ડિમ્પલ કાપડિયા 60વર્ષે પણ ગ્લેમરસ, જોઈને દિલનાં ધબકારા વધી જશે

Updated: Jun 09, 2020, 08:54 IST | Rachana Joshi
 • ગુજરાતી ઉદ્યોગપતિ ચુનીભાઈ કાપડિયાના ઘરમાં 8 જૂન 1957ના રોજ ડિમ્પલ કાપડિયાનો જન્મ થયો હતો.

  ગુજરાતી ઉદ્યોગપતિ ચુનીભાઈ કાપડિયાના ઘરમાં 8 જૂન 1957ના રોજ ડિમ્પલ કાપડિયાનો જન્મ થયો હતો.

  1/17
 • 1973માં પ્રથમ ફિલ્મ 'બૉબી' રિલીઝ થાય તેના છ મહિના પહેલા જ અભિનેત્રીએ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓ 1984માં અલગ થઈ ગયા હતા. પણ તેમણે છૂટાછેડાની કાર્યવાહી પુર્ણ નહોતી કરી. રાજેશ ખન્નાના છેલ્લા દિવસોમાં બન્ને જણા ફરી એક થયા હતા તસવીરમાં: રાજેશન ખન્ના અને ડિમ્પલ કાપડિયા લગ્ન સમયે

  1973માં પ્રથમ ફિલ્મ 'બૉબી' રિલીઝ થાય તેના છ મહિના પહેલા જ અભિનેત્રીએ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓ 1984માં અલગ થઈ ગયા હતા. પણ તેમણે છૂટાછેડાની કાર્યવાહી પુર્ણ નહોતી કરી. રાજેશ ખન્નાના છેલ્લા દિવસોમાં બન્ને જણા ફરી એક થયા હતા

  તસવીરમાં: રાજેશન ખન્ના અને ડિમ્પલ કાપડિયા લગ્ન સમયે

  2/17
 • ડિમ્પલ કાપડિયાને બૉલીવુડમાં રાજ કપૂરે 'બૉબી' દ્વારા લૉન્ચ કરી હતી. તેઓએ ડિમ્પલને 13 વષની ઉંમરે જ જોઈ હતી અને ત્યારથી જ લૉન્ચ કરવાનું નક્કી કર્યું હતું. તસવીરમાં: રાજ કપૂર સાથે ડિમ્પલ કાપડિયા

  ડિમ્પલ કાપડિયાને બૉલીવુડમાં રાજ કપૂરે 'બૉબી' દ્વારા લૉન્ચ કરી હતી. તેઓએ ડિમ્પલને 13 વષની ઉંમરે જ જોઈ હતી અને ત્યારથી જ લૉન્ચ કરવાનું નક્કી કર્યું હતું.

  તસવીરમાં: રાજ કપૂર સાથે ડિમ્પલ કાપડિયા

  3/17
 • જોકે, રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા બાદ ડિમ્પલે અભિનયમાંથી નિવૃત્તિ લીધી હતી. 12 વર્ષ સુધી બૉલીવુડથી દુર રહીને દીકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્નાને ઉછેરી હતી. તસવીરમાં: ડિમ્પલ કાપડિયા વિનોદ ખન્ના સાથે ફિલ્મ 'આખરી અદાલત'માં

  જોકે, રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા બાદ ડિમ્પલે અભિનયમાંથી નિવૃત્તિ લીધી હતી. 12 વર્ષ સુધી બૉલીવુડથી દુર રહીને દીકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્નાને ઉછેરી હતી.

  તસવીરમાં: ડિમ્પલ કાપડિયા વિનોદ ખન્ના સાથે ફિલ્મ 'આખરી અદાલત'માં

  4/17
 • ડિમ્પલ કાપડિયાએ એક કુશળ અભેનત્રી તરીકે પોતાની ઓળખ બનાવી છે. 'કાશ', 'રૂદાલી', 'ઝખ્મી શેર', 'અર્જુન', 'ઐતબાર', 'દ્રિષ્ટી' વગેરે ફિલ્મોમાં પ્રતિભાશાળી પર્ફોમન્સ બાદ પણ પોતે સર્જનાત્મકતાથી સંતુષ્ટ નથી એવું અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. મેં મારું શ્રેષ્ઠ આપ્યું છે પણ હું વધારે ઉત્તમ આપવાના પ્રયત્નો કરીશ, એમ ડિમ્પલ કાપડિયાએ કહ્યું હતું. તસવીરમાં: પ્રથમ ફિલ્મ 'બૉબી'માં લાલ બિકીની પહેરીને અભિનેત્રીએ સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા

  ડિમ્પલ કાપડિયાએ એક કુશળ અભેનત્રી તરીકે પોતાની ઓળખ બનાવી છે. 'કાશ', 'રૂદાલી', 'ઝખ્મી શેર', 'અર્જુન', 'ઐતબાર', 'દ્રિષ્ટી' વગેરે ફિલ્મોમાં પ્રતિભાશાળી પર્ફોમન્સ બાદ પણ પોતે સર્જનાત્મકતાથી સંતુષ્ટ નથી એવું અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. મેં મારું શ્રેષ્ઠ આપ્યું છે પણ હું વધારે ઉત્તમ આપવાના પ્રયત્નો કરીશ, એમ ડિમ્પલ કાપડિયાએ કહ્યું હતું.

  તસવીરમાં: પ્રથમ ફિલ્મ 'બૉબી'માં લાલ બિકીની પહેરીને અભિનેત્રીએ સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા

  5/17
 • ભલે ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના સાથે નહોતા રહેતા પણ 2012માં રાજેશ ખન્નાના નિધન બાદ અભિનેત્રી બહુ તુટી ગઈ હતી અને કહ્યું હતું કે, તેમના જેટલું શક્તિશાળી કોઈ નથી. કે જે મૃત્યુનો સામનો પણ સરળતાથી કરી શકે છે. તસવીરમાં: 'ઐતબાર'માં રાજ બબ્બર સાથે ડિમ્પલ કાપડિયા

  ભલે ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના સાથે નહોતા રહેતા પણ 2012માં રાજેશ ખન્નાના નિધન બાદ અભિનેત્રી બહુ તુટી ગઈ હતી અને કહ્યું હતું કે, તેમના જેટલું શક્તિશાળી કોઈ નથી. કે જે મૃત્યુનો સામનો પણ સરળતાથી કરી શકે છે.

  તસવીરમાં: 'ઐતબાર'માં રાજ બબ્બર સાથે ડિમ્પલ કાપડિયા

  6/17
 • લગ્ન બાદ ડિમ્પલને ફિલ્મો છોડી દેવાનું રાજેશ ખન્નાએ જ કહ્યું હતું. તસવીરમાં: ફિલ્મ 'બૉબી'નું દ્રશ્ય (ડિમ્પલ કાપડિયા જમણે)

  લગ્ન બાદ ડિમ્પલને ફિલ્મો છોડી દેવાનું રાજેશ ખન્નાએ જ કહ્યું હતું.

  તસવીરમાં: ફિલ્મ 'બૉબી'નું દ્રશ્ય (ડિમ્પલ કાપડિયા જમણે)

  7/17
 • 'બૉબી' ફિલ્મ બાદ ડિમ્પલ કાપડિયા રાતોરાત સ્ટાર બની ગયાં હતાં. પરંતુ સ્ટારડમને છોડીને તેમણે રાજેશ ખન્ના સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું અને પછી ફિલ્મી દુનિયાથી દુર રહ્યાં હતા. પણ અભિનય લોહીમાં હોવાથી તે છોડયો નહીં અને દાયકા બાદ 1985માં 'સાગર' ફિલ્મ સાથે વાપસી કરી હતી. આ ફિલ્મને પણ બૉક્સ ઓફિસ પર બહુ જબરજસ્ત સફળતા મળી હતી. તસવીરમાં: 'સાગર' ફિલ્મમાં કમલ હાસન અને ઋષિ કપૂર સાથે ડિમ્પલ કાપડિયા

  'બૉબી' ફિલ્મ બાદ ડિમ્પલ કાપડિયા રાતોરાત સ્ટાર બની ગયાં હતાં. પરંતુ સ્ટારડમને છોડીને તેમણે રાજેશ ખન્ના સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું અને પછી ફિલ્મી દુનિયાથી દુર રહ્યાં હતા. પણ અભિનય લોહીમાં હોવાથી તે છોડયો નહીં અને દાયકા બાદ 1985માં 'સાગર' ફિલ્મ સાથે વાપસી કરી હતી. આ ફિલ્મને પણ બૉક્સ ઓફિસ પર બહુ જબરજસ્ત સફળતા મળી હતી.

  તસવીરમાં: 'સાગર' ફિલ્મમાં કમલ હાસન અને ઋષિ કપૂર સાથે ડિમ્પલ કાપડિયા

  8/17
 • બહુ પ્રખ્યાત પણ નિષ્ફળ લગ્ન જીવન બાદ ડિમ્પલ કાપડિયાએ 1982માં રાજેશ ખન્નાનું ઘર છોડી દીધું હતું અને થોડાક વર્ષો પછી અભિનયમાં ફરી ઝંપલાવ્યું હતું. તસવીરમાં: 'અંગાર' ફિલ્મનું દ્રશ્ય

  બહુ પ્રખ્યાત પણ નિષ્ફળ લગ્ન જીવન બાદ ડિમ્પલ કાપડિયાએ 1982માં રાજેશ ખન્નાનું ઘર છોડી દીધું હતું અને થોડાક વર્ષો પછી અભિનયમાં ફરી ઝંપલાવ્યું હતું.

  તસવીરમાં: 'અંગાર' ફિલ્મનું દ્રશ્ય

  9/17
 • છૂટાછેડા બાદ ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાના સંબંધો બહુ સારા ન હોવા છતા ખન્નાએ જ્યારે રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે ડિમ્પલે તેમના અભિયાન અને પ્રચારમાં જોડાયા હતા. તસવીરમાં: 'આજ કી ઔરત' ફિલ્મનું દ્રશ્ય

  છૂટાછેડા બાદ ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાના સંબંધો બહુ સારા ન હોવા છતા ખન્નાએ જ્યારે રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે ડિમ્પલે તેમના અભિયાન અને પ્રચારમાં જોડાયા હતા.

  તસવીરમાં: 'આજ કી ઔરત' ફિલ્મનું દ્રશ્ય

  10/17
 • રમેશ સિપ્પીની 'સાગર' ડિમ્પલની કમબૅક ફિલ્મ હતી. પરંતુ આ ફિલ્મ રિલીઝ મોડી થઈ અને કમબૅક ફિલ્મ તરીકે 1984માં આવેલી 'ઝખ્મી શેર' ગણાઈ. તસવીરમાં: 'અર્જુન' ફિલ્મમાં સની દેઓલ સાથે ડિમ્પલ કાપડિયા

  રમેશ સિપ્પીની 'સાગર' ડિમ્પલની કમબૅક ફિલ્મ હતી. પરંતુ આ ફિલ્મ રિલીઝ મોડી થઈ અને કમબૅક ફિલ્મ તરીકે 1984માં આવેલી 'ઝખ્મી શેર' ગણાઈ.

  તસવીરમાં: 'અર્જુન' ફિલ્મમાં સની દેઓલ સાથે ડિમ્પલ કાપડિયા

  11/17
 • 'સાગર' ફિલ્મના ઓડિશન સમયે ડિમ્પલ કાપડિયા ડરને માર્યે ધ્રુજતા હતા. પરંતુ રમેશ સિપ્પીએ તેમના પર વિશ્વાસ મુક્યો અને કમલ હાસન અને ઋષિ કપૂર અભિનિત ફિલ્મ માટે સાઈન કર્યા હતા. તસવીરમાં: 'અજુબા' ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે ડિમ્પલ કાપડિયા

  'સાગર' ફિલ્મના ઓડિશન સમયે ડિમ્પલ કાપડિયા ડરને માર્યે ધ્રુજતા હતા. પરંતુ રમેશ સિપ્પીએ તેમના પર વિશ્વાસ મુક્યો અને કમલ હાસન અને ઋષિ કપૂર અભિનિત ફિલ્મ માટે સાઈન કર્યા હતા.

  તસવીરમાં: 'અજુબા' ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે ડિમ્પલ કાપડિયા

  12/17
 • અભિનેત્રી પોતાનો ફ્રી સમયનો સદઉપયોગ  પ્રવાસ કરવામાં અને એન્ટીક્સ ભેગા કરવામાં કરે છે તસવીરમાં: ફિલ્મ 'બટવારા'નું દ્રશ્ય

  અભિનેત્રી પોતાનો ફ્રી સમયનો સદઉપયોગ  પ્રવાસ કરવામાં અને એન્ટીક્સ ભેગા કરવામાં કરે છે

  તસવીરમાં: ફિલ્મ 'બટવારા'નું દ્રશ્ય

  13/17
 • ગ્લેમરસ અભિનેત્રી તરીકે ઓળખાતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ 'કાશ', 'ઝખ્મી ઔરત' અને 'રૂદાલી' જેવી ઓફબીટ ફિલ્મોમાં પણ દમદાર અભિનય કર્યો છે. તસવીરમાં: ડિમ્પલ કાપડિયા અમિતાભ બચ્ચન સાથે 'હમ કૌન હૈ'માં

  ગ્લેમરસ અભિનેત્રી તરીકે ઓળખાતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ 'કાશ', 'ઝખ્મી ઔરત' અને 'રૂદાલી' જેવી ઓફબીટ ફિલ્મોમાં પણ દમદાર અભિનય કર્યો છે.

  તસવીરમાં: ડિમ્પલ કાપડિયા અમિતાભ બચ્ચન સાથે 'હમ કૌન હૈ'માં

  14/17
 • એકવાર મિડડેને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, જે દિવસે હું શુટિંગ નથી કરતી એ દિવસ મારા માટે બહુ કંટાળાજનક હોય છે. તસવીરમાં: ફિલ્મ 'બૉબી'માં ઋષિ કપૂર સાથે

  એકવાર મિડડેને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, જે દિવસે હું શુટિંગ નથી કરતી એ દિવસ મારા માટે બહુ કંટાળાજનક હોય છે.

  તસવીરમાં: ફિલ્મ 'બૉબી'માં ઋષિ કપૂર સાથે

  15/17
 • અભિનેત્રીને લાઈટ હાર્ટેડ અને કૉમેડી ફિલ્મો જોવી ગમે છે.

  અભિનેત્રીને લાઈટ હાર્ટેડ અને કૉમેડી ફિલ્મો જોવી ગમે છે.

  16/17
 • ગ્લેમરસ અને ફૉરેવર યંગ અભિનેત્રીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  ગ્લેમરસ અને ફૉરેવર યંગ અભિનેત્રીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો આજે 63મો જન્મદિવસ છે. ત્યારે આવો જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને જોઈએ સુંદર તસવીરો....

(તસવીરો: મિડડે આર્કાઈવ્સ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK