છે. અમે બધાએ સાથે ગુજરાતી સિનેમા કરવાનું સપનું જોયું હતું. અને અત્યારે એ પુરુ કરી રહ્યા છીએ.

  20/22
 • ટૂંક સમયમાં જ મૌલિક નાયક અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં દેખાશે. આ ફિલ્મને પણ વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરી છે.

  ટૂંક સમયમાં જ મૌલિક નાયક અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં દેખાશે. આ ફિલ્મને પણ વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરી છે.

  21/22
 •  'મોન્ટુની બિટ્ટુ'માં તેમની સાથે આરોહી, મેહુલ સોલંકી અને હેપ્પી ભાવસાર છે. ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. 

   'મોન્ટુની બિટ્ટુ'માં તેમની સાથે આરોહી, મેહુલ સોલંકી અને હેપ્પી ભાવસાર છે. ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. 

  22/22
 • loading...

ફોટોઝ વિશે

તમે 'બકા'ને તો ઓળખતા જ હશો !! નથી ઓળખતા ? અચ્છા સાંભળતા તો હશો જ !! હેં ને, તો ચાલો આજે તમને રૂબરુ કરાવી એ બકા ઉર્ફે મૌલિક નાયક સાથે. જાણીએ કેવી રીતે મૌલિક એક્ટિંગ કરતા થયા, અને એક્ટિંગ સિવાય આ મસ્ત મૌલાને બીજું શું શું ગમે છે ?

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK